________________
ચારિત્રમોહનીયની ઉપશમના
૧૯૭
દલિક કિટ્ટિઓ માટે લે છે. અહીં પ્રશ્ન થાય છે કે બીજા સમયે જે દ્રવ્ય લીધું તેમાંથી બધી નવી કિટ્ટિઓ જ કરે છે કે પૂર્વની કિટ્ટિમાં પણ દલિક નાંખે છે. કર્મપ્રકૃતિપૂર્ણિમાં આ વિષેનો ખુલાસો નથી. બૌજા સમયે પ્રથમ સમય કરતાં અસંખ્યગુણહીન કિક્રિઓ કરે છે, એટલું જ માત્ર જણાવ્યું છે, પણ પ્રથમસમયની કિટ્ટિઓમાં પણ બીજા સમયે દ્રવ્ય નાખે કે નહીં તેનો સ્પષ્ટ ખુલાસો તથી. કષાયપ્રાભુતપૂર્ણિમાં બીજા સમયની પ્રથમ કિટ્ટિમાં (પ્રથમસમયની ચર્માટ્ટિ કરતા) અસંખ્યગુણદ્રવ્ય નિક્ષેપ કહ્યો છે. ત્યારપછી ઉત્તરોત્તર કિટ્ટિમાં વિશેષહીન ક્રમે દનિક્ષેપ યાવત ઓઘોત્કૃષ્ટ કિ≠િ સુધી કહ્યો છે. અહીં ઓઘોત્કૃષ્ટ સુધી કહ્યો છે તેનું તાત્પર્ય જ એમ લાગે છે કે બીજા સમયે પણ પ્રથમ સમયની ઉત્કૃષ્ટ રસવાળી કિટ્ટિ સુધી વિશેષહીનના ક્રમે દનિક્ષેપ થતો હોય. નહીંતર બીજા સમયની ઉત્કૃષ્ટ કિટ્ટિ સુધી એમ કહ્યું હોત. તે પાઠ આ પ્રમાણે છે - “પમસમણું નળિયાપ્ किट्टिए पदेसग्गं बहुअं, विदियाए पदेसग्गं विसेसहीणं एवं जाव चरिमाए किट्टिए पदेसग्गं तं विसेसहीणं । विदियसमए जहण्णियाए किट्टिए पदेसग्गमसंखेज्जगुणं, विदियाए विसेसहीणं, एवं जाव ओघुक्कस्सियाए विसेसहीणं । " ૫. ૧૮૬૦
પ્રશ્ન - પ્રથમ સમયની ઉત્કૃષ્ટ પ્રદેશવાળી પ્રથમ કિટ્ટિ કરતા બીજા સમયની પ્રથમ એટલે ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિમાં દ્રવ્ય અસંખ્યગુણ આવે છે, એમ જે કર્મપ્રકૃતિ ઉપશમનાકણ ગા. ૫૧ની ચૂર્ણિમાં કહ્યું છે “जा पढमसमयकयाणं किट्टीणं सव्वबहुपदेसा सा बितियसमयकयाणं सव्वबहुपदेसातो किट्टितो असंखेज्जगुणहीणा, एवं અનંતરાાંતરેળ જ્ઞેયત્રં ।'' તે ઉપરોક્ત પ્રમાણે વિક્ષેપ માનતા થી રીતે આવશે, કેમકે પ્રથમ સમયની કિટ્ટિઓમાં પહેલાં દ્રવ્ય તો છે જ, ઉપરાંતમાં બીજા સમયે નવું દ્રવ્ય આવે, જ્યારે બીજા સમયની કિટ્ટિઓમાં તો નવું જ દ્રવ્ય બધું આવ્યું છે.
-
એટલે બીજા સમયની ઉત્કૃષ્ટપ્રદેશવાળી કિટ્ટિમાં ૧લા સમયની ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિથી અસંખ્યગુણ દલિક શી રીતે થાય ?
જવાબ અહીંયા બીજા સમયે પણ દનિક્ષેપ પ્રથમ સમયની કિટ્ટિઓમાં માનતા તમે કહો છો તે આત્તિ નહીં આવે, કેમકે ઉપર જે અલ્પબહુત્વમાં બીજા સમયની ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિના દ્રવ્ય કરતા પ્રથમ સમયની ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિનું દ્રવ્ય અસંખ્યગુણહીન કહ્યું છે તે પ્રથમ સમયની કિટ્ટિમાં બીજા સમયે થયેલ દનિક્ષેપ સિવાયના દળની અપેક્ષાએ, એટલે કે પ્રથમ સમયની ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિમાં તે સમયના દળની અપેક્ષાએ સમજવાનું, એથી પ્રથમ સમયની ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિમાં બીજા સમયના ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્ટિથી અસંખ્યગુણહીન દ્રવ્ય આવે, એટલું જ નહીં, પણ કર્મપ્રકૃતિ
-