________________
૧૮૮
ઉપશમનાકરણ ભાગ-૧
તે પ્રથમતિના પ્રથમ નિષેકને ભોગવવાનું બન્ને કાર્ય સાથે થાય છે. બીજી સ્થિતિમાંથી દલકો લઈને નીચે ઉદયસમયથી પ્રથમસ્થિતિના ચરમસમય સુધી અસંખ્યગુણના ક્રમે ગોઠવે છે.
કર્મપ્રકૃતિ ઉપશમલાકરણ ગા. ૪૮ની ચૂર્ણમાં કહ્યું છે - “નાદે વેવ શ્રોહ बंधो उदओ उदीरणा य वोच्छिण्णाणि, ताहे चेव माणस्स पढमट्ठितिं बीयट्ठितितो दलियं घेत्तूण करेति । पढमसमयवेयगो पढमट्ठितिं करेमाणो पढमसमते उदते पदेसग्गं थोवं देति । से काले असंखेजगुणाए सेढीए देति जाव पढमट्टितीए चरमसमतोत्ति ।"
જેમ દલકો ઉપરથી લઈ પ્રથમસ્યતળી રચના કરી તેવી જ રીતે તે સમયે દલકો બીજી સ્થિતિમાં પણ નાંખે છે, અને તેનો ક્રમ કષાયપ્રાભૃતમાં બતાવેલ છે - પ્રથમતિના ચરમસમયમાં જેટલો દલવક્ષેપ કર્યો તેના કરતા બીજી સ્થિતિના પ્રથમસમયમાં 'અસંખ્યગુણહીન દલક નાંખે, અને ત્યાર પછીના વર્ષોમાં વિશેષહીતના ક્રમે નાખે. ___पढमट्ठिदिं करेमाणो उदये पदेसग्गं थोवं देदि, से काले असंखेजगुणं । एवमसंखेजगुणाए सेढीए जाव पढमट्ठिदिचरिमसमओ त्ति । विदियट्ठिदीए जा आदिट्ठिदी તિસે અસંગપુIીur તો વિરેસીપાં વેવ - કષાયાભુત, પ. ૧૮૫૩, સૂત્ર ૨૧૭-૩૧૮
માનની બીજી સ્થિતિમાંથી પ્રથમ સમયે આ પ્રમાણે દ્રવ્ય ખેંચીને પ્રથમસ્થત કરે છે તેવી રીતે દ્વિતીયાદે સમયે પણ અસંખ્યગણ દલકો ખેંચીને આ રીતનો નિક્ષેપ થાય એવો
૧. બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં અસંખ્યગુણહીન દ્રવ્ય આવવાનું કારણ લબ્ધિસારમાં આ પ્રમાણે બતાવ્યું છે - સત્તાગત કુલ દ્રવ્યને અપકર્ષણ ભાગહારથી ભાગી ૧ ભાગ પ્રમાણ દ્રવ્ય લઈ તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગી ૧ ભાગ પ્રમાણ દ્રવ્ય ઉદયસમયથી પ્રથમસ્થિતિના ચરમ સમય સુધી નાંખે અને શેષ બહભાગ દ્રવ્યને બીજી સ્થિતિના આદિસમયથી અતિસ્થાપનાવલિકાના પૂર્વના નિષેક સુધી નાંખે છે. આમ કરતાં કુલ દ્રવ્ય જે ઉમેર્યું તેના પલ્યોપમના અસંખ્યાતમા ભાગરુપ અસંખ્યાતમાં ભાગ જેટલું દ્રવ્ય લગભગ પ્રથમ સ્થિતિના ચરમનિષેકમાં આવ્યું, જ્યારે કુલ દ્રવ્યના અસંખ્યાતા બહુભાગ રુપ દ્રવ્યના દ્વયર્ધગુણહાનિરુપ અસંખ્યાતમા ભાગ જેટલું દ્રવ્ય બીજી સ્થિતિના પ્રથમ નિષેકને ફાળે આવ્યું. આમ પ્રથમસ્થિતિના ચરમનિષેકમાં અસંખ્યસમયમબદ્ધ જેટલું દ્રવ્ય આવે અને બીજીસ્થિતિના પ્રથમ નિષેકમાં એકસમયમબદ્ધના અસંખ્યાતમા ભાગ જેટલું દ્રવ્ય આવે. તેથી પ્રથમ સ્થિતિના ચરમ નિષેકગત દ્રવ્ય કરતા બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં જે દ્રવ્ય નિક્ષેપ થયો તે અસંખ્યગુણહીન હોય. ત્યારપછીના નિષેકોમાં વિશેષહીનના ક્રમે દલનિક્ષેપ થાય. યાવતુ અતિત્થાપનાવલિકાના પૂર્વના સમયમાં અસંખ્યગુણહીન દલિકનો નિક્ષેપ થાય.