________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૨૭ दुचरिमट्ठिदिखंडयं संखेजगुणं । चरिमट्ठिदिखंडयं संखेजगुणं । चरिमट्ठिदिखंडयमागाएंतो गुणसेढीए संखेजे भागे आगाएदि अण्णाओ च उवरि संखेजगुणाओ द्विदिओ ।” -पृ.
ચરમખંડ દલીતોપ : ચરમખંડનો ઘાત કરતા પ્રથમ સમયે જે દલિતો ઉકેરે છે તેને ઉદયસમયથી અસંખ્યગુણના ક્રમે યાવતુ ઉcકીર્યમાણખંડનો પ્રથમ સમય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી નાખે છે. અર્થાતુ ઉદયસમયથી ઉકીર્યમાણખંડ સિવાયની શેષ સ્થિતિઓમાં નાખે છે. આ જ સ્થિતિસ્થાન હવે ગુણશ્રેણીનું શીર્ષ થયું. એની ઉપરના નિષેકમાં
૧. લબ્ધિસારમાં દલનિક્ષેપનો ક્રમ ઉપરોક્ત હોવાનો હેતુ બતાવ્યો છે. તે આ પ્રમાણે છે - સમ્યક્ત પ્રકૃતિમાં ચરમખંડમાં કંઇક ન્યૂન ચર્ધગુણહાનિ ગુણિત સમયમબદ્ધ જેટલું દ્રવ્ય છે તેને તે કાળે યોગ્ય અપકૃષ્ટ ભાગહારથી ભાગી એક ભાગ પ્રમાણ દલિક ઉકેરે છે અને તેને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ભાગી અસંખ્યાત બહુર્ભાગ પ્રમાણ દ્રવ્યને પ્રથમ ભાગમાં એટલે કે ઉદયસમયથી નવા ગુણશ્રેણિશીર્ષ સુધી અસંખ્યગુણના ક્રમે નાંખે છે. શેષ એક ભાગના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા ભાગ કરી અસંખ્યાતાબહુભાગ પ્રથમ ભાગથી સંખ્યાતગુણ સ્થિતિવાળા બીજા ભાગમાં નાખે છે. એટલે કે નવા ગુણશ્રેણિશીર્ષના અનંતર સમયથી પુરાતન અવસ્થિત ગુણશ્રેણિના શીર્ષ પર્યત આયામવાળા બીજા ભાગમ વિશેષહીનના ક્રમે નાંખે છે. અને શેષ એક ભાગને તેથી સંખ્યાતણ આયામવાળા ત્રીજા ભાગમાં એટલે કે પુરાતન ગુણશ્રેણિશીર્ષને અનંતર સમયથી ચરમસમય અને અતીત્થાપનાવલિકા સિવાયના સર્વસ્થાનોમાં વિશેષહીનના ક્રમે નાંખે છે. અહીં ત્રણ ભાગ આ રીતે પાડ્યા છે. (૧) ઉદયસમયથી ઉત્કીર્યમાણ ખંડ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી (૨) તેની પછીના નિષેકથી અર્થાત્ ઉત્કીર્યમાણખંડના પ્રથમ નિષેકથી પુરાતન અવસ્થિતગુણશ્રેણિના શીર્ષ સુધી. (૩) ત્યાર પછીના નિષેકથી શેપ સત્તાગત અતિત્થાપનાવલિકા અને ચરમનિષેક સિવાયના સર્વનિક પ્રમાણ.
અહીં પ્રથમ ભાગમાં દ્રવ્ય સહુથી વધારે, તેથી રજા ભાગમાં દ્રવ્ય અસંખ્ય ગુણહીન, તેથી ૩જા ભાગમાં દ્રવ્ય અસંખ્યગુણહીન આવે....૧લા ભાગમાં દ્રવ્યનો ઉત્તરોત્તર સમયમાં અસંખ્યગુણના ક્રમે, રજા ભાગમાં દ્રવ્યનો ઉત્તરોત્તરસમયોમાં વિશેષહીનના ક્રમે, ૩જા ભાગમાં દ્રવ્યનો ઉત્તરોત્તરસમયોમાં વિશેષહીનના ક્રમે નિક્ષેપ થાય છે........૧લા ભાગમાં આયામ અલ્પ છે. રજા ભાગનો આયામ સંખ્યાતગુણ છે. ૩ જા ભાગનો આયામ સંખ્યાતગુણ છે.
પ્રથમ ભાગમાં કુલ દ્રવ્ય આવે છે, તેના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ દ્રવ્ય તેના ચરમનિષેકમાં ગોઠવાય છે. તથા બીજા આખા ભાગમાં ૧લા ભાગથી અસંખ્યાતમા ભાગ જેટલું દ્રવ્ય આવે છે. તેથી ૧લા ભાગના ચરમનિષેકમાં આવતા દ્રવ્યથી અસંખ્યાતમાભાગ જેટલું દ્રવ્ય બીજા આખા ભાગમાં આવે અને બીજા ભાગમાં દ્રવ્ય વિશેષહીન ક્રમે ગોઠવાતુ હોવાથી બીજા ભાગના પ્રથમનિષેકમાં પ્રથમભાગના ચરમનિષેક કરતા અસંખ્યાતમા ભાગ માત્ર દલિક આવે. તેવી જ રીતે બીજા ભાગને ફાળે આવતા દ્રવ્યથી અસંખ્યાતમાં ભાગ જેટલું દલિક ત્રીજા ભાગના ફાળે આવે છે અને ત્રીજા ભાગનો આયામ બીજા ભાગથી સંખ્યાતણ છે. તથા તેમાં દલિક વિશેષહીનના ક્રમે ગોઠવાય છે. આમ બીજા ભાગમાં જેટલું દલિક જેટલા સ્થાનોમાં વિશેષહીનના ક્રમે ગોઠવાય છે, તેથી અસંખ્ય ગુણહીન દલિક તેથી સંખ્યાતગુણસ્થાનોમાં વિશેષહીનના ક્રમે