________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૨૫
ચૂર્ણિમાં પણ તે વિષે ઉલ્લેખ નથી. આથી ટીકાકાર અલગ સ. પંચસંગ્રહની ટીકામાં ઉક્ત ખંડો ઉત્તરોત્તર અસંખ્યગુણ કહેવા છતાં કર્મપ્રકૃતિની ટીકામાં એ સંબંધી ઉલ્લેખ કર્યો નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજે કર્મપ્રકૃતિની ટીકામાં તે વિષે જે ઉલ્લેખ કર્યો છે તે પણ પંચસંગ્રહના આધારે કર્યો હોવાનો સંભવ છે.
કષાયપ્રાભૂતપૂર્તિમાં પણ હિચરર્માર્થાતખંડ કરતા ચર્માર્થાતખંડ સંખ્યાતગુણ કહ્યો છે, પણ પૂર્વના ખંડો ઉત્તરોત્તર અસંખ્યગુણ નથી કહ્યા. તેમજ આગળ ઉપર અલ્પબહુત્વ દ્વારમાં ચમખંડથી પ્રથમખંડ સંખ્યાતગુણ કહ્યો છે. એ પરથી ચશ્મખંડ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણનો છે એમ નક્કી થાય છે અને તેથી ઉત્તરોત્તખંડ તેમના મતે વિશેષહીન પ્રમાણવાળા સંભવે છે. વળી પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિખંડ અસંખ્યગુણ માનવા જતા છેક ત્રિચણ્મખંડ સુધીના ખંડો સમુદિત પણ આલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા માનવા પડે. દ્વિચષ્મખંડ આઠવર્ષના સંખ્યાતમા ભાગ જેટલો માનવો પડે. અને ચશ્મખંડ આઠવર્ષના સંખ્યાતાબહુભાગ જેટલો માનવાનો રહેશે, કેમકે ત્રિચરમખંડ સુધીના કોઇ પણ ખંડને આલિકાના સંખ્યાતમા ભાગ જેટલો પણ માનીએ, તો પછીનો ખંડ એટલે કે દ્વિચમખંડ અસંખ્યાતાલિકા પ્રમાણ માનવો પડે અને તે ઈષ્ટ નથી, કેમકે કુલ સત્તા જ આઠ વર્ષ પ્રમાણ હોઇ સંખ્યાતાધિકા પ્રમાણ જ છે.
આમ કર્મપ્રકૃતિ અનુસારે સમ્યક્ત્વમોહનંયતી આઠવર્ષ પ્રમાણ સ્કૃિતસત્તાના અન્તર્મુહૂર્ત પ્રમાણખંડો કરી ક્ષય કરતા છેક દ્વિચષ્મ ખંડતા ઘાત સુધીની વતવ્યતા પૂર્ણ થઇ....હવે ચશ્મખંડની વતવ્યતા કહેવાય છે.
સમ્યક્ત્વમોહાયનો ચમખંડોત્સર્ગાધિ :
દ્વિચમ સ્થિતિખંડથી ચશ્મખંડ સંખ્યાતગુણ મોટો છે. ચમ સ્થિતિખંડનો ઘાત કરતા તેની અંદર રહેલ ગુણશ્રેણીના સંખ્યાતમા ભાગનો પણ ઘાત કરે છે અને ગુણશ્રેણિનો સંખ્યાતમો ભાગ તથા તેની ઉપર બીજી સંખ્યાતગુણ સ્થિતિપ્રમાણ ચશ્મખંડ છે અને ચશ્મખંડ ઉકેરી તેના દલિકોને ઉદય સમયથી માંડી ઉત્કીર્યમાણ ખંડના પૂર્વના સમય સુધી અસંખ્યગુણાકારે ગોઠવે છે. અર્થાત્ ઉદય સમયથી માંડી પૂર્વના સમયે જે ગુણશ્રેણી હતી તેનો સંખ્યાતમો ભાગ, જેનો ચમખંડ જોડે ઘાત થાય છે, તે સિવાયની શેષ ગુણશ્રેણિમાં ગોઠવાય છે. અને તેથી હવે ગુણણ પૂર્વના સમય કરતા સંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન થઈ. આ પ્રમાણે પ્રતિસમય ઉત્કીર્યમાણ દલિકનો નિક્ષેપ ચાવત્ ચસ્મખંડ ઉકેરવાના ચશ્મ સમય સુધી જાણવો અને ચમખંડનો ઘાત થાય એટલે નવી ગુણશ્રેણિતા શૌર્ષ પ્રમાણ અન્તર્મુહૂર્ત જેટલી સમ્યક્ત્વમોહનીયની સત્તાવાળો જીવ તે કૃતકણ કહેવાય છે: કર્મપ્રકૃતિ ઉપશમનાકા ગા. ૩૪ની ચૂર્ણિમાં કહ્યુ છે - “સમ્મત્તવુરમાંડાતો વિરમણંડાં