________________
૧૧૪
ઉપશમનાકરણ ભાગ-૧
દૂરાપદૃષ્ટિ રૂપ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. દૂરાપદૃષ્ટિનું સ્વરૂપ અનંતાનુધિ વિસંયોજનાના અધિકારમાં જણાવ્યું છે. ત્યાર પછી એટલે કે દૂરાપદૃષ્ટિના સ્થિતિસ્થાનથી દર્શનમોહનીયની ત્રણે પ્રકૃતિના સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગોનો પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા નાશ કરે છે. ઉત ક્રમે હજારો સ્થિતિઘાત પસાર થાય છે, ત્યારે સમ્યક્ત્વમોહનીયની અસંખ્યસમયપ્રબદ્ધની ઉદાણા શરૂ થાય છે. અસંખ્યસમયપ્રબદ્ધતી ઉદારણાની વ્યાખ્યા આગળ ઉપશમશ્રેણીના અધિકારમાં બતાવીશું. ત્યાર પછી વળી ઘણા સ્થિતિઘાત પછી મિથ્યાત્વના એકાલિકા ઉપરની સર્વાતિનો ઘાત કરે છે. અહીં સુધી એટલે કે મિથ્યાત્વના ચર્ચ્યાતિઘાત સુધી દર્શનમોહાયની ત્રણે પ્રકૃતિની સ્થિતિસત્તા સમાન હતી. તેમજ અહીં સુધી સ્થિતિખંડો પણ બધા સમાન આવતા હતા. જ્યારે આ સ્થિતિઘાત દરમિયાન મિથ્યાત્વની આલિકા સ્થિતિ રાખી શેષ સર્વ સ્થિતિનો અને સમ્યક્ત્વમોહાય-મિશ્રમોહાયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ રાખી શેષ અસંખ્યગુણ સ્થિતિનો ઘાત કરે છે. એટલે હવે આ સ્થિતિખંડ મિથ્યાત્વમોહનીયનો સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહાય કરતા વિશેષાધિક પ્રમાણવાળો આવે. જ્યારે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયનો તો સ્થિતિખંડ પરસ્પર સમાન હોય છે. તથા શેષ રહેલી સ્થિતિ પણ બન્નેની પરસ્પર સમાન હોય છે. આ વસ્તુ આગળ આપેલ અલ્પબહુત્વ દ્વાર પરથી સમજી શકાય છે. વળી આ ચમ સ્થિતિઘાતના ચરમ સમયે મિથ્યાત્વમોહનીયનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. તથા તે જ સમયે ગુણિતકર્માંશ જીવને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા તે દ્વારા ગુણિતકમાંશ આત્માને મિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે.
સંસારમાં ભ્રમણ કરતા મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિસંક્રમ આ સ્થાને પ્રાપ્ત થાય છે. તથા ગુણિતકમાંશ જીવને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પણ આ સ્થાને પ્રાપ્ત થાય છે.
นค પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છેલ્લા સ્થિતિખંડનો અન્તર્મુહૂર્ત સુધી ઘાત થાય છે તો પછી અન્તર્મુહૂર્ત સુધી જઘન્ય સ્થિતિસંક્રમ કેમ નહીં ? ચશ્મ સમયે જ શા માટે કહ્યો ?
-
જવાબ ચમખંડ ઘાત કરતી વખતે પ્રતિસમય ઉદયાલિકા ઉપરની બધી સ્થિતિમાંથી દલિકોને પરમાં સંક્રમાવે છે. જેમ જેમ સમય ભોગવાતો જાય છે તેમ તેમ નવો સમય ઉદયાલિકામાં દાખલ થતો હોવાથી ઉત્તોત્તર સમયે સ્થિતિખંડ એક-એક સમય જેટલો ન્યૂન થતો જાય છે. તેથી ચર્ચ્યાતિઘાતના પ્રથમ સમયે સ્થિતિખંડ કરતા ચશ્મ સમયે સ્થિતિખંડનુ પ્રમાણ અન્તર્મુહૂર્ત જેટલુ ગૂન આવે અને તેથી જ ચશ્મખંડના - ચશ્મસમયે જઘ—તિસંક્રમ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દરેક સ્થિતિઘાત વખતે થતુ
-