________________
અનંતાનુબંધી વિસંયોજના
૯૯ * અનંતાનુબંધની ક્ષપણાનો ક્રમ આ પ્રમાણે છે. અપૂર્વકરણમાં ઘણાં સ્થિતિઘાતો દ્વારા ઓછી થતી અનવૃત્તિકરણના પ્રથમ સમયે અન્ત:ક્રોડ સાગરોપમ પ્રમાણ એટલે કે લક્ષપૃથકૃત્વ સાગરોપમ પ્રમાણ સત્તા રહે છે. તે વખતે શેષ કર્મોવી સ્થિતિસત્તા અન્ત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પસાર થાય એટલે અસંશી પંચેન્દ્રિયના સ્થિતબંધની તુલ્ય અનંતાનુબંધની સ્થિતિસત્તા રહે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પસાર થાય એટલે ચઉરિન્દ્રિયના સ્થિતબંધળી તુલ્ય સ્થિતિસત્તા રહે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પસાર થાય એટલે તેઈન્દ્રિયના સ્થિતિબંધની તુલ્ય સ્થિતિસત્તા રહે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પસાર થાય એટલે બેઈન્દ્રિયના સ્થિતિબંધની તુલ્ય સ્થિતિસત્તા રહે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પસાર થાય એટલે એકેન્દ્રિયના સ્થિતિબંધની તુલ્ય સ્થિતિસત્તા રહે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પસાર થયા પછી અનંતાનુબંધની એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. અત્યાર સુધી પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ સત્તામાંથી ઓછી થતી હતી. હવેથી પ્રત્યેક સ્થિતિઘાત દ્વારા સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિ સત્તામાંથી ઓછી થાય છે. આ પ્રમાણે સત્તાગતસ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણવાળા હજારો સ્થિતિઘાત પસાર થાય છે. આમાં સંખ્યાતા બહુભાગપ્રમાણ આયામવાળા ચરમખંડનો ઘાત થયા પછી રહેલા પડ્યો.ના સંખ્યામાં ભાગ રૂપ સ્થિતિસત્તાવાળા સ્થાનને દૂરપકૃષ્ટિ સંજ્ઞાવાળું સ્થિતિસ્થાન કહેવાય છે. અહીંથી સત્તાગત સ્થિતિના અસંખ્ય બહુભાગ પ્રમાણ સ્થિતિખંડો શરૂ થાય છે. અર્થાત્ જે સ્થિતિસત્તાના સ્થાનથી અસંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિખંડોનો આયામ થાય છે તે સાગત સ્થિતિસ્થાનને દૂરાપવૃષ્ટિ કહેવાય છે.
પલ્યોપમ પ્રમાણ સ્થિતિમત્તા થયા પછી ઘણા સ્થિતિઘાતો પસાર થયા હોવાથી પલ્યોપમથી અંdદૂર ગયેલી હોવાથી આને દૂરપકૃષ્ટિ સત્તાસ્થાન કહેવાય છે.' અથવા અત્યારે પૂર્વે સ્થિતિઘાત પછી સંખ્યામા ભાગની સ્થિતિ સત્તામાં રહેતી હતી, હવે પ્રત્યેક સ્થિતિઘાત પછી અસંખ્યાતમા ભાગની સ્થિતિ સત્તામાં રહે છે. એટલે સત્તાગ સ્થિતિ
૧. જયધવલામાં વિશેષમાં દૂરાપકૃષ્ટિ વિશે આ પ્રમાણે જણાવ્યું છે - “ તૂરાવ િમ ? उच्चदे-जत्तो ट्ठिदिसंतकम्मावसेसादो संखेजे भागे घेत्तूण ट्ठिदिखंडए घादिज्जमाणे घादिदसेसं णियमा पलिदो. असंखे. भागपमाणं होदूण चिट्ठदि तं सव्वपच्छिमं पलिदो. संखे. भागपमाणं द्विदिसंतकम्म दूरावकिट्टीत्ति भण्णदे। किं कारणमेदस्स द्विदिविसेसस्स दूरावकिट्टिसण्णा जादा त्ति चे ? पलिदोवमट्ठिदिसंतकम्मादो सुटु दूरयरमोसरिय सव्वजहण्णपलिदोवमसंखेजभागसरुवेणावट्ठाणादो। पल्योपमस्थितिसत्कर्मणोऽधस्तादूरतरमपकृष्टत्वादतिकृशत्वाच्च दूरापकृष्टिरेषा स्थितिरित्युक्तं भवति। अथवा दूरतरमपकृष्यतेऽस्याः स्थितिकंडकमिति दूरापकृष्टिरतः प्रभृत्यसंख्येयान् भागान् गृहीत्वा स्थितिकण्डकથામાઘરતીતો ત્રાષ્ટિિિત યાવત્ - મૃ. ૧૭૫૨.