________________
८४
ઉપશમનાકરણ ભાગ-૧
(૩) તેત્ર - સંયતાસંયત મgો અઢીદ્વીપ રૂપ મgષ્યલોકમાં હોય છે, તિર્યંચો. ત્રણે લોકમાં હોય છે.
(૪) સ્પર્શતા - સંયતાસંતજીવોની સ્પર્શતા ૬ રાજ પ્રમાણ છે. કેમકે મરણ સમુદ્યાત દ્વારા તિર્થ્યલોકમાં રહેલ સંયતાસંયત અગ્રુતદેવલોક સુધીના ક્ષેત્રને સ્પર્શે છે.
(૫) કાળ - એક જીવ આશ્રયી સંયતાસંયતળો કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોભૂકોટી પ્રમાણ હોય છે. અનેક જીવ આશ્રયી સર્વકાળે દેશવિરત જીવો હોય છે.
(ઇ) અંતર - એક જીવની અપેક્ષાએ જઘન્યથી અન્તર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનાધપુદ્ગલપરાવર્ત પ્રમાણ અંતર હોય છે. અનેક જીવ આશ્રયી સર્વકાળે દેશવરત જીવો હોવાથી અંતર નથી.
(૭) ભાગ - દેશવિરત જીવો સર્વજીવોના અનંતમા ભાગે છે. (૮) અલ્પમહત્વ - દેશવિરત મનુષ્ય - થોડા, દેશવિરતિ તિર્યંચ - અસંખ્યગુણ.
સંયતાસંયતíબ્ધ લાયોપથમિક ભાવે છે, ઔદયિકભાવે નહીં, કેમકે દેશવિરત જીવને અપ્રત્યાખ્યાતાવરણ કષાયનો ઉદય હોતો નથી.
પ્રશ્ન-પ્રત્યાખ્યાતાવરણનો ઉદય દેશવિરતો હોય છે, તો પછી ઔદયિક ભાવ કેમ નહીં?
જાબ - પ્રત્યાખ્યાતાવરણનો ઉદય દેશવિરતપણાને કાંઈ કરતો નથી. તે તો સર્વવિરતિપણાને અટકાવે છે. માટે દેશવિરત ઔદયિક ભાવે નથી.
પ્રશ્ન - તો પછી અપ્રત્યાખ્યાતાવરણ કષાયના ઉદયના અભાવથી ઉત્પન્ન થયેલ હોવાથી દેશવિરત સાયકભાવે કેમ ન કહેવાય ?
જવાબ - દેશવિરત સાયકભાવે નથી, કેમકે પ્રત્યાખ્યાતાવરણ કષાયની સાથે સંજવલન ચતુષ્ક અને નવ લોકષાયને પણ દેશવિરત જીવ વેદે છે અને ઉદયમાં આવતી આ તેર પ્રકૃતિઓ દેશવિરત દેશઘાત (ક્ષાયોપથમિક) કરે છે. આ ૧૩ પ્રકૃતિના દેશઘાતિસ્પર્ધકોના વિપાકોદયથી અને અપ્રત્યાખ્યાતાવરણ ચતુષ્કતા પ્રદેશોધ્યથી દેશવિરતલબ્ધિ લાયોપશમન થાય છે. કષાયમામૃતમાં કહ્યું છે - “સંનતાસંગલો अपच्चक्खाणकसाए ण वेदयदि । पच्चक्खाणावरणीया वि संजमासंजमस्स ण किंचि आवरेंति । सेसा चदुकसाया णवणोकसायवेदणीयाणि च उदिण्णाणि देसघादिं करेदि संजमासंजमं । जड़ पच्चक्खाणावरणीयं वेदेंतो सेसाणि चरित्तमोहणीयाणी ण वेदेज तदा संजमासंजमलद्धि खइया होज । एक्केण वि उदिण्णेण खओवसमलद्धि भवदि ।" . -૫. ૧૭૯૪.