________________
૬૪
ઉપશમનાકરણ ભાગ-૧ એક ગાથા છે. ઉત્તરાર્ધ જુદો છે, તે ગાથા આ પ્રમાણે છે - “સમ્પત્તપત્રમનંબો સવ્વોવમેન તદ વિયા | મનિયો ય મર્વ સવ્યોવસમે | ૨૦૪ મે - પા. ૧૭૩૩.
આ ગાથાનો અર્થ એવો છે કે સમ્યક્ત્વનો પ્રથમ લાભ થાય તો સર્વોપશમનાથી થાય અને વિચહેણ એટલે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી ગમે ત્યારે ચાવતુ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળે ફરી સમ્યક્ત્વ પામે તો સર્વોપશમનાથી થાય. “મનાવ્યો ય મā સવ્યોવસએપ ' એટલે કે સમ્યક્ત્વ મોહનીય-મિશ્રમોહનીયની ઉ&લના થતા પૂર્વે સમ્યક્ત્વ પામે તો દેશોપશમનાથી કે સર્વોપશમનાથી પામે, કેમકે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહનીયને ઉવેલતા ઉદયાયોગ્ય સ્થિતિ પ્રાપ્ત થતાં સુધીમાં પામે તો દેશોપશમનાથી ક્ષાયોપમક સમ્યક્ત્વ પામે અને ઉદયાયોગ્ય સ્થિતિ પ્રાપ્ત થયા પછી પામે તો સર્વોપશમનાથી પુનઃ પ્રથમોપશમસમ્યક્ત્વ પામે છે.
તથા સમ્યક્ત્વનો કાળ જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે ત્યારે કોઈ જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી સાસ્વાદન ગુણસ્થાનક પામે છે અને ત્યાં તેટલો કાળ રહે છે. ત્યાંથી અવશય મિથ્યાત્વે જાય છે. (૨૩) હવે સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ બતાવે છે.
सम्मद्दिट्ठि जीवो, उवइष्टुं पवयणं तु सद्दहइ ।
सद्दहइ असब्भावं, अजाणमाणो गुरुनियोगा ।। २४ ।। અક્ષરાઈ - સમ્યગ્દષ્ટિ જીવ (સર્વાથી) ઉપદંષ્ટ પ્રવચનને જ ગ્રહે છે, યથાર્થપણે માને છે. તથા અજ્ઞાનને લીધે કે ગુરૂના પા૨તવ્યથી અસહ્નત અર્થને પણ સહે છે. (૨૪)
વિશેષાર્થ :- સમ્યગ્દષ્ટિ જીવ ગુરૂઓ વડે અર્થાત્ પરમ ગુરૂ એવા તીર્થકર ભગવંત ઉપદેશેલ અર્થની જ શ્રદ્ધા કરે છે. પરંતુ કોઈ તથા પ્રકારના અજ્ઞાનના લીધે અથવા સમ્યગૂજ્ઞાન રહિત એવા ગુરૂના પારdવ્યથી અસદ્દભૂત અર્થની શ્રદ્ધા કરતા એવા જીવને પણ સમ્યક્ત્વ હોઈ શકે છે. અહીં તાત્પર્ય એ છે કે તથા પ્રકારના જ્ઞાનાવરણ કર્મના ઉદયથી થતુ સહજ અજ્ઞાન સમ્યક્ત્વનું પ્રતિબંધક નથી. તથા ગુરૂના પાતવ્યથી કોઈવાર અસદ્દભૂત અર્થની શ્રદ્ધા કરે તો ત્યાં પણ અનભિનવષ્ટ એવા તેને જિતેશ્વરોએ કહેલું તે જ સાચુ છે' એવો ભાવ હેવાથી સમ્યક્ત્વનો નાશ નથી થતો. આવા અન્ય પક્ષમાં રહેલા એ અનભિનવષ્ટ જીવોને સમ્યક્ત્વ હોઈ શકે છે. (૨૪)
હવે મિથ્યાષ્ટિનું સ્વરૂપ બતાવે છે.