________________
પ્રથમ પશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
૬૧ થાય છે. પણ મિથ્યાત્વ મોહનીયમાં એટલો અપવાદ છે કે તેનો અનધ્યમાન એવા સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહલીયમાં સંક્રમ થાય છે.
પ્રશ્ન - અહીં પ્રથમ સમ્યક્ત્વોત્પત્તિમાં ગુણસંક્રમ અપૂર્વકરણથી કેમ થતો નથી?
જવાબ - ગુણસંક્રમના લક્ષણમાં જ કહ્યું છે કે અબામાન અશુભપ્રકૃતિઓનો જ ગુણસંક્રમ થાય છે. પ્રથમ સમ્યક્ત્વોત્પત્તિના અપૂર્વકરણ વખતે મિથ્યાત્વ ગુણસ્થાનક છે.
ત્યાં મિથ્યાત્ય મોહલીય વબંધ હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકતા ચરમસમય સુધી અવશ્ય બંધાય છે. તેથી અનિવૃત્તિકરણના ચરમસમય સુધી તેનો ગુણસંક્રમ ન થાય. ત્યાર પછી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરતા તુરન્ત જ મિથ્યાત્વનો ગુણમસંક્રમ ચાલુ થાય છે.
પ્રશ -ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી શરૂ થયેલો ગુણસંક્રમ છેક ઉપશમ સમ્યક્ત્વ રહે તેટલા કાળ સુધી કેમ ન રહ્યો? વચ્ચે જ અન્તર્મુહૂર્ત પૂર્ણ થતા કેમ અટકી ગયો?
જવાબ - અહીં સામાન્યતઃ એક એવો નિયમ લાગે છે કે કોઈ પણ ગુણની પ્રાપ્તિની પૂર્વે કરણો (યથાપ્રવૃત્તાદ) થાય છે. તેની પૂર્વાવસ્થાથી (અન્તર્મુહૂર્ત પૂર્વેથી) પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધ વધતી જાય છે અને પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ વધવાનો ક્રમ તે ગુણપ્રાપ્તિ પછી અન્તર્મુહૂર્ત સુધી ચાલુ રહેતો હોય તેવો સંભવ છે. ત્યાર પછી તેવા પ્રકારના પ્રવર્ધમાન પરિણામ હોતા નથી. માટે અહીં પણ ઉપશમસમ્યક્ત્વ પામ્યા પછી અન્તર્મુહૂર્ત સુધી અનંતગુણ વિશુદ્ધિમાં જીવ વધતો હોય તેવુ લાગે છે. તેથી ત્યાં સુધી ગુણસંક્રમ ચાલે છે અને ત્યાર પછી અટકી જાય છે. વળી તે જ કારણે શેષકર્મોના સ્થિતિઘાતાદ પણ અહીં સુધી જ થાય છે. અન્તર્મુહૂર્ત પછી તેવા પ્રકારના પ્રવર્ધમાન પરિણામ ન હોવાથી ગુણસંક્રમ તેમજ શેષ કર્મોના સ્થિતિઘાતાદ પણ નથી થતા એમ અમને લાગે છે. તવ કેવળગમ્ય છે.
પ્રશ્ન - વિધ્યાતસંક્રમ એટલે શું ?
જવાબ - ગુણ અને ભવને આશ્રયીને જે પ્રકૃતિઓ અનધ્યમાન છે, તેમાં સામાન્યતઃ વિધ્યાસંક્રમ પ્રવર્તે છે, પરંતુ આ સંક્રમથી ઘણું જ ઓછું દલિક અવ્યમાં સંક્રમાવે છે. તેટલા પ્રમાણથી જો પ્રતિસમય પરપ્રકૃતિમાં દલિક નાખે તો અસંખ્યકાલચક્ર જેટલા કાલે સંપૂર્ણપણે સંક્રમાવી રહે. આ તો વિધ્યાતસંક્રમની ગતિ આટલી મંદ છે તે બતાવવા માટે જણાવ્યુ છે. બાકી આ સંક્રમવડે સર્વ દલિકો સત્તામાંથી નિર્મૂળ થતા જ નથી.
અહીં ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની સાથે તે જ સમયે કોઈ જીવના અત્યંતવશુદ્ધ અધ્યવસાય હોય તો ઉપામસમ્યક્ત્વની સાથે દેશવિરત ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. તેથી વધુ વિશુદ્ધિવાળો અન્ય જીવ સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે અને તેથી પણ વધુ વિશુદ્ધિવાળો