________________
૬૦
ઉપશમનાકરણ ભાગ-૧ પ્રાપ્ત થાય છે. તેથી પ્રથમ સમયે તેનો ગુણસંકમ ન થઈ શકે, પરંતુ દ્વિતીય સમયથી થાય. વળી ત્રિપંજીકરણ દ્વારા મિશ્રની સત્તા પ્રાપ્ત થાય છે, એને પરપ્રકૃતિસંક્રમ તેઓ નથી માનતા. માટે તેમણે આવલકા છોડી નથી.
સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી આમ અખ્તર્મુહૂર્ત સુધી મિથ્યા મોહનીય અને મિશ્ર મોહનીયતો ગુણસંક્રમ પ્રવર્તે છે અને ત્યારપછી વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. વળી જે સમયે ગુણસંક્રમ અટકે છે તે જ સમયે મિથ્યાત્વ મોહનીય સિવાય સાતે કર્મના સ્થિતિઘાત, ૨સઘાત અને ગુણશ્રેણી પણ અટકી જાય છે. જો કે અહીં અપૂર્વ સ્થિતિબંધનો વિચ્છેદ નથી કહ્યો, પરંતુ ઉત્તરોત્તર પોપમના સંખ્યામાં ભાગ ચૂત પૂર્વકનો જે અપૂર્વ તિબંધ થતો હતો તેનો પણ અહીં વિચ્છેદ સંભવે છે.'
પ્રશ્ન - ગુણસંક્રમ એટલે શું ?
જqબ - અહીં ગુણ એ પારિભાષિક શબ્દ છે. ગુણ શબ્દનો અર્થ કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં આવી પ્રક્રિયાઓમાં આત્માના ક્ષમાદ ગુણો કે પુદ્ગલના વર્ણાદિ ગુણો એવો નથી થતો. પરન્તુ ગુણ એટલે અસંખ્યગુણ. જે પ્રક્રિયા પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર અસંખ્યગુણ દલિકોમાં પ્રવર્તતી હોય ત્યાં ગુણ શબ્દ વપરાય છે. જેમકે ગુણોપામતા એટલે પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલકોની ઉપામનો. ગુણશ્રેણી એટલે પૂર્વ પૂર્વ સ્થિતિસ્થાનથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં અસંખ્યગુણ દલકોની રચના થવી. તેવી રીતે અહીં ગુણસંક્રમ એટલે પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકોનું સંક્રમવું. એટલે પ્રથમ સમયે મિથ્યાત્વ મોહનીયના જેટલા દલિક સંક્રમ્યા, તેના કરતા બીજા સમયે અસંખ્યગુણ દલક સંક્રમે, એના કરતા ત્રીજા સમયે અસંખ્યગુણ દલિક સંક્રમે. આમ પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિક સંક્રમે ત્યાં સુધી ગુણસંક્રમ કહેવાય. ગુણસંક્રમનું સામાન્યલક્ષણ એ છે કે અનધ્યમાન અશુભપ્રકૃતિના દલિકોને નધ્યમાન સ્વજાતીય પ્રવૃતિઓમાં પ્રતસમયે અસંખ્યગુણકારે સંક્રમાવવા. અનધ્યમાન સર્વ પ્રકૃતિઓનો ગુણસંક્રમ અપૂર્વકરણ ગુણસ્થાનકથી થાય છે, જ્યારે અનંતાનુબંધી-નો ગુણસંક્રમ તેની ક્ષપણા માટે ત્રણ કરણ ૪ થી ૭ ગુણસ્થાનકવતી જીવ કરે છે, તેમાંના બીજા અપૂર્વકરણથી થાય છે. તથા મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ગુણસંક્રમ પણ ક્ષયકસમ્યક્ત્વોત્પત્તિ માટેના થતા ત્રણ કરણમાંના બીજા અપૂર્વકરણથી થાય છે.
સામાન્યત: અબધ્યમાન અશુભપ્રકૃતિઓનો બંધાતી સ્વજાતિય પ્રકૃતિઓમાં જ સંક્રમ १. स्थितिबन्धानुसरणं पुनरधःप्रवृत्तकरणप्रथमसमयादारभ्य आगुणसङ्क्रमपूरणचरमसमये प्रवर्तते। .
-લબ્ધિસાર ટીકા.