________________
જ --------- -----મહાવતો - -- ----------- છે. જ્યારે અહીં પાંચમાં મહાવ્રતમાં જે વા મા વા શબ્દ પણ જોડેલો છે. વસ્તુ અલ્પકિંમતની હોય કે વધુ કિંમતની હોય એ કંઈ ભાવ કહેવાય ? ભાવ તો આત્માના અધ્યવસાયરૂપ છે ને ? આ નાની-મોટી કિંમત એ કંઈ અધ્યવસાય થોડો છે ?
ઉત્તર: ભાવ શબ્દના અર્થો ઘણા છે. વસ્તુના પર્યાય પણ ભાવ શબ્દથી ઓળખાય. વસ્તુ મોંઘી હોવી, સસ્તી હોવી... આ બધા એના પર્યાયો છે. જીવોને વસ્તુના આ પર્યાયોને આધારે પણ રાગ-દ્વેષ થતા હોય. ઘણી સારી વસ્તુ પણ જો સસ્તી હોય, તો એમાં તરત રાગ થાય. “આટલી સસ્તી, અને સુંદર !”
એમ શ્રીમંતોને મોંઘી વસ્તુ પર રાગ થાય. વસ્તુ સસ્તી હોય, તો એમને ન ગમે. મોંઘા કપડા, મોંઘા ઘરેણા, મોંઘી ગાડી...
આમ વસ્તુના આ પર્યાયોને આધારે પણ રાગાદિ ઉત્પન્ન થાય એ અનુભવ સિદ્ધ હકીકત છે.
ચાલો, ઘણા બધા પ્રશ્નોના સમાધાન આપી દીધા.
મૂળવાત એટલી જ છે કે સાધુએ ખરી બાધા તો માત્ર ને માત્ર ભાવહિંસા, ભાવજૂઠ, ભાવચોરી, ભાવમૈથુન, ભાવપરિગ્રહની જ કરી છે. માત્ર દ્રવ્યહિંસા, માત્ર દ્રવ્યજૂઠ, માત્ર દ્રવ્યચોરી, માત્ર દ્રવ્યમૈથુન (જો કે એ સંભવિત નથી), માત્ર દ્રવ્યપરિગ્રહની એણે બાધા લીધી જ નથી. એટલે એનું સેવન કરે તો ય એને બાધાનો ભંગ થતો જ નથી. આ વાત એકદમ સ્પષ્ટ કરવી.
ભાવહિંસા એટલે નિષ્ફરપરિણામ, જીવો પ્રત્યે તિરસ્કાર-ધિક્કાર, અમૈત્રીભાવ....! ભાવજૂઠ એટલે છુપાવવાનો ભાવ, કપટનો ભાવ, કોઈને ઠગવાનો ભાવ...! ભાવચોરી એટલે વસ્તુ તફડાવી લેવાનો ભાવ, લૂંટી લેવાનો ભાવ.. ! ભાવ-અબ્રહ્મ એટલે વિકારો, વાસનાઓ, ઉત્તેજનાઓ...! ભાવ-પરિગ્રહ એટલે આસક્તિ, મમત્વભાવ... !. પ્રશ્ન : તો પછી દ્રવ્યહિંસા કરીએ, દ્રવ્યજૂઠ બોલીએ તો વાંધો નહિ ને ?
ઉત્તર : એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો કે મોટાભાગે તો દ્રવ્યહિંસાની સાથે ભાવહિંસા જોડાઈ જ જાય છે.
મોટા ભાગે તો દ્રવ્યજૂઠની સાથે ભાવજૂઠ જોડાઈ જ જાય છે. મોટા ભાગે તો દ્રવ્યચોરીની સાથે ભાવચોરી જોડાઈ જ જાય છે. મોટાભાગે દ્રવ્યપરિગ્રહની સાથે ભાવપરિગ્રહ જોડાઈ જ જાય છે.
એટલે જો ભાવહિંસાનો ત્યાગ કરવો હોય, તો દ્રવ્યહિંસાનો ત્યાગ પણ પ્રાયઃ જરુરી જ છે. માત્ર અપવાદના સ્થાનોમાં જ આવું બને કે દ્રવ્યહિંસાદિ હોવા છતાં ભાવહિંસા જય જય જય જય ના નાના-ઉલ-જલ - - ૨૬૮ ------------------------