________________
--૨૯૯-૯--૯-૯--બ્રો.બ્રિતોનો...ભાવો.... ------------ ન હોય. બરાબર સમજી રાખો કે
જેનામાં ભાવહિંસા નથી. તે દ્રવ્યહિંસા ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવજૂઠ નથી, તે દ્રવ્યજૂઠ ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવચોરી નથી, તે દ્રવ્યચોરી ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવમૈથુન નથી, તે દ્રવ્યમૈથુન ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે. જેનામાં ભાવપરિગ્રહ નથી, તે દ્રવ્યપરિગ્રહ ટાળવાના જ વધુ ને વધુ પ્રયત્નો કરે.
હા ! એ પ્રયત્નો શાસ્ત્રને નજર સામે રાખીને, શાસ્ત્રજ્ઞાન ન હોય તો સદ્ગુરુને નજર સામે રાખીને, ગૌરવ-લાઘવનો વિચાર કરીને જ કરે એ તો નિશ્ચિત વાત છે. એટલે દ્રવ્યહિંસાદિની પ્રતિજ્ઞા ન હોવા છતાં પણ દ્રવ્યહિંસાદિનો ત્યાગ કરવા શક્ય એટલો વધુ પ્રયત્ન કરવાનો જ હોય છેજ, તો જ ભાવ-અહિંસા ટકે.
આ બધી વાતો પહેલા પણ કહી ગયા છીએ, છતાં ફરીથી કહીએ છીએ. કેમ કે પરિણતિની વાતો સાંભળીને જીવો પ્રવૃત્તિમાં શિથિલ બની જાય એવી શક્યતા છે. એ જીવો એમ સમજે કે “પરિણતિને માટે પ્રવૃત્તિ અત્યંત આવશ્યક છે, એની ઉપેક્ષા કરી ન શકાય” એટલે આ બાબતમાં પ્રત્યેક સંયમીએ એકદમ સાવધ બનવું
જેમ પ્રવૃત્તિના અતિરેકમાં પરિણતિની ઉપેક્ષા થાય તો એ પ્રવૃત્તિ ખોટી. એમ પરિણતિના અતિરેકમાં પ્રવૃત્તિની ઉપેક્ષા થાય તો એ પરિણતિ પણ ખોટી.
જેણે મરવું નથી, જીવવું છે... એણે મરવાના કારણો – ઝેર વગેરેનો સજ્જડ ત્યાગ કરવો જ પડે. ઝેર ખાવા છતાં પણ કોઈક જીવી ગયા હોવા છતાં જીવવાની ઈચ્છાવાળો દરેક માણસ ઝેરથી દૂર જ રહે છે.
એમ જેણે પરિણતિઓ ટકાવવી છે, જેણે ભાવહિંસાદિ દોષો સેવવા નથી, એણે એ ભાવહિંસાના કારણોનો – દ્રવ્યહિંસાદિનો સજ્જડ ત્યાગ કરવો જ પડે. દ્રવ્યહિંસા થવા છતાં ભાવહિંસા વિનાના પણ જીવો મળે ખરા, છતાં પ્રત્યેક અહિંસકે – ભાવ-અહિંસાના પુજારીએ દ્રવ્યહિંસાથી દૂર રહેવું યોગ્ય છે.
જે સંયમીઓ આ પ્રવૃત્તિ - પરિણતિના ક્ષેત્રમાં, ક્રિયા-જ્ઞાનના ક્ષેત્રમાં, ઉત્સર્ગઅપવાદના ક્ષેત્રમાં વિવેક ગુમાવે છે. એક બાજુ ઢળી પડે છે તેઓ મોક્ષમાર્ગને ચૂકી જાય છે. આ જ કારણસર અધ્યાત્મસારમાં આ વાત બહુ જ સ્પષ્ટપણે કરવામાં આવી છે કે उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये । ज्ञाने कर्मणि वाऽयं चेन्न तदा ज्ञानगर्भता। ઉત્સર્ગ -અપવાદાદિ જો કોઈપણ પદાર્થમાં એકાન્ત પકડાઈ જાય, તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ ટકતો નથી. - જેની પાસે શાસ્ત્રજ્ઞાન ન હોવાથી આ બધી ઉંડી સમજણ નથી, એમના માટે