________________
------------
જન્મ બૂમો..
વિગો....નો...ભાવો... - - - - - - - - - તે બળજબરી કરે, તો આ ભારોભાર દ્વેષથી થયેલું મૈથુન સેવન છે, એમ કહી શકાય.
એટલે આ રીતે દ્વેષથી પણ મૈથુન-સેવન શક્ય છે.
પ્રશ્ન: જેમ મૃષાવાદ બધા જ દ્રવ્યોમાં દર્શાવ્યો, તેમ પરિગ્રહ પણ બધા જ દ્રવ્યોમાં દર્શાવવો જોઈએ ને? એને બદલે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં જ કેમ પરિગ્રહ દર્શાવ્યો?
ઉત્તર : આમ તો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પણ અચિત્ત દ્રવ્ય છે. છતાં વ્યવહાર એવો છે કે જે સચિત્ત હોય અને પછી અચિત્ત બનેલું હોય, એ વસ્તુ અચિત્તદ્રવ્ય ગણવી. અર્થાત્ રૂપીદ્રવ્યો અચિત્ત ગણાય.
સાર એ કે અહીં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો તરીકે રૂપી દ્રવ્યો જ લેવા, અરૂપી દ્રવ્યો નહિ. આનું કારણ એ કે મમત્વ તો રૂપીદ્રવ્યોમાં જ થાય છે ને ? ધર્માસ્તિકાય વગેરે તો અરૂપી દ્રવ્યો છે, એમાં રાગ થતો નથી, મમત્વ થતું નથી. એટલે આ દ્રવ્યોનો ઉલ્લેખ કરેલો છે.
પ્રશ્ન : આપણને તે તે જીવ પ્રત્યે મમત્વ તો થાય જ છે ને ? “આ મારો દીકરો, આ મારો શિષ્ય...” વગેરે. જીવ તો અરૂપી જ છે. તો અરૂપીમાં પણ મમત્વ શક્ય જ છે, એટલે રૂપી દ્રવ્યોમાં જ મમત્વ થાય એવો નિયમ નથી.
ઉત્તર : અપેક્ષાએ તમારી વાત ખોટી નથી. પણ તે તે જીવ પ્રત્યેનું મમત્વ પણ ખરેખર તો તે તે જીવના શરીર તરફ જ વ્યક્ત થતું હોય છે. ત્યાં અરૂપી આત્મા પર મમત્વ નથી, પણ એ અરૂપી આત્મા સાથે અભેદભાવે જોડાયેલા શરીર ઉપર મમત્વ પ્રગટ થાય છે. એટલે એ દૃષ્ટિથી વિચારીએ તો રૂપી દ્રવ્યમાં મમત્વ હોવાની વાત એકંદરે ઘટી શકે છે.
પ્રશ્ન : ઘણાને ખુલ્લું આકાશ જોઈને એના પર રાગ થતો હોય છે, તો આ પણ અરૂપી આકાશમાં જ મમત્વ થયું ને ?
ઉત્તર : તમે જ કહો કે જે આકાશને રૂપ જ નથી, એ આકાશને કોણ જોઈ શકે ? હવે જો આંખેથી આકાશ દેખાય જ નહિ, તો એને જોઈને એના પર રાગ થવાની વાત પણ કેમ ઘટી શકે ? - આકાશમાં નીલરંગ વગેરેનો ભ્રમ થાય છે, અને એવા નીલા આકાશને જોઈને રાગ થાય છે. આમ આ મમત્વ પણ ખરેખર તો રૂપીદ્રવ્યના ભ્રમને આધારે જ છે.
છતાં આ બધા નિરૂપણો વ્યવહારથી છે, એટલે અરૂપી દ્રવ્યોમાં પણ અમુક અપેક્ષાએ રાગ થતો હોય તો પણ વ્યવહારમાં તો રૂપી દ્રવ્યોનો રાગ જ પ્રસિદ્ધ અને અનુભવસિદ્ધ હોવાથી એ પ્રમાણે નિરૂપણ કરવામાં કોઈ વાંધો નથી.
પ્રશ્ન : દરેક મહાવ્રતોમાં ભાવતઃ શબ્દના અર્થ રૂપે રાગ અને દ્વેષ જ જણાવેલા ૨૯-૯--૦૯--૯-૯-૯-૦૯-૦૯ - - - - ૨૬૭ ૯૯૯ - - - - - - -