________________
૧૫. સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત
સૌ પ્રથમ આપણે આ ચોથા મહાવ્રતનું સૂત્ર જોઈએ.
अहावरे चउत्थे भंते । महव्वए मेहुणाओ वेरमणं । सव्वं भंते । मेहुणं पच्चक्खामि । से दिव्वं वा माणुस्सं वा तिरिक्खजोणियं वा नेव सयं मेहणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा । मेहुणं सेवंतेवि अन्ने न समणुजाणिज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महव्वए उवदिओ मि सव्वाओ मेहुणाओ वेरमणं ।
આનો સામાન્યથી અર્થ જોઈએ. “ચોથા મહાવ્રતમાં મૈથુનથી વિરમણ હોય છે. હે ભગવાન ! હું બધા મૈથુનનું પચ્ચકખાણ કરું છું. તે દેવસંબંધી, મનુષ્યસંબંધી, તિર્યંચસંબંધી છે. હું જાતે મૈથુન સેવીશ નૃહિં, બીજાઓ વડે સેવડાવીશ નહિ, મૈથુન સેવનારાઓને અનુમતિ આપીશ નહિ. આ પ્રતિજ્ઞા યાવસજીવ માટે સ્વીકારું છું. ત્રિવિધ ત્રિવિધે મન-વચન-કાયાથી 'મૈથુનસેવન કરીશ નહિ, કરાવીશ નહિ, કરનારા અને અનુમોદીશ નહિ. હે ભગવન્! ભૂતકાળમાં સેવેલા મૈથુનનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. મૈથુનસેવન કરનારા આત્માને ત્યાગી દઉં છું. હે ભગવાન ! ચોથા મહાવ્રતમાં ઉપસ્થિત થયો છું. એમાં બધા મૈથુનથી વિરમણને સ્વીકારું છું.” હવે આનો વિસ્તારથી અર્થ જોઈએ. આ મહાવ્રત પાંચેય મહાવ્રતોમાં અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ ગણાય છે. એના ઘણા કારણો છે. એમાં મહત્ત્વની બાબત એ છે કે બાકીના ચારેય મહાવ્રતોમાં -~ - ~-~-
જ ૨ ૨ ૧ - ૪ % 96 97 999 999