________________
મહાવ્રતો
અપવાદ છે. પણ એક માત્ર આ મહાવ્રત જ એવું છે કે જેમાં કોઈપણ પ્રકારનો અપવાદ દર્શાવાયો નથી. એમાં અપવાદ ન હોવાનું કારણ એ કે હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ એ બધુ રાગ-દ્વેષ વિના પણ થઈ શકે છે. પણ મૈથુનસેવન રાગદ્વેષ વિના થઈ શકતું જ નથી. ન તું વિળા રોસેર્દિ એ શાસ્ત્ર વચન છે.
“એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે...” એમ કહીને આ મહાવ્રતનો મહિમા ગાથામાં આપ્યો છે. આની રક્ષા માટે નવ-નવ તો વાડ દર્શાવવામાં આવી છે. ઈન્દ્રિયપરાજયશતક જેવા ગ્રન્થો મુખ્યત્વે આ જ મહાવ્રતને દૃઢ રીતે પાળવાનું પ્રોત્સાહન આપતા બનાવાયા છે. આજે પણ વ્યવહારમાં એવું અનુભવાય છે કે ચોથા મહાવ્રતની શુદ્ધિ જેની પાસે હોય તે લોકોમાં વંદનીય, પૂજનીય, પ્રશંસનીય બને છે.
પ્રત્યેક સંયમીએ પ્રાણના ભોગે પણ આ મહાવ્રતનું પાલન કરવાનું છે.
મિથુન એટલે યુગલ = સ્ત્રી, પુરુષ.
એ બેની પરસ્પરની ક્રિયા એને મૈથુન કહેવાય છે.
વૃત્તિકા૨ મહર્ષિએ આ મૈથુનના ત્રણ પ્રકાર દર્શાવીને દરેકના બે-બે પ્રકાર દર્શાવ્યા છે. (૧) દૈવ મૈથુન બે પ્રકારે. રૂપ અને રૂપસહગત.
(૨) મનુષ્ય મૈથુન બે પ્રકારે. રૂપ અને રૂપસહગત.
(૩) તિર્યંચ મૈથુન બે પ્રકારે. રૂપ અને રૂપસહગતું.
પ્રશ્ન : રૂપ એટલે શું ? અને રૂપસહગત એટલે શું ?
ઉત્તર : દેવ-દેવીની, મનુષ્યની કે તિર્યંચની પ્રતિમા સાથે મૈથુન ચેષ્ટાઓ એ રૂપમૈથુન. સાચા-જીવતા દેવદેવી, મનુષ્ય કે તિર્યંચ સાથે મૈથુનચેષ્ટાઓ એ રૂપસહગતમૈથુન.
અથવા તો
શણગાર વિનાના સાદા દેવ-દેવી, મનુષ્યાદિ સાથે મૈથુન એ રૂપમૈથુન. શણગારવાળા દેવ-દેવી, મનુષ્યાદિ સાથે મૈથુન એ રૂપસહગત મૈથુન. આનું ક્રમશઃ વર્ણન આ પ્રમાણે છે.
દેવરૂપમૈથુન :
ઉપાશ્રયાદિમાં દેવીઓના ફોટાઓ હોય કે જાત જાતની દેવીઓની પ્રતિમાઓ હોય, સાધુ એને જોઈને વિકારગ્રસ્ત બને અને કુચેષ્ટાદિ કરે... તો એ દેવરૂપમૈથુન ! શણગારાદિ વિનાની દેવી સાથે મૈથુન સેવે તો પણ દેવરૂપમૈથુન ! દેવરૂપસહગત મૈથુન :
દેવલોકની દેવીને કોઈક સાધુ પર પૂર્વભવના સંબંધ વગેરેને કારણે ૨ાગ જાગે અને
૨૨૨ ***