________________
------------------------ મહાવ્રતો કે----------------------
વૃત્તિકારશ્રીએ ચતુર્ભગી બતાવી છે. એમાં એક ભાંગો આ દર્શાવ્યો છે કે તત્થ अरत्त-दट्ठस्स साहणो कहिंचि अणणण्णवेउण तणाइ गेण्हओ दव्वओ अदिण्णादाणं, જે ભાવમો .
રાગદ્વેષ વિનાનો સાધુ કોઈપણ કારણસર રજા લીધા વિના તણખલાદિ લે તો એને દ્રવ્યથી અદત્તાદાન છે, પણ ભાવથી અદત્તાદાન નથી.
અંતે ઉત્તરાધ્યયનસૂત્રના આ શબ્દો ધ્યાનમાં લેવા. दंतसोहणमितंपि नत्थि किंचि अजाइयं ।
સાધુ પાસે માંગ્યા વિનાનું કંઈ જ ન હોય. દાંત ચોખ્ખા કરવાનું તણખલું પણ સાધુ માંગીને લે.
જે સાધુઓ પોતાના ગીતાર્થ-સંવિગ્ન ગુરુને સંપૂર્ણ પરતત્ર રહે, પ્રત્યેક કામ એને પૂછી પૂછીને જ કરે, ક્યાંય ઘાલમેલ ન કરે તે સાધુ નિરતિચાર આ ત્રીજુ મહાવ્રત પાળનારા બની રહે.
અહીં ત્રીજા મહાવ્રતનું વર્ણન પૂર્ણ થાય છે.
જ જજ જજ ૨ ૨૦ જાજ