________________
નીકનોલ-----------------જલન યુદ્ધની ઘોષણા -------------------
તેઓશ્રી તો આગળ કહે છે કે “વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ સાંભળી આદરી કાંઈ રાચો...” જે વ્યવહાર વચન નિરપેક્ષ છે = રાગદ્વેષનાશનો સાધક નથી, એ મોક્ષ નહિ, પણ સંસારની ભેટ આપે છે.
આ વાત સાંભળીને હે ભવ્યજીવો ! તમે શા માટે આવા વ્યવહારમાં આનંદ માણો છો ? અર્થાત્ એ વ્યવહાર આચરીને ખુશ થવું એ બરાબર નથી.
ફરી એ વાતને યાદ કરી લઈએ કે
“વ્યવહાર = ક્રિયા = પ્રવૃત્તિ તો સાચવવી જ જોઈએ, ભાવ સચવાય કે ન સચવાય એની કોઈ વિશેષ નોંધ ન લેવી” એવા પ્રકારની ભૂમિકા એ ક્રિયાયોગ પ્રધાનતાની ભૂમિકા છે. અને એને આપણે સાચી દીક્ષા નહિ, પણ દીક્ષાની તાલીમ કહીશું. હવે આવી ભૂમિકાવાળા જીવો બહારથી કદાચ સાધુવેષમાં પણ હોય તો પણ એ દીક્ષાની તાલીમમાં જ છે, એમ પરમાર્થથી કહી શકાય.
જયારે “મોક્ષની પ્રાપ્તિ માટે અત્યંત અનિવાર્ય અંગ નિશ્ચય-જ્ઞાન (ભાવ)=પરિણતિ જ છે. ક્રિયા = વ્યવહાર જો એ નિશ્ચયાદિના સાધક હોય તો જ આદરણીય ! જે ક્રિયાદિ નિશ્ચયાદિના સાધક ન બને, એની પ્રાપ્તિથી મારા જીવને કોઈ જ વિશેષ લાભ નથી” આ ભૂમિકા એ જ્ઞાનયોગની ભૂમિકા છે. આ જીવ ભલેને પછી બહારથી શ્રાવકવેષમાં હોય, તો પણ એ સાચા અર્થમાં જ્ઞાનયોગની ભૂમિકાને સ્પર્શી ગયેલો ગણાય. - ઓમ, - પ્રવ્રયા એ જ્ઞાનયોગની પ્રતિપત્તિ રૂપ છે, એ શાસ્ત્રવચનનો અંશતઃ અર્થ આપણે જોઈ ગયા.
' હવે આ હકીકત છે, માટે જ ક્રિયાયોગાત્મક તાલીમકાળ અને જ્ઞાનયોગાત્મક યુદ્ધકાળ = પ્રવ્રયાકાળ એ બેમાં ખાસ્સે અંતર સમજી શકાય છે.
અને જુઓ,
આખું પ્રતિક્રમણ ઊભા – ઊભા, સત્તર સંડાસા પૂર્વક, મુદ્રાઓ સાચવવા પૂર્વક આદરવું જેટલું સહેલું છે, એ જ આખું પ્રતિક્રમણ મનને બીજે ક્યાંય જવા દીધા વિના સતત એના સૂત્રાર્થોમાં જોડી રાખીને આદરવું એટલું જ અઘરું છે. - શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેની ૧૪ કે ૨૫ પ્રકારની જ ઉપધિ રાખવી, બીજું કશું વધારે ન રાખવું એ જેટલું સહેલું છે, એ ઉપધિમાં થી એકેય વસ્તુ ઉપર કે એ ઉપધિ સિવાય પણ જગતમાં દેખાતી વસ્તુઓ ઉપર લેશ પણ રાગભાવ ઉભો ન થવા દેવો એ એટલું જ કપરું છે.