________________
* મહાવ્રતો
જ્યાં બાહ્ય વ્યવહાર જ અંતિમ લક્ષ્ય લાગે,
ત્યાં સાચી પ્રવ્રજ્યા નથી. હા ! એ પ્રવ્રજ્યાની તાલીમ ચોક્કસ કહેવાય.
પણ
જ્યાં આંતરિક વિચારો સર્વસ્વ લાગે,
જ્યાં આંતરિક જ્ઞાન = ભાવ જ સદ્ધર્મ લાગે,
જ્યાં આંતરિક નિશ્ચય જ અંતિમ લક્ષ્ય લાગે,
તથા શુભવિચારોને જે લાવી આપે એ જ આચાર શુભ લાગે,
શુભ ભાવોને જે લાવી આપે એ જ ક્રિયા શુભ લાગે,
શુભ નિશ્ચયને જે લાવી આપે એ જ વ્યવહાર શુભ લાગે, ત્યાં સાચી પ્રવ્રજ્યા છે.
એ જ જ્ઞાનયોગનો સ્વીકાર છે.
જ્ઞાનયોગમાં બાહ્ય આચાર નથી હોતો, કે એની ઉપેક્ષા હોય છે, એવી ભ્રમણામાં ન પડવું. જ્ઞાનયોગમાં એટલી વાત સ્પષ્ટ હોય છે કે “શુભ પરિણતિને સાધી આપે એવો જ બાહ્ય આચાર અપનાવવો. જે બાહ્યાચાર શુભ પરિણતિને બદલે અશુભપરિણિતને ઉત્પન્ન કરી દે, તે બાહ્ય આચાર પણ ત્યાજ્ય બની જાય” દા.ત., એકાસણા કરતા આયંબિલનો આચાર વધુ મહાન છે. છતાં જો આર્યબિલની ગરમાગરમ રસોઈ અને અનેકવિધ આઈટમો પુષ્કળ રાગને જન્માવનારી કોઈકને બનતી હોય, અને એની સામે એકાસણાની રોજીંદી ઠંડી-સાદી રસોઈ જો એને અનાસક્તિપ્રેરક બનતી હોય તો જો એ મહાત્મા જ્ઞાનયોગી હોય તો, આંબિલ ત્યાગીને પણ એકાસણું કરે. અથવા આંબિલમાં પણ પરિમિત દ્રવ્યો, ઠંડા દ્રવ્યો વાપરીને પરિણતિને સાચવે. પણ જો એ ક્રિયાયોગી હોય તો આ સૂક્ષ્મગણિતની અણસમજના કારણે આંબિલને આચરે અને એમાં સંતોષ HIA.......
આનંદઘનજી કહે છે કે “વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર
સાચો.’
વચન એટલે જિનાજ્ઞા ! જિનાજ્ઞા એક જ છે. નન્હેં નહ રાવોસા તદું વિલિનંતિ, તહ તહ પાિવ્યું। મા આળા નિધિવાળા રાગદ્વેષ જેમ જેમ જલ્દી ખતમ થાય, તેમ તેમ પ્રવર્તવું. અર્થાત્ રાગદ્વેષનો નાશ કરવો એ જ એક માત્ર જિનાજ્ઞા છે.
હવે જે બાહ્ય આચારો આ જિનાજ્ઞાના સાધક ન બને, તે બાહ્ય આચાર ગમે એટલા સારા દેખાય તો પણ એ જૂઠા છે. જે બાહ્ય આચારો આ જિનાજ્ઞાના સાધક બનેં તે બાહ્ય આચાર જ સાચા છે.
૧૨