________________
- ૯ - - - - - - - - મહાવતો - & ૦૯ - - - - - -
નિર્દોષ ગોચરી લાવવી, એ પણ સંયોજનાદિ વિના વાપરવી... આ જેટલું સહેલું છે... એવી રીતે ગોચરી વાપરતી વખતે પણ લેશ પણ રાગ ન થવો, એ રીતે ગોચરી વાપરવામાં મુશ્કેલી પડવા છતાં લેશ પણ અરુચિ ન થવી... એ એટલું જ અઘરું છે.
બીજાના સારા કાર્યોની મુખ દ્વારા ખૂબ ખૂબ પ્રશંસા કરવી, મધુરતમ શબ્દો બોલવા એ જેટલું સહેલું છે... કદી કોઈના પણ વિકાસને જોઈને અંતરમાં માત્ર ને માત્ર આનંદ જ થવો, ઈર્ષ્યા ન જ થવી, નાનામાં નાની પણ ઈર્ષ્યા ન જ થવી... એ એટલુંજ અઘરું છે. - સ્ત્રી સાથે વાતો નહિ, સ્ત્રી સામે જોવાનું નહિ... આ નવવાડોનું પાલન જેટલું સહેલું છે, ... શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્શ અનુભવવા મળે તો ય તદ્દન અલિપ્તતા! બીલકુલ રાગદ્વેષનો પરિણામ નહિ... એ એટલું જ કપરું છે.
ક્યારેક મધરાતે ઉઠી, પરમશાંતિના કાળમાં આંખો મીંચીને આત્મનિરીક્ષણ કરીએ કે “દિવસ દરમ્યાન અઢળક ક્રિયાઓ હું કરું છું, પણ દરેકે દરેક ક્રિયાઓમાં મારે જે ભાવ રાખવાનો છે, એ મેં રાખ્યો છે ? ભાવને હું સંપૂર્ણ જાળવી શક્યો છું? હજારો ક્રિયાઓમાં જરૂરી લાખો શુભ ભાવોને મેં બરાબર સાચવ્યા છે ?...”
જો વિવેક દ્રષ્ટિ હશે, કઈ ક્રિયાઓમાં કેટલા અને કેવા ભાવ હોવા જોઈએ એનો સ્પષ્ટ ખ્યાલ હશે તો આ આત્મનિરીક્ષણ અંદરની આંખો ઉઘાડી દેશે, મનમાં લાગશે કે “અરેરે ! હું તો સાધનને જ સાધ્ય માની બેઠો. સાધનોમાંથી સાધ્યને ઉભું કરવાની સાધના તો મેં કરી જ નથી. રસોઈની બધી સામગ્રી ભેગી કર્યા પછી જે રસોઈ જ ના બનાવે અને માત્ર સામગ્રી જોઈ જોઈ હરખે , એ ભૂખ્યો જ રહેવાનો. કરોડો રૂપિયા ભેગા કરીને એને તિજોરીમાં કેદ પૂરી દઈ એનો કોઈ ઉપયોગ ન કરનારો, માત્ર તિજોરી જોઈ હરખનારો તો લોકમાં મુરખ ગણાવાનો. હજારો રૂપિયાના જોરદાર પુસ્તકો ખરીદી લાવીને પણ એને જોઈ જોઈ સંતોષ પામનારો ને એક પણ પાનું નહિ વાંચનારો વિદ્યાર્થી C.A. ની પરીક્ષામાં પાસ થઈ રહ્યો... એમ હું ય શરીરની ક્રિયાઓથી ખુશ થઈ બેઠો, સઘળી બાહ્ય ક્રિયાઓની મનોહરતામાં જ ચારિત્રની પૂર્ણાહુતિ માની બેઠો, પણ ભાવનો = પરિણતિનો તો મેં વિચાર જ ન કર્યો ”
બસ, પળેપળની ક્રિયાઓ સાચવવી ઘણી ઘણી સહેલી છે. પણ પળેપળ શુભભાવોને સાચવવા ઘણા ઘણા અઘરા છે. માટે જ પ્રવ્રજ્યા એ છે એક મહાન યુદ્ધ ! ભીષણ યુદ્ધ ! માટે જ કરેમિ ભંતે સૂત્ર એ છે એક મહાયુદ્ધની ઘોષણા ! “