SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ ઉત્તર તેમાં પણ કંઈક અંશે સાધ્યના અનુગમવડે દૃાષ્ટાંતિક અર્થના સ્વીકારની ખાત્રીના ફળથી ઉદાહરણ છે. અહીં પણ તે છે જ એમ કહીને જ તે ઉદાહરણ કેમ નહિ ? સાધ્યનું અનુગમ વિગેરે લક્ષણ પણ સામાન્ય વિશેષ ઉભય રૂપ અનંતધર્મવાળી વસ્તુમાં છતાં કંઈક ભેદવાળાનેજ યોજી શકાય. બીજાને નહિ. એકાંત ભેદ જે અભેદનો તેમાં અભાવ છે. જેમકે સર્વથા પ્રતિજ્ઞા, દૃષ્ટાંત અર્થના ભેદવાળા વાદીને અનુગમથી નિશ્ચયે ઘટાડેલ કૃતકપણાથી અત્યંતપણાના પ્રતિબંધનું દર્શન તે ચાલતી બાબતમાં અનુપયોગી છે. (કારણ કે) ભિન્ન વસ્તુનો ધર્મ હોવાથી અને સામાન્યમાં પરિકલ્પિતપણાંનું અસત્ત્વપણું હોવાથી આ પણ તેના બળ વડે સાધ્ય અર્થ પ્રતિબંધની કલ્પના છતાં અતિ પ્રસંગનો દોષ આવે. અહીં બહુ કહેવાનું છે. તે ગ્રંથ વિસ્તાર ભયથી નથી કહેતા. આ પ્રમાણે એકાંત અભેદવાદીને પણ તેનો અભાવ જાણવો, પણ અનેકાંતવાદી વસ્તુને અનંત ધર્મવાળી માનતાં તેના તેના ધર્મના સામર્થ્યપણાથી તે તે વસ્તુઓના પ્રતિબંધના બળ વડેજ તે તે વસ્તુઓનો ગમક (મેળ વનાર) થાય છે. બીજી રીતે તેનો તેમાં તે સંબંધી સ્વીકારનો અભાવ છે. આટલું જ બસ છે. હવે ચાલુ વિષય કહેવામાં આવે છે. વિધિ વડે ચરિત અને કલ્પિત એમ બે પ્રકારનાં ઉદાહરણ કહ્યાં. હવે દરેકના ચાર પ્રકાર કહે છે. ૧. ઉદાહરણ ર તેનો દેશ. ૩ તેનો દોષ ૪. ઉપન્યાસ. તેમાં ઉદાહરણનો શબ્દાર્થ કહ્યો જ છે. તેના દેશ, દોષ તથા ઉપન્યાસને કહીએ છીએ. ભાગ એટલે દેશ, દોષ એટલે ભૂલ અને ઉપન્યાસ તે વસ્તુ આશ્રયીને લક્ષણવાળો આગળ કહેવાશે. હવે ઉદાહરણ કહે છે ॥ ૫૩૫ (१) चउहा खलु आहरणं होड़ अवाओ उवाय ठेवणाय । तहय पडुप्पन्नविणासमेव पढमं चउविगप्पं ॥ ५४ ॥ ટીકાનો અર્થ- (૧)ઉદાહરણ ચાર પ્રકારે છે અથવા વિચાર કરતાં ઉદાહરણના ૪ ભેદ છે. જેમકે ૧. અપાય, ર. ઉપાય, ૩. સ્થાપના અને ૪. પ્રત્યુપન્ન વિનાશજ. એનું વિસ્તારથી વર્ણન નિર્યુક્તિકાર કહેશેજ. પહેલા અપાયનું ઉદાહરણ ચાર વિકલ્પવાળું છે તે અપાય ચાર પ્રકારનો નીચે પ્રમાણે છે. ૧. દ્રવ્ય અપાય ૨. ક્ષેત્ર અપાય ૩. કાળ અપાય ૪. ભાવ અપાય તેમાં દ્રવ્યનો અપાય તે દ્રવ્યાપાય છે. અપાય એટલે અનિષ્ટની પ્રાપ્તિ (નુકશાન) અથવા દ્રવ્યજ અપાય અર્થાત્ દ્રવ્ય પોતે નુકસાનનો હેતુ થાય છે તે. એ પ્રમાણે ક્ષેત્રમાં અથવા ક્ષેત્રથી પીડા થાય તે ક્ષેત્રઅપાય. એ પ્રમાણે બીજામાં જાણી લેવું. દ્રવ્યાપાયની વાત કહે છે ૫ ૫૪ ૫ व्यावाए दोनि उ वाणिअगा भायरो धण निमित्तं वहपरिणएक्कमेक्कं दहंमिं मच्छेण निव्वेओ ।। ५५ ॥ દ્રવ્યઅપાયના બે દૃષ્ટાંત કહે છે 'તુ' શબ્દથી બીજા પણ જાણવા. જેમકે બે ભાઈઓ ધન માટે એક બીજાને મારવા તૈયાર થયા. તે કુંડમાંના મત્સ્ય વડે વૈરાગ્ય પામ્યા. ગાથાનો અર્થ સમાપ્ત. એનો ભાવાર્થ આ કથાથી જાણવો. તે કહે છે—કોઈ એક સન્નિવેશમાં બે ભાઈઓ મહા દરિદ્રી હતા તેઓએ સોરઠ દેશમાં જઈ એક હજાર રૂપીઆ પેદા કરી વાંસળીમાં ભર્યા અને તે લઈને બન્ને જણ પોતાને ગામ આવ્યા. રસ્તામાં બન્ને જણ વારા ફરતી તે વાંસળીને ઊંચકે છે. એક વખત જ્યારે એકના હાથમાં વાંસળીહતી ત્યારે બીજો ચિંતન કરે છે 'કે આને મારૂં તો રૂપીઆ મારા થઈ જાય ! બીજાએ પણ તેજ વિચાર કર્યો. ત્યાર પછી બન્નેના એવા વિચાર ચાલતા હતા તેવામાં તેઓ ગામની સમીપે આવ્યા. નદીના તટમાં મોટા ભાઈની વાંસળી ઉપાડવાની વારી આવી. તે કહેવા લાગ્યો. 'ધિક્કાર હો મને કે મેં મારા ભાઈનો વિનાશ ચિંતવ્યો.' એમ કહી પોક મૂકીને રડવા ૧. ઉદાહરણ તે ચાર પ્રકારે. (૧) અપાય– હેયધર્મનું શાયક દૃષ્ટાંત્ત (૨) ઉપાય – ઉપાદેય વસ્તુનું ઉપાય બતાવનાર દૃષ્ટાન્ત (૩) સ્થાપનાકર્મ– અભિષ્ટની સ્થાપના માટે પ્રયુકત દૃષ્ટાન્ત (૪) પ્રત્યપત્નવિનાશ– ઉત્પન્ન થયેલા દુષણ ને માટે લીધેલ –દીધેલ તે દૃષ્ટાન્ત. ૪૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy