SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ श्री. दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ લાગ્યો. બીજાએ પૂછ્યું, કેમ રડે છે ? તેણે ખરું કહ્યું, તે બોલ્યો, 'મને પણ એવો જ વિચાર થયો હતો. મને પણ ધિક્કાર છે' એમ કહી બન્ને જણે તે વાંસળી કુંડમાં ફેંકી દીધી અને તેઓ ઘેર આવ્યા. માછલું તે વાંસળી ગળી ગયું, માછી મારે તે માછલાને જાલમાં પકડ્યું અને માછીમાર તેને મહોલ્લામાં વેચવા લઈ ગયો. આ બે ભાઈઓની માએ માછલું લાવવાને દાસી (બહેન)ને મહોલ્લામાં મોકલી કે જેથી ભાઈને ભોજન અપાય. દાસીના હાથમાં તેજ માછલું આવ્યું. માછલાંને ચીરતાં અંદરથી તેણે વાંસળી જોઈ. તેણે વિચાર્યું. 'આ મારી થાઓ.' એમ વિચારી તે તેણે ખોળામાં છુપાવવાનું કર્યું. બુઢી ડોસીએ તે જોઈને કહ્યું, ખોળામાં તે શું છુપાવ્યું ?પણદાસી લોભણી બની કંઈ બોલી નહિ પછી બન્ને જણ લડ્યાં દાસીએ મર્મ પ્રદેશમાં છરી મારી તેથી મેં મરી ગઈ. બે ભાઈઓએ આ વાત જાણીને તથા માને મરેલી જોઈને વિચાર્યું કેદ્રવ્ય દુઃખદાયી છે. તેથી તે બન્નેને વૈરાગ્ય થવાથી તે બાઈને કોઈની સાથે પરણાવીને બન્નેએ દીક્ષા લીધી. (અહીં દાસી અને ભગિની એકજ અર્થમાં વપરાયેલ છે.) લૌકિકમાં પણ કહેવાય છે કે अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिग् द्रव्यंदुःखवर्धनम् ॥ १ ॥ अपायबहुलं पापं, ये परित्यज्य संश्रिताः तपोवनं महासत्त्वास्ते धन्यास्ते तपस्विनः ॥२॥ ધન પ્રાપ્તિમાં દુઃખત્યાર પછી તેના રક્ષણમાં દુઃખ અને તે ખરચવામાં પણ દુઃખ થાય છે માટે દુઃખને વધારનારૂં દ્રવ્ય તેને ધિક્કાર હો. વળી બહુ દુઃખવાળું પાપ રૂપ જે ધન તેને ત્યજીને જેઓએ તપોવનનો આશ્રય લીધેલ છે તે મહાસત્વવાળા તપસ્વીઓ ને ધન્યવાદ છે વિગેરે. આટલું ચાલતી વાતમાં ઉપયોગી છે. હવે ક્ષેત્ર : અપાય કહે છે . પપ . खेत्तंमि अवक्कमणं, दसारवग्गस्स होइ अवरेणं । दोवायणो अ काले, भावे मंडुक्किआखवओ ॥५६॥ ક્ષેત્ર દ્વારનો વિચાર તે ક્ષેત્રથી અપાય અથવા ક્ષેત્રજ પોતે તેનું કારણ થાય. તેનું ઉદાહરણ અપક્રમણ (બીજે સ્થળે જવું), દશા વર્ગ એટલે દશ દશારણ વિગેરે અક્ષરાર્થ છે. તેનો ભાવાર્થ કથાથી જાણવો. તે કહીશું. તથા વૈપાયન ઋષિનો અધિકાર કાળને આશ્રયીને અહીં કાળથી અપાય તે કાળ અપાય છે. અથવા કાળજ તેનું કારણ થાય છે. ભાવાર્થ કથાથી જાણવો. તે કહીશું. તથા ભાવથી દેડકું મારનાર સાધુ એ ભાવ અપાય છે. તે ભાવથી અથવા ભાવ તેનું કારણ થાય. તેનો પણ અધિકાર કથાથી જાણવો તે કહીશું. ક્ષેત્ર અપાયનું ઉદાહરણ. દશ દશારણ હરિવંશના રાજા જેમની મોટી કથા હરિવંશમાં છે તેમાંનું ઉપયોગીજ કહીએ છીએ. કંસને માર્યા પછી તેના સસરા જરાસંઘે તેનું વેર લેવા તૈયારી કરવાથી મથુરામાંથી દશ ભાઈ નાસીને દ્વારકા ગયા. ચાલ યોજના નિર્યુકિતકાર પોતે કહે છે શા માટે અકાંડ પ્રયાસ આ વખતે કરીએ? એટલે (મથુરા દુઃખનું કારણ) તે સ્થલ મૂકી દીધું કાળ અપાયનું ઉદાહરણ. જ્યારે કૃષ્ણ નેમિનાથને પૂછ્યું ત્યારે નેમિનાથજીએ કહ્યું કે બાર વરસે દ્વૈપાયનથી દ્વારકાનગરી નાશ પામશે તે વખતે ઉદ્યોત્તતરા નામની નગરીમાં દ્વીપાયન ઋષિએ લોક પરંપરાથી આ વાત સાંભળી પોતાનાથી, એ નગરીનો નાશ ન થાય એ માટે બાર વરસ સુધી બીજે જવું સારૂં. આમ વિચારી ઉત્તરનાદેશમાં ગયો. ભૂલથી કાળની ખબર ન પડતાં બારમેં વરસે પાછો આવ્યો શાંબ અને પ્રદ્યુમ્ન તે ને જોઈ તેને ખુબ માર્યો. ઘણો માર ' લાગવાથી તે નિયાણું કરી દેવતા થયો. અને તેણે દ્વારકા બાળી મૂકી. આ કાળ અપાય છે. કારણ કે જિનેશ્વરે ૪૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy