________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ લૌકિક ધર્મથી જુદો પાડવા અહિંસાદિ લક્ષણ બતાવવું તે ઠીક છે. વાદીની શંકા-અહિંસા, સંયમ, તપરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે એવું વચન તે આણાસિદ્ધ છે કે યુકિત સિદ્ધ પણ છે? નિયુકિતકાર ઉત્તર આપે છે. તે ૪૮ /
जिणवयणं सिद्धं चेव भण्णए कत्थई उदाहरणं । आसज्ज उ सोयारं हेऊऽवि कहिंचि भण्णेज्जा ॥ ४९ ॥
પૂર્વે કહેલા સ્વરૂપવાળા જિન તેમનું વચન આજ્ઞા વડે સિદ્ધ–સાચેજ છે તે પ્રખ્યાત છે. તે વિચાર્યા વિનાજ સિદ્ધ–વિશ્વાસપાત્ર છે કારણ કે રાગદ્વેષથી રહિત તે જિન છે અને રાગી વિગેરેનું વચન સત્ય હોવાનો અસંભવ છે. કહ્યું છે કે- '
रागाद्वा देषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ॥१॥
રાગ દ્વેષ અને મોહથી જે વાકય બોલાય તે જૂઠું જેને આ દોષ નથી તેને જૂઠનું કારણ શું છે? વિગેરે છે તો પણ તેવા સાંભળનારાઓની અપેક્ષાથી કયાંક ઉદાહરણ કહીએ છીએ. તથા સાંભળનારને આશ્રયી ક્યાંક હેતુ પણ કહીએ છીએ, પણ નિયોગથી નહિ 'તુ શબ્દ સાંભળનારનું વિશેષપણું બતાવે છે કે સાંભળનાર કેવો છે ? તિક્ષ્ણ બુદ્ધિવાળો કે મધ્યમ બુદ્ધિવાળો? અલ્પ બુદ્ધિવાળા માટે નહિ કારણકે બુદ્ધિમાન હેતુ માત્રના ઉપન્યાસ વડેજ ઘણા ઘણા અર્થને માટે ગમન કરી શકે છે. મધ્યમ બુદ્ધિવાળો તેના વડેજ બોધ પામે છે પણ બીજો નહિ, તેમાં સાધ્ય, સાધના, અન્વય, વ્યતિરેક બતાવવું તે ઉદાહરણ કહેવાય. તે દ્રષ્ટાંત જાણવો. સાધ્ય ધર્મ તે અન્વય, વ્યતિરેક લક્ષણ, હેતુ. અહીં હેતુને ઉલ્લંધીને પ્રથમ ઉદાહરણ કહેવું તે ન્યાયને અનુસરી તેના બલવડેજ હેતુનો સાધ્ય અર્થ અને તેનું સાધકપણે તેનો સ્વીકાર થાય છે. કોઈ જગ્યાએ હેતુ કહ્યા વિના પણ દૃષ્ટાંત કહેવાય. અથવા ન્યાય બતાવવા માટે પણ કહેવાય. જેમ ગતિ પરિણામને પરિણમેલા જીવ પુદ્ગલોને ગતિના આધાર રૂપ ધર્માસ્તિકાય છે. જેમ ચક્ષુવાળા જ્ઞાનને દીવાની માફક (એટલે આંખો હોય અને જ્ઞાન હોય તોજ દીવો કામ લાગે) કહ્યું છે કે =
जीवानां पुद्गलानां च, गत्युपष्टम्भकारणम् । धर्मास्तिकायो ज्ञानस्य, दीपश्चक्षुष्मतो यथा ॥
જેમ જ્ઞાન અને આંખોવાળાને દીવો સહાયક છે તેમ જીવ અને પુદ્ગલોની ગતિના ઉદગમનનું કારણ ધર્માસ્તિકાય છે તે જીવ વિગેરેને સહાય કરે છે. કોઈ વાર હેતુ એકલાજ કહેવાય છે. દૃષ્ટાંત નથી કહેતા. જેમકે આ મારો ઘોડો છે કારણ કે તેને લાખું વિગેરે પ્રસિદ્ધ ચિન્હ છે. બીજામાં બીજી રીતે દેખાતું નથી તેથી આ મારોજ છે ૪૯ છે
कत्थइ पंचावयवं दसहा वा सब्बहा न पडिसिद्धं । न य पुण्ण सब्द भण्णइ हंदी सविआरमक्खायं ५०
અર્થ- કોઈ સ્થળે સાંભળનારની અપેક્ષાએ પાંચે અવયવ કહેવાય છે તો કોઈ સ્થળે દશ અવયવ, બધી રીતે ગુરુ અને સાંભળનારની અપેક્ષાએ છે, પણ પ્રતિષિદ્ધ ઉદારહરણ વિગેરે નથી એટલું વાકય શેષ છે. જોકે નિષેધ નથી તો પણ અવિશેષ વડે જ છે. પણ સરલ ઉદાહરણ વિગેરે કહેતા નથી. શા માટે ? તે કહે છે. અહીં તે પાસે બતાવવા માટે શું પાસે બતાવે છે? જેના વડે અહીં અથવા બીજો જુદા શાસ્ત્રોમાં પ્રતિપક્ષ થાય. અહીં કહેલું તે અનુક્રમે ઉદાહરણ વિગેરેથી કહેલું છે એમ જાણીએ છીએ. પાંચ અવયવ તે આ છે – (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) ઉદાહરણ, (૪) ઉપનય અને (૫) નિગમન, ન્યાય દર્શન ૧-૧-૩૨ સૂત્ર પ્રમાણે છે. (૧) દશ પ્રતિજ્ઞા -વિભકિત વિગેરે આગળ કહેશે. એમના પ્રયોગ નું લંબાણ ન કરવા ખાતર અહીં ન કહેતાં જરૂર પડશે ત્યાં કહીશું. હવે જિન વચન સિદ્ધ છે અને કોઈ સ્થળે ઉદાહરણ કહે છે વિગેરે તેમાં ઉદાહરણ અને
'નિયતિ ની ગાથા ૧૩૭ માં ૧૦નામ જોવા..