SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ पराङ्मुखानि, सङ्कल्पकल्पनविकल्पविकारदोषैः । योगैः सदा त्रिभिरहो निभृतान्तरात्मा, ध्यानोत्तमं प्रवरशुक्लमिदं वदन्ति ॥ ४ ॥ आते तिर्यगितिस्तथा गतिरधो ध्याने तु रौद्रे सदा, धर्मे देवगतिः शुभं बत फलं शुक्ले तु जन्म क्षयः । तस्माद् व्याधिरुगन्तके हितकरे संसारनिर्वाहके, ध्याने शुक्लवरे रजः प्रमथने कुर्यात् प्रयत्नं बुधः ॥ રાજ્ય, ઉપભોગ, શયન, આસન, વાહન, સ્ત્રી, સુગંધી માળા, મણિ, રત્ન, દાગીના તેમાં મોહના ઉદયથી ઇચ્છા-અભિલાષા થાય છે તેને વિદ્વાનો આર્તધ્યાન કહે છે (અનુકૂળનો રાગ અને પ્રતિકૂળનો ખેદ તે આર્ત્તધ્યાન છે).. તથા બીજાના અંગો પાંગનું છેદન કરવું બાળવું, ભાંગવું, મારવા વડે બાંધવું, પ્રહાર દમન તથા વિનિકૃતન ક્રૂરતાથી કરી જે ખુશ થાય છે અને દયા લાવતો નથી અને પારકાને દુઃખ આપવા સંબંધી ધ્યાન કરે છે તે રૌદ્રધ્યાન જાણવું આવુ જ્ઞાની કહે છે. ૩ સૂત્ર અર્થ સાધવાને તથા મહાવ્રત ધારણ કરવામાં અને બંધનોનો છુટકારો કરવાના હેતુ રૂપ જે વિચારો—ચિંતા થાય તે, તથા પાંચે ઇંદ્રિઓને જીતવી, સર્વ જીવોમાં દયા રાખવી તેને પંડિતો ધર્મધ્યાન કહે છે. તથા ઇંદ્રિઓ મોહક વિષયોમાં પણ પરાંમુખ રહે અને સંકલ્પ કલ્પના, વિકલ્પ, વિકાર દોષો તથા તેના વ્યાપારથી રહિત જેનો આત્મા શાંત છે તેને પંડિતો ઉત્તમ-શ્રેષ્ઠ એવું શુક્લ ધ્યાન કહે છે આ ચારેનું ફળ કહે છે. (૧) આર્ત્તધ્યાનથી તિર્યંચગતિ થાય (૨) રૌદ્ર ધ્યાનથી નરક પ્રાપ્તિ (૩) ધર્મ ધ્યાનથી દેવ ગતિ અને શુભ ફળ છે, (૪) પણ શુક્લ ધ્યાનથી તો જન્મનો ક્ષય અર્થાત્ મોક્ષમળે છે, તેથી વ્યાધિ રોગનો નાશ કરનાર હિતકારી. સંસારનો છેદ કરનાર અને કર્મ રજને દૂર કરનાર એવા શુક્લ ધ્યાનમાં પંડિત પુરુષો પ્રયત્ન કરે છે. ધ્યાનશતકથી આનો વિશેષ અધિકાર જાણી લેવો. કાઉસગ્ગ દ્રવ્યથી ને ભાવથી એમ બે પ્રકારે છે. દ્રવ્યથી ચાર પ્રકારે છે (૧) ગણ (૨) શરીર (૩) ઉપધિ અને (૪) આહારથી, અને ભાવથી ક્રોધાદિ વિગેરેનો ત્યાગ છે. કહ્યું છે કે = दब्वे भावे अ तहा दुहा विसग्गो चउव्विहो दव्वे । गणदेहोवहिभत्ते भावे कोहादिचाओ ति ॥ १ ॥ काले गणदेहाणं अतिरित्ता सुद्धभत्तपाणाणं । कोहाड़याण सययं कायव्वो होइ चाओ ति ॥ २ ॥ દ્રવ્યભાવ તે દ્રવ્યથી ચાર પ્રકારે અને ભાવથી ક્રોધાદિનો ત્યાગ કરે વિગેરે. તે ઉપર કહ્યા પ્રમાણે છે. કાળમાં, ગણ અને દેહનું અતિરિક્ત, અશુદ્ધ ભક્તપાન વિગેરેનો ત્યાગ કરવો જો સ્વશિષ્ય ગચ્છ સંભાળનારા હોય ત્યારે ગુરુ તેને જવાબદારી સોંપી પોતે અનશન કરે. ભાવથી ક્રોધાદિકનો ત્યાગ કરવો આ પ્રાયશ્ચિત્તથી માંડી કાઉસગ્ગ સુધી જે અત્યંતર તપ છે તે લૌકિક મતવાળા જાણતા નથી અને જાણવાવાળા પણ મોક્ષને વાસ્તે યથા યોગ્ય તે આદરતા નથી, આથી જૈન મતવાળા તેને અત્યંતર તપ કહે છે. બાકીના અર્થ પ્રકટ હોવાથી સૂત્ર પદને સ્પર્શી તે નિરૂક્તિકારે નથી કહ્યો; પણ બુદ્ધિમાને તે પોતાની મેળે વિચારી લેવો. વાદીની શંકા—ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. તેમાં ધર્મ ગ્રહણમાં અહિંસા સંયમ લેવાં તે અયુક્ત છે. કારણ કે અહિંસા વિગેરે ધર્મમાંએ સંપૂર્ણ રીતે રહેલ છે. આચાર્યનું સમાધાન એમ નહીં અહિંસા તે ધર્મનું કારણપણું, અને ધર્મ તે કાર્ય પણું હોવાથી તે કાર્ય કારણમાં કંઈક ભેદ છે. અને કંઈક ભેદ તે આ છે. તેનો દ્રવ્ય પર્યાય તે ઉભય રૂપ હોવાથી બતાવ્યો છે. કહ્યું છે કે = णत्थि पुंढवीविसिट्टी घडोत्ति जं तेण जुज्जइ अणण्णो । जं पुण घडुत्ति पुव्वं नासी पुढवीइ तो अन्नो || પૃથ્વીથી જુદો ઘડો નથી તેથી તે એક બીજાથી જુદા નથી પણ માટીનો બનેલો ઘડો તે પહેલાં માટી અને પછી ઘડો તેથી ઘડો માટીથી જુદો પણ કંઈક અંશે કહેવાય તેથી અહિંસા વિગેરે જુદા પણ બતાવ્યાં. વળી ગમ્યાદિ ધર્મ જે પૂર્વે અનેક પ્રકારે બતાવ્યો તેનાથી આ અહિંસા ધર્મ જુદો છે તે લોકોત્તરપણું બતાવવા માટે ૪૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy