________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १. ૬. દેશ-કાળના અવસરને જોવા.
૭. બધા કાર્યમાં ગુરુને અનુકૂળ પ્રમાણે વર્તવું. અથવા બાવન પ્રકારનો પણ ઉપચાર વિનય છે. તેના પ્રકાર નીચે પ્રમાણે.
બાવન પ્રકારનો વિનય :- ૧. તીર્થકર ૨. સિદ્ધ ૩. નાગેન્દ્રાદિકુલ ૪. કોટી વગેરે ગણ ૫. સંઘ . અસ્તિત્વવાદરૂપ ક્રિયા ૭. સાધુ શ્રાવક રૂપ ધર્મ. ૮. મતિ વગેરે જ્ઞાન. જ્ઞાની ૧૦. આચાર્ય. ૧૧. સિદાતાને સ્થિર કરનાર સ્થવિર (૧૨) ૩ ઉપાધ્યાય, (૧૩) ગણિ આ તેરના અનાશાતના, ભકિત બહુમાન અને સદ્દભૂત ગુણવર્ણન (આથી એ સિદ્ધથાય કે જેનામાં જે ગુણ ન હોય અને એનામાં એ ગુણની પ્રશંસા કરીએ તે વિનય ન કહેવાય) આ ચાર પ્રકારે વિનય કરવાથી બાવન ભેદથી આ ઉપચાર વિનય સમાસથી કહ્યો. તેમાં સ્થાન એટલે ભણનારે આચાર્ય પાસે ઘણે દૂર કે ઘણું પાસે ન બેસવું, તથા તેમને અનુકૂળ રીતે ભણવું. તથા વંદના પૂર્વક આચાર્યને પ્રસન્ન કરી સૂત્ર અર્થ લેવો. પણ એકલી નિર્જરાના હેતુથી આહારાદિ માટે યતના ન કરવી. એટલે નિર્જરા પણ થશે અને ગુરૂ પ્રસન્ન થઈ સારું ભણાવશે. તે બંને નિમિત્તે કરવું વળી સમ્યક પદ અર્થ
એ અમને શીખવે છે માટે મોટો ઉપકાર તેમનો છે તે માટે તે પ્રસન્ન થાય તેમ કરવું. બાકીની વાતો પ્રસિદ્ધ છે. વિનય કહ્યો. હવે વૈયાવચ્ચ એટલે વ્યાકૃત ભાવ. તે અહીં
वेआवच्चं वावडभावो इह धम्मसाहणणिमित्तं । अण्णादियाण विहिणा संपायणमेस भावत्थो ॥ १ ॥ आयरिअ उवज्झाए थेर तवस्सी गिलाणसेहाणं । साहम्मियकुलगणसंघसंगयं तमिह कायव्वं ॥२॥
વૈયાવચ્ચ એટલે વ્યાપૃત તે—ધર્મ–સાધનનું કારણ છે.એટલે ભણાવનારને વિધિવડે અન્નવસ્ત્ર વિગેરે પૂરાં પાડવાં ૧. આચાર્ય, ર. ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) તપસ્વી (૫) ગ્લાન (અસ્વસ્થ) (૬) શૈક્ષક (નવદી ક્ષિત) (૭) સાધર્મિક (૮) કૂલ (૯) ગણ (૧૦) સંઘ એ દશની વૈયાવચ્ચ કરવી. આચાર્ય પાંચ પ્રકારના છે. (૧) પ્રવ્રાજનાચાર્ય, (દીક્ષા આપનાર) (૨) દિશાચાર્ય (૩) સૂત્રના ઉદ્દેશા આપનાર ઉશનાચાર્ય, (૪) સમુદ્ર્શનાચાર્ય (૫) વાચનાચાર્ય (૨) ઉપાધ્યાય એ પ્રસિદ્ધ છે. (૩) સ્થવિર એટલે ગચ્છની સારી હાલત રાખે યથા યોગ્ય વ્યવસ્થા કરે, અથવા વય, જ્ઞાન કે ચારિત્ર પર્યાય વડે વૃદ્ધ હોય, (૪) તપસ્વી તે ઉગ્ર તપસ્યા કરે તથા ચારિત્રમાં અનરકત રહે. (પ) ગ્લાન (રોગાદિથી પીડિત).(s)શૈક્ષક (નવદીક્ષિત) (૭) સાધર્મિકના ચાર ભેદ (૧) પ્રવચનથી, નલિંગથી, (૨) લિંગથી, નપ્રવચનથી, (૩) લિંગથી અને પ્રવચનથી (૪) નલિંગથી ન પ્રવચનથી, (૮) કૂલ (૯) ગણ (૧૦) સંઘ પ્રસિદ્ધ છે. હવે સ્વાધ્યાય કહે છે. તે પાંચ પ્રકારે (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તના (૪) અનુપ્રેક્ષા, અને (૫) ધર્મ કથા. (૧)વાચના એટલે શિષ્યોને ભણાવવા (૨) પૃચ્છના સૂત્ર અથવા અર્થની પૃચ્છા કરવી (૩) પરાવર્તના પૂર્વે ભણેલાને વારેવારે યાદ કરવું (૪) અનુપ્રેક્ષા એટલે મનમાં ગણવું વિચારવું ચિંતન કરવું (મોટેથી બોલવું નહિ.) (૫) ધર્મ કથા એટલે અહિંસા વિગેરે લક્ષણ યુફત સર્વજ્ઞ પ્રણિત ધર્મનું વ્યાખ્યાન કરવું. (જેમાં બીજાને વૈરાગ્ય થાય અને એ મોક્ષાભિલાષી બને)
હવે ધ્યાન કહે છે. તે ચાર પ્રકારે છે (૧) આ ધ્યાન, (૨) રૌદ્ર ધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુકલધ્યાન તેમાં કહ્યું છે કે –
राज्योपभोगशयनासनवाहनेषु, स्त्रीगन्धमाल्यमणिरत्नविभूषणेषु इच्छाभिलाषमतिमात्रमुपैति मोहाद्, ध्यानं तदातमिति तत्प्रवदन्ति तज्ज्ञाः॥१॥ संछेदनैर्दहनभज्जनमारणैश्च, बन्धप्रहारदमनैर्विनिकृन्तनैश्च । यो याति रागमुपयाति च नानुकम्पां, ध्यानन्तु रौद्रमिति तत्प्रवदन्तितज्ज्ञाः ॥२॥ सूत्रार्थसाधनमहाव्रतधारणेषु, बन्धप्रमोक्षगमनागमहेतचिन्ता । पञ्चेन्द्रिय व्युपरमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ ३ ॥ यस्येन्द्रियाणि विषयेषु
xo