SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ બેસતાં, આદરવડે આસન આપી કહેવું કે બિરાજો. આસનનું અનુપ્રદાન એટલે એક સ્થાનથી બીજે સ્થાને જાય તો સાથે મૂકવા જવું. કૃતિ કર્મ એટલે વાંદણાં આપવાં એ પ્રસિદ્ધ છે. અનાશાતના વિનય, તે પંદર પ્રકારે છે. तित्थगरधम्म आयरिअ वायगे थेर कुलगणे संघे । संभोइय किरियाए मइणाणाईण य तहेव ॥ (૧) તીર્થકર, (૨) ધર્માચાર્ય, (૩) વાચક, (૪) સ્થવિર, (૫) કુલ, (૬) ગણ, (૭) સંઘ, (૮) સાંભોગીક, (૯) ક્રિયા, (૧૦ થી ૧૫)મતિજ્ઞાન વિગેરેમાં છે. અર્થવાદ કહે છે. જેમકે અસ્તિ (9) માયા તથા જીવો છે વિગેરે. જો એમ શ્રદ્ધા ન કરે તો અથવા બીજી રીતે બોલે તો ક્રિયાની આશાતના થાય છે. અહીં ભાવના કહે છે. તીર્થકરની આશાતના ન કરવાથી તીર્થકરે કહેલા ધર્મનું બહુમાનપણું થાય છે. એજ ગુણ પ્રાપ્તિનું લક્ષણ એ પ્રમાણે બધે સમજવું. कायव्वा पुण भत्ती बहुमाणो तह य वण्णवाओ अ । अरिहंतमाइयाणं केवलणाणावसाणाणं ॥ ભાવના-દર્શન વિનયમાં પ્રાયઃ તીર્થકર (તીર્થકર, કેવલજ્ઞાની વિગેરે ધર્મમાં સ્થિર કરનાર પુરુષોની ભકિત, બહુમાન, તથા ગુણોની સ્તુતિ, ભક્તામર વિગેરે સમજીને ગાવાં તે.) હવે ચારિત્રનો વિનય કહે છે. सामाइयाइचरणस्स सद्दहाणं तहेव काएणं । संफासणं परुवणमह पुरओ भव्वसत्ताणं ॥ १ ॥ मणवइकाइयविणओ आयरियाईण सव्वकालंपि । अकुसलमणोनिरोहो कुसलाण उदीरणं तहय ॥ २ ॥ સામાયિકવિગેરે પાંચ ચારિત્રની શ્રદ્ધા કરવી તથા તે આદરનાર પુરુષનો કાયા (મસ્તક) વડે સ્પર્શના કરવી તથા ભવ્ય જીવો આગળ તેમના ગુણ ગાવા, તથા મન, વચન, કાયાનો વિનય બધા કાળમાં આચાર્ય વિગેરેનો કરવો, અને ખરાબ ધ્યાનને અટકાવી શુભ ધ્યાન કરવું, _अभासऽच्छणछंदाणुवत्तणं कयपडिक्किई तहय । कारियणिमित्तकरणं दुक्खत्तगवेसणा तहय ॥१॥ तह देसकालजाणण सव्वत्थेसु तहयणुमई भणिया । उवआरिओ उ विणओ एसो भणिओ समासेणं ॥२॥ ' વિહારમાં થાકીને આચાર્ય વિગેરે આવ્યા હોય અથવા રોગથી પીડિત હોય તો માથાથી તે પગ સુધી તેમનો વિશ્રમણ (થાક ઉતરે, તેમ) કરવું આ ઉપચારવિનય આ સુખકારક ક્રિયા વિશેષથી થયેલ હોય, તે ઔપચારિક વિનય, તે સાત પ્રકારે છે. ૧. અભ્યાસસ્થાન, ૨. છંદાનુવર્તન, ૩. પ્રતિકૃતિ, ૪. કાર્ય નિમિત્ત કારણ, ૫. દુખાર્ત ગવેષણ, ૬. દેશ-કાળજ્ઞાન, ૭. સર્વાર્થપ્પનુમતિ-એ પ્રમાણે ઔપચારિક વિનય સંક્ષેપથી કહેલ છે. ૧. અભ્યાસસ્થાન એટલે સૂત્ર વિગેરેના અભ્યાસીએ આચાર્ય વિગેરેની પાસે જ રહેવું. ૨. છંદાનુવર્તન એટલે ગુરુઓની ઈચ્છા પ્રમાણે વર્તવું. ૩. કૃતં પ્રતિકૃતિ એટલે ભોજન વિગેરેની ભકિતથી કેવલ નિર્જરા નહિ પણ પ્રસન્ન થયેલ ગુરુઓ મને સૂત્રાર્થના દાન વડે પ્રત્યુપકાર કરશે. ૪. કાર્ય નિમિત્ત કારણ એટલે કાર્ય કૃત પ્રાપ્તિ વિગેરે રૂપ નિમિત્તને પામીને એટલે આ ગુરુની પાસે હું શ્રુત પામ્યો છું, માટે તેમનો વિનય કરવો જોઈએ, એ નિમિત્તે વિનયાનુષ્ઠાન કરવું. અથવા સમ્યક સૂત્ર-અર્થ ભણાવવારૂપ કાર્ય, તે નિમિત્તે જે વિનય કરવો તે કારિત નિમિત્ત કારણ કહેવાય. અર્થાત્ ગુરુ વડે સારી રીતે ભણાવાયેલ શિષ્ય વિશેષ પ્રકારે વિનયાનુષ્ઠાનમાં સારી રીતે પ્રવર્તવું જોઈએ. - પ.દુખાર્તગવેષણ –દુઃખથી પીડિતની ઔષધવિગેરે દ્વારા સેવા કરવી. અર્થાતુદુઃખી ઉપર ઉપકાર કરવો. 1 ૩૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy