SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ આ વીરાસન વિગેરેથી કાયાનો નિરોધ, જીવોમાં દયા, પરલોકના વિચાર અને બીજાનું બહુમાન એ ફાયદા છે. હજામ આશ્રયી હાથ માથું ધોવાય. પહેલાં અને પછીના કર્મ તે સાવદ્ય હોવાથી લોચ કરવાથી બચી જાય અને નિઃસંગતા થાય. તથા દુઃખ સહન કરવાથી નરક વિગેરેની ભાવના યાદ આવતાં વૈરાગ્ય થાય. વળી બીજાઓએ કહ્યુંછે, ''પશ્ચાત્ કર્મ ને પૂર્વ કર્મ. તે હજામને બોલાવવો. તેને આવતાં જતાં અસંયમથી ચાલે તથા 'કાચુ' પાણી વાપરે એ દોષ લોચવાળાને ન લાગે.હવે સંલીનતા કહે છે. તે ઈંદ્રીય સંલીનતા વિગેરે ભેદથી ચાર પ્રકારની છે. इंदिअकसायजोए पडुच्च संलीणया मुणेयव्या । तहय विवित्ताचरिआ पण्णत्ता वीयरागेहिं ॥ १ ॥ (૧) ઈંદ્રિય, (૨) કષાય, અને (૩) યોગને આશ્રયી સંલીનતા, તથા (૪)વિવિક્તચર્યા એમ ચાર પ્રકારની શ્રી વીતરાગે કહી છે. તેમાં કાન વિગેરે પાંચ ઈંદ્વિઓ છે. સુંદર અને ખરાબ શબ્દોમાં રાગ દ્વેષ ન કરે તો ઈંદ્રિય સંલીનતા થાય. કહ્યું છે કે = = सद्देसु अ भद्दयपावएसु सोअविसयमुवगएसु । तुट्टेण व रुट्टेण व समणेण सया ण होअव्वं ॥ १ ॥ સારા માઠા શબ્દો કાનમાં પડતાં સાધુએ રાગ દ્વેષ ન કરવો. તેવી રીતે રૂપ વિગેરેમાં જાણવું. કષાય સંલીનતા તે કર્ષાયના ઉદયનો નિરોધ. ઉદીરણા અટકાવવી તે કષાય સંલીનતા છે. કહ્યું છે કે = उदयरसेवं नीरोहो उदयं पत्ताण वाऽफलीकरणं । जं इत्थ कसायाणं कसायसंलीनता एसा ॥ १ ॥ ઉદય ન થયો હોય ત્યાં સુધી નિરોધ કરવો અને ઉદય આવ્યાને નિષ્ફળ કરવો. હવે યોગ સંલીનતા કહે છે. મનોયોગ વિગેરેના અકુશલનો નિરોધ અને કુશલની ઉદીરણા. કહ્યું છે કે = 'अपसत्थाण निरोहो जोगाणमुदीरणं च कुसलाणं । कज्जमि य विहिगमणं जोए संलीणया भणिआ ॥ १ ॥ અપ્રશસ્ત યોગનો નિરોધ અને સારા યોગની ઉદીરણા તથા કાર્યમાં વિધિ પૂર્વક યત્નથી જવું આવવું તે. હવે વિવિત ચર્યા કહે છે. आरामुज्जाणादिसु थीपसुपंडगविवज्जिएस जं ठाणं । फलागादीण य गहणं तह भणियं एसणिज्जाणं ॥१॥ આરામ, ઉદ્યાન વિગેરે જ્યાં સ્ત્રી, પશુ, નપુંસકથી વર્જિત સ્થાન હોય ત્યાં રહેવું, અને નિર્દોષ એવાં પાટીઆ વિગેરે વાપરવાં, હવે બાહ્ય તપ પૂરો થયો. એને બાહ્ય તપ કહેવાનું કારણ એ કે અન્ય લોકો પણ તે આચરે છે, અથવા અન્ય લોકો બીજા કારણથી એ કરે છે. આથી તે બાહ્ય તપ, અર્થાત્ મોક્ષ સિવાય બીજા માટે આદરે તો તે બાહ્ય તપ ગણાય. હવે અત્યંતર તપ કહે છે पायच्छित्तं विणओ वेआवच्चं तहेव सज्झाओ, झाणं उस्सग्गोऽवि अ अभिंतरओ तवो होइ ॥ ४८ ॥ ન તેના (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩)વૈયાવચ્ચ, (૪) સજ્ઝાય, (૫) ધ્યાન, ને (૬) કાઉસગ્ગ એ છ ભેદ છે. (પ્રાયશ્ચિત્તના દશ ભેદનું સંક્ષેપમાં વર્ણન કરે છે.) આલોયણા એટલે અવશ્ય કાર્યોમાં ગોચરી વિગેરે જતાં અપરાધ ન હોય તો પણ જો આલોચના ન કરે તો અવિનય થાય. માટે ગુરુ આગળ જેવું હોય તેવું બોલી જવું. એટલે જે કંઈ અયોગ્ય આહાર વિગેરેનો અપરાધ હોય તે યાદ આવી જાય, અથવા આચાર્ય પોતે યાદ કરાવી આપે. તેથી આલોયણા કરવી સારી છે. આલોચના કરવી, પ્રકટ કહેવું, વિશુદ્ધિ કરવી, એ બધા એક અર્થમાં છે. હવે પડિક્કમણું કહે છે. એટલે ગોચરી જતાં, કથા કરતાં પ્રમાદી થઈ કોઈ સાધુ ઇરિયા સમિતિ ન પાળે તે વખતે કોઈ જીવ મૃત્યુવશ થયો હોય તો મિચ્છા મિ દુક્કડંથી શુદ્ધ થાય. એમ બાકીની સમિતિ ગુપ્તિમાં પણ જાણવું જ્યાં અસમિતિપણું હોય ત્યાં મોટો અપરાધ ન હોય તો 'મિચ્છામિ દુક્કડંથી શુદ્ધિ થાય. આલોચના ૩૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy