SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ आयामं काउ आणुपुचीए । गिरिकंदरं तु गंतुं पायवगमणं अह करेइ ॥३॥ ચાર વર્ષ વિચિત્ર તપ અને ચાર વર્ષ વિકૃતિ રહિત અને બે વરસ એકાંતરે આયંબિલ કરે. ત્યાર પછી આયંબિલથી પરિમિત અતિ વિકૃષ્ટ તપ છ માસ અને વિકૃષ્ટ તપ બીજા છ માસ કરે તે પછી આનુપૂર્વીથી એક વર્ષ સુધી આયંબીલ કરીને પછી પહાડની ગુફામાં જઈ પાદપોપગમન અનશન કરે.' - ઈગિત પ્રદેશોમાં મરણ એ ઈગિતમરણ. આ સંહનાની અપેક્ષાએ પૂર્વનું પાદપોપગમન કરી ન શકે તે ચારે આહારના ત્યાગ નિવૃત્તિ રૂપ સ્વયં ઉદ્વર્તન કરી શકે એ રીતે કહ્યું છે કે – इंगिअ देसंमि सयं चउविहाहारचायणिफण्णं । उव्वत्तणादिजुत्तं णाणेण उ इंगिणीमरणं ॥१॥ ૩ (ઈગિત દેશમાં પોતાની મેળે ચાર આહારનો ત્યાગ કરી ઉદ્વર્તનથી યુકત પણ બીજાવડે નહિ) એ ઈગિત મરણ. ભકત પરજ્ઞા ત્રણ અથવા ચારે પ્રકારના આહારની નિવૃત્તિ રૂપ તે પોતાના શરીરની સેવા પોતે કરે બીજા પાસે કરાવે છે. ધીરજ અને સહન ન યુક્ત જેમ સમાધિ રહે તેમ તે કરી શકે કહ્યું છે કે = , भत्तपरिण्णाणसणं तिविहाहाराइचायनिष्फण्णं । सपडिक्कम्मं नियमा जहासमाहिं विणिद्दिष्टुं ॥१॥ .. ભક્ત પરિજ્ઞા અનશન તે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ છે. પાણીની છુટ છે. બીજા પાસે સેવા કરાવે અને સમાધિમાં રહે આનું વિશેષ સ્વરૂપ બહુશ્રુતને પૂછવું હવે ઉણોદરી તપ કહે છે, તે બે પ્રકારે છે. દ્રવ્યથી ને ભાવથી દ્રવ્યથી તે ઉપકરણ, ભકિત, પાન સંબંધી, ઉપકરણ સંબંધમાં જેઓને જિન કલ્પી વિગેરેનો અભ્યાસ હોય તેઓને આશ્રયી જાણવો, બીજાને માટે નહિ. ઉપધિના અભાવમાં સંયમ ન પળે. પરંતુ જોઈએ તે કરતાં વધારે ન લે અને સંયમ પાળે તેજ ઉણોદરતા. કહ્યું છે કે – जं वट्टइ उवयारे उवगरणं तं सि होइ उवगरणं । अरेगं अहिगरणं अजयं अजओ परिहरंतो ॥१॥ (જે ઉપકારમાં વર્તે તે ઉપકરણ. તે ન વધારે કે અયત્નાથી ન વાપરે. ભકતપાન ઉણોદરતા કહે છે.) આત્મીય (પોતાનો) આહાર હોય તેથી ઓછું ખાવું તે = बत्तीसं किरकवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलाए अट्टावीसं हवे कलवा ॥१॥ कवलाण य परिमाणं कुक्कुडिअंडयपमाणमेत्तं तु । जो वा अविगिअवयणो वयणम्मि छुहेज्ज वीसत्थो ॥ २ ॥ (બત્રીસ કવળ (કોળી)નો આહાર પેટ પૂર જાણવો. આ પુરુષને આશ્રયી છે. સ્ત્રીને ૨૮ જોઈએ. આ કવળ તે કુકડીના ઈડા પ્રમાણે (નાનો) જાણવો. એનો અર્થ એ છે કે મોઢામાં સુખેથી જઈ શકે તે કવળ.) આ પ્રમાણે વ્યવસ્થા હોવાથી અલ્પાહાર વિગેરેનો ભેદ પાંચ પ્રકારે છે. अप्पाहार अवड्डा दुभाग पत्ता तहेव किंचूणा । अट्ठ दुवालस सोलस चउवीस तहेक्कतीसा य ॥१॥ ૧. અલ્પાહાર, અપાઈ, દુભાગ તથા કંઈક ઉણું. તે આ પ્રમાણે છે. આઠ કવલ, બાર કવલ, સોળ કવલ, ચોવીસ કવલ ને એકત્રીસ કવલ. અલ્પાહાર તે એક કવલથી માંડીને આઠ કવલ સુધી એક જઘન્ય, અને આઠ ઉત્કૃષ્ટ, વચલા મધ્યમ. એ પ્રમાણે નવથી બાર સુધી જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ જાણવા. તેમજ તેરથી સોળ સુધી બે ભાગ ઉણોદરી એવીજ રીતે ૧૭થી ૨૪ સુધી અને રપ થી ૩૧ સુધી કિંચિત્ ઉણોદરી, બુદ્ધિમાને જઘન્ય વિગેરે ભેદો જાણી લેવા. એ પ્રમાણે પાણીનું પણ સમજવું આ પુરુષનું છે, તેમ સ્ત્રીનું પણ ઉણોદરી જાણવું. ભાવ ઉણોદરી તે ક્રોધાદિ કષાયનો ત્યાગ છે. કહ્યું છે કે – कोहाईणमणुदिणं चाओ जिणवयणभावणाओ अ । भावेणोणोदरिआ पण्णत्ता वीअरागेहिं॥१॥ - જિન વચનની ભાવનાથી ક્રોધાદિ ઉત્પન્ન ન કરતાં તે ત્યાગે તે ભાવ ઉણોદરી શ્રી વીતરાગે કહી ૩૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy