________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ અટવીઓ ઓળંગતા અથવા માંદાઓને ગૂમડાં વિગેરેનાં કારણોમાં અપવાદરૂપે સાધુઓ આ જુનાં ચામડાં વાપરતા.) તથા અસંયમના હેતુ રૂપ હોવાથી વિકટ હિરણ્ય વિગેરેને સાધુઓ ગ્રહણ કરતા નથી. જેમાં જોઈને પ્રમાર્જના ન થાય તે અસંયમ જાણવો. હવે (સંયમના વિષયમાં પ્રેક્ષા અને ઉપેક્ષા અહી બે પ્રકારની છે તે બતાવે છે. વ્યાપાર અને અવ્યાપારમાં. જેમ આ નાસતાની (ભાગતાની) કેમ ઉપેક્ષા કરે છે? અહિ બને પ્રકારનો અધિકાર છે. વ્યાપારની ઉપેક્ષા છે જેની સાથે ગોચરી થાય તેવા સાધુમાં કોઈ સીદાતો હોય તો તેને ધર્મ કાર્યમાં દોરવે તેમ બીજાને પણ સિદ્ધાંત માર્ગે દોરવે તે જાણવું. તે પાસત્થા વિગેરેને માટે છે. અવ્યાપાર ઉપેક્ષા તે કોઈ ગૃહસ્થી ધંધા વિના સીદાતો હોય તો તેને પ્રેરણા ન કરવી. આ ઉપેક્ષાનો સંયમ જાણવો. ગૃહસ્થી ઉભેલો હોય ત્યાં સાધુઓ પગ ન પણ પૂંજે તો સંયમ થાય અને ગૃહસ્થ ન હોય તો પગ પૂંજ્યથી સંયમ થાય. પ્રાણાદિ સંસકૃત ભોજન, પાણી અથવા અવિશુદ્ધ ઉપકરણ ભોજન અથવા પ્રમાણ કરતાં વધારે હોય તો તે વિધિથી પરઠવવાથી સંયમ થાય, અને અકુશળ મન વચનનો રોધ તથા કુશળ મન વચનની ઉદીરણા કરવી તે સંયમ. મન વચનના સંયમ સાથે અવશ્ય કાર્યમાં કાયાને જોડવી અને ગમનાગમનમાં તે ઉપયોગ રાખીને સારી રીતે વર્તે અસંયમ ત્યજીને કાચબાની માફક પગ હાથ વિગેરેને ગોપવીને સાધુ કાયાનો સંયમી થાય છે.
આ સંયમ બતાવ્યો. (ઉપર બતાવેલ પુસ્તક, વસ્ત્ર, ઘાસ, ચામડું એ ખાસ કારણે વાપરવાં પડે તો પડિલેહણા થાય). એટલુંજ અને તેવું જ લેવું તે સંયમ અને બાકીનો અસંયમ જાણવો તથા ગૃહસ્થીને પાપનો વ્યાપાર હોવાથી તેમાં માથું ન મારવું; પણ સાધુ તથા પાસસ્થાને જરૂર પડ્યેથી ધર્મમાં પણ દોરવવા પ્રેરણા કરવી વાદીની શંકા-અહિંસાજ તત્ત્વથી સંયમ છે. તેથી જુદો પાડી કહેવું તે અયુકત છે. આચાર્ય કહે છે. એમ નહિ. સંયમને અહિંસા ઉપર ઉપગ્રહનું કરવાપણું છે. કારણકે સંયમીનેજ ભાવથી અહિંસકપણું છે. હવે તપ ને કહે છે. તે બાહ્ય અત્યંતર બે પ્રકારનો છે. તે ૪૬ છે
'अणसणमूणोअरिआ, वित्ति संवेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तयो होइ ॥४७॥
ટીકાનો અર્થ – 'પ્રથમ બાહ્ય તપનું વર્ણન (૧) અનશન (૨) ઉણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયફલેશ (૬) સંલેખના. આ છ ભેદ બાહ્યતપના થયા. અનશન તે ન ખાવું તે. તે બે પ્રકારે ઈવર તે થોડો કાળ સુધી તે મહાવીર સ્વામિના તીર્થમાં એક ઉપવાસથી છ માસ સુધી. યાવત્ કથિત તે મરણ સુધી તે ભેદની - ઉપાધિથી વિશેષ પણે ત્રણ પ્રકારે છે. ૧. પાદપોપગમી. ૨ ઈગિત-મરણ. ૩ ભકત-પરિણા. તેમાં અનશન કરનારને ચાર આહાર છોડ્યા પછી ચેષ્ટા પણ છોડી દેવી તથા ચેષ્ટા છોડીને એકાંત નિષ્પતિકર્મ શરીરવાળા તે (જે વૈયાવચ્ચ પણ ન કરાવે. જેમ ઝાડ સ્થિર છે તેમ પોતે પણ સર્વથા ઝાડ જેવો થાય. બીજા તેને જીવતો પણ ન જાણે. આને અન્ય લોકમાં સમાધિ કહે છે. તે પાદપોપગમન છે. તેના બે પ્રકાર છે– ૧ વ્યાઘાતવાળું અને ૨. વ્યાઘાત રહિત. વ્યાઘાત વાળું તે સિંહાદિના ઉપદ્રવમાં મરણ જાણી કરે તે કહ્યું છે કે –
सीहादिसु अभिभूओ पादवगमणं करेइ थिरचित्तो । आउम्मि पहुप्पंते विआणिउं नवरि गीयत्थो ॥१॥
સિંહાદિથી પીડાયેલો ભય આવ્યેથકે સ્થિર ચિત્ત રાખી પાદપોપગમન અનશન કરે. આ સાધુ પોતાનું આયુષ્ય સમીપ આવેલું જાણી ગીતાર્થ હોય તેજ કરે.) નિર્વાઘાત વાળું સૂત્ર અર્થ બન્નેમાં પાર પહોંચેલ પોતાના શિષ્યોને ઉત્સર્ગથી તૈયાર કરીને સમુદાયમાં રહીને બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે. કહ્યું છે કે
चत्तारि विचित्ताई विगई निज्जूहियाइं चत्तारि । संवच्छरे अ दोण्णि उ एगंतरिअं च आयामं ॥१॥ णाईविगिट्टो अतवो छम्मासे परिमिअंच आयामं । अन्ने वि अ छम्मासे होइ विगिटुं तवोकामं ॥२॥ वासं कोडिसहियं
' (૧) 314 . 30
33