SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशबैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ વિગેરે દ્રવ્ય મંગળમાં મુખ્ય મંગળ નથી. (કારણ કે ચોરને પૂર્ણકળશ સામે મળતો અમંગળકર છે.) તેમાં એકાંતિક અને આત્યંતિક લાગુ પડતો નથી. (એકાંતીક એટલે શંકા રહિત ફળ થાય અને આત્યંતિક એટલે છેવટ સુધી હિતકારક) હવે હિંસાનો વિપક્ષ અહિંસા કહે છે. તે જેમ જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ પ્રમાણે અહિંસા કહે છે. ૪૪ II हिंसाए पडिवक्खो होइ, अहिंसा चउब्विहा सा उ॥ दब्बे भावे अ तहा, अहिंसजीवाइवाओत्ति ॥४५॥ - ટીકાનો અર્થ - પ્રમાદના યોગથી જીવને દુ:ખ દેવું તે હિંસા, આ હિંસામાં વિરૂદ્ધ પક્ષ એટલે પ્રમાદનો ત્યાગ કરીને શુભ યોગ ધારીને પ્રાણને બચાવવા તે અહિંસા. તે ચાર પ્રકારની છે. દ્રવ્ય અને ભાવમાં એટલે ૧ દ્રવ્યથી અને ભાવથી અહિંસા. ૨ દ્રવ્યથી ખરી પણ ભાવથી નહિ. ૩ દ્રવ્યથી નહિ પણ ભાવથી ખરી. ૪દ્રવ્યથી નહિ અને ભાવથી પણ નહિ. એમાં 'તથા' શબ્દ સમચિત છે. તેમાં ત્રણ ભાંગાના ઉપન્યાસ છે. કારણ કે તેમાં સમુચ્ચય, નિર્દેશ અવધારણ સાદૃશ્ય, પ્રકાર વચનોમાં વપરાય છે. તેમાં આ ભંગ વાચક દ્રવ્યથી અને ભાવથી લેવો. • जहा केइ पुरिसे मिअवहपरिणामपरिणए मियं पासित्ता आयनाइड्डियकोदंडजीचे सरं णिसिरिज्जा, से अ मिए तेण सरेण विद्धे मए सिआ. एसा दवओ हिंसा भावओ वि ॥ જેમ મૃગ વધ કરવાની બુદ્ધિમાં વર્તેલો કોઈ માણસ મૃગ જોઈને ધનુષ્ય ખેંચી ચડાવી છોડે, તો તે વખતે તે મૃગ તે તીર વડે મરે. આ હિંસા દ્રવ્યથી ખરી ને ભાવથી પણ ખરી એમ જાણવું. પણ સાધુ' ઈરિયા સમિતિ યુકત કારણે જતાં કોઈ જીવ મરે તો તેમાં દ્રવ્યથી હિંસા ખરી પણ ભાવથી નથી. કહ્યું છે કે उच्चालिअंमि पाए इरियासमिअस्स संकमट्टाए । वावज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्जा ॥१॥ न य तस्स तण्णिमित्तो बंधो सुहुमो वि देसिओ समए । जम्हा सो अपमत्तो सा य पमाओत्ति निद्दिट्टा ॥२॥ પગ ઉપાયે થકે ઈરિયા સમિતિ યુત થઈ ચાલતાં સાધુથી અજાણ્યે કોઈ જીવ મરે તો તેમાં મરનાર જીવનો દોષ છે. પણ તે સાધને તેના સંબંધી જરાપણ દોષ સિદ્ધાંતમાં બતાવ્યો નથી. કારણ કે તે સાધ છે. અને હિંસા પ્રમાદીનેજ હોય વિગેરે. જે આ બીજો ભાંગો. ભાવથી હિંસા કહેવાય પણ દ્રવ્યથી નહિ તે આ રીતે છે. जहा केवि पुरिसे मंद मंदप्पागासप्पदेसे संठियं ईसिवलियकायं रज्जु पासित्ता एस अहित्ति तब्बहपरिणामपरिणए णिकटिबयासिपत्ते दुअं दुअंछिदिज्जा एसा भावओ हिंसा न दबओ॥ - કોઈ એક પુરુષ પરોઢીઆના મંદ પ્રકાશમાં વળેલી દોરડીને સાપ માની તેને વધ કરવાના ઈરાદાથી તરવારવડે છે તે. ભાવથી હિંસા દ્રવ્યથી નહિ આ ત્રીજો ભાગો. પણ ચોથો ભાંગો શૂન્ય છે કારણકે એવી કોઈ હિંસા નથી જે દ્રવ્યથી પણ ન હોય અને ભાવથી પણ ન હોય. હિંસાથી વિરૂદ્ધ પક્ષ તે અહિંસા. અહિંસાના શબ્દાર્થ. નહિંસા, અહિંસા, અજીવાતિપાત. વળી તે અહિંસાવાળાને પોતાના કર્મનો નાશ થાય છેજ. અજીવ તે કર્મ એમ ભાવવું. ઉપલક્ષણથી અહીં પ્રાણાતિપાત વિરતિ વિગેરે લેવો. હવે સંયમનો અર્થ કહે છે આ ૪૫ पुढविदगअगणिमारुय, वणस्सईबितिचउपाणिदिअज्जीवे । पेहोपेहपमज्जणपरिट्ठवणमणोवई काए ॥४६॥ पुढवाइयाण जाय य पंचिंदिय संजमो भवे तेसिं । संघट्टणादि ण करे तिविहेणं करणजोएणं ॥१॥ अज्जीवेहिं जेहिं गहिएहिं असंजमो इहं भणिओ। जह पोत्थदूसपणए तणपणए चम्मपणए अ॥२॥ गंडी कच्छवि मुट्टी संपुडफलए तहा छिवाडी अ । एयं पोत्थयपणयं पण्णत्तं वीअराएहिं ॥३॥ बाहल्लपुहुत्तेहिं गंडी पोत्थो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुओ मज्झे पिहुलो मुणेअब्बो ॥ ४ ॥ चउरंगुलदीहो वा वट्टागिति मुट्टिपोत्थगो अहया ૩૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy