SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ અસ્તિકાય ધર્મ (ત્રિકાલ ને સુચવનાર છે.) જાણવો. બીજા આચાર્યો કહે છે કે ધર્માસ્તિકાયાદિ સ્વભાવવાળો અસ્તિકાય ધર્મ કહેવો પણ આ મત અયુક્ત છે. કારણ કે તેમાં ધર્માસ્તિકાયાદિના દ્રવ્ય પણે તેનું દ્રવ્ય ધર્મથી અભિન્ન પણું છે. તેથી પૂર્વનો મત ઠીક છે. પ્રચાર ધર્મ તે વિષય ધર્મજ છે 'તુ' શબ્દનો અર્થ 'જ' જાણવો. તેમાં પ્રચરણ એટલે પ્રચાર એટલે પ્રકર્ષે કરી જવું. તેજ આત્મસ્વભાવ પણાથી ધર્મ તેજ પ્રચાર ધર્મ તે કેવી રીતે ? કે જેમાં પ્રાણીઓ સીદાય (મુંઝાય) તે વિષયો રૂપ ગંધ વિગેરે તેનો ધર્મ તે પ્રમાણે ખરી રીતે વિષય ધર્મ તેજ આ રાગાદિવાળો જીવ તેમાં પ્રવર્તે છે એટલે ચક્ષુ વિગેરે ઈદ્રિઓને વશ થઈ રૂપાદિમાં પ્રવર્તે છે તે પ્રચાર ધર્મ જાણવો. પ્રધાન સંસાર નિબંધન પણાથી અને (આને)મુખ્ય પદ આપવાની ખાતર દ્રવ્ય ધર્મથી જુદો બતાવ્યો છે. હવે ભાવધર્મ કહે છે. તે લૌકિક વિગેરે જુદા જુદા ભેદવાળો છે. કહે છે કે ૧. લૌકિક જૈનેતર મતનું વચન અને લોકોત્તર તે જૈનનું. અહીં લૌકિક અનેક પ્રકારનાં છે. તે કહે છે. ગમ્મવતુવેસરખ્ખું, પુરવરગામળોક્રિશર્ફમાં ૫ સાવઝ્નો ૩ દ્યુતિથિયધમ્મો ન નિોહિ ૩ પત્યો ॥ ૪૨ ૫ (૧) ગમ્ય ધર્મ (મર્યાદા ધર્મ) જેમ દક્ષિણ દેશમાં મામાની દીકરી પરણાય પણ ઉત્તર દેશોમાં તે દુષિત ગણાય એ પ્રમાણે ભક્ષ્ય, અભક્ષ્ય, પેય અપેયની યોજના કરવી. (૨) પશુ ધર્મ તે માતા વિગેરે સાથે કુચાલન, (૩) દેશ ધર્મ તેં દેશાચાર જુદા જુદા દેશમાં પહેરવેશ વિગેરે જુદા છે તે, (૪) રાજ ધર્મ તે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા કરો છે તે (૫) પુરધર્મ જુદા જુદા નગરોમાં કંઈ કંઈ વિશેષ ધર્મ છે જેમાં ભાષા ભેદ વિગેરે જાણવા અથવા સ્ત્રી બીજા ઘેર તરફ જાય બીજું ઘર માંડે એવા અર્થમાં સમજવું. (૬) ગામ ધર્મ તે પણ જાદા ગામમાં જુદા જુદા રિવાજ હોય તે, (૭) ગણ ધર્મ તે મલ્લો વિગેરે સમુદાયની વ્યવસ્થા [જેમાં પ્રથમ સરખા પગ મુકી ને કુસ્તી કરે અને પછી વિષ્રમ એટલે ગમેતે રીતે પગ મુકેતે] (૮) ગોષ્ઠી ધર્મ તે ગોષ્ઠી વ્યવસ્થા. એટલે સરખી ઉમ્મરના મિત્રો એકઠા થાય તે ગોઠીયાઓ તેની વ્યવસ્થા. વસંત ઋતુ વિગેરેમાં ગોઠ ઉજાણી કરે તે. (૯) રાજધર્મ તે દુષ્ટને દંડ ને સારાનું પ્રતિપાલન છે. એની ભાવ ધર્મના ગમ્યાદિની નવપ્રકારે વિવક્ષાથી ભાવરૂપ પણે છે અથવા દ્રવ્ય પર્યાય પણાથી છે તેનીજ દ્રવ્યની અપેક્ષા વિના વિવક્ષા કરવાથીઅથવા લોકમાં એને ભાવ ધર્મ તરીકે માનવાથી ભાવમાં ગણે. દેશ રાજાદિનો ભેદ એક દેશને આશ્રયીને કહ્યો તે પ્રમાણે પોતાની બુદ્ધિ વડે અનેક રાજનું વિચારી લેવું. આ પ્રમાણે હવે જૈનેતર કહે છે. પણ પ્રાયઃ પાપ રૂપ હોવાથી લૌકિક જેવો જ છે. અવઘ એટલે પાપ તેની સાથે સંબંધ રાખે તે સાવદ્ય. (૧૦) 'તુ' એટલે જ, તે અવધારણ માટે છે. એટલે કયો સાવધ ધર્મ? તોકે જૈનેતર, ચરક, પરિવ્રાજક (બાવા વિગેરેનો) ધર્મ, શા માટે ? જિનેશ્વર અને અન્ય વિદ્વાનોએ તેને વખાણ્યો નથી તે માટે. આરંભ પરિગ્રહનું કારણ હોવાથી અહીં ખુલાસાની જરૂર છે, પણ ચાલતી વાતમાં સૂચના માત્ર હોવાથી વધારે કહેતા નથી. જૈનેતર ધર્મ કહ્યો. હવે લોકોત્તર ધર્મ કહે છે. दुविहो लोगुत्तरीओ, सुअधम्मो खलु चरितधम्मो अ । सुअधम्मो सज्झाओ चरितधम्मो सम "કો ટીકાનો અર્થ- લોકોત્તર ધર્મ બે પ્રકારે છે. શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ. શ્રુત ધર્મ તે બાર અંગ (સિદ્ધાંત) તેનો ધર્મ, 'ખલુ' શબ્દ વિશેષ સૂચવે છે. તે નિશ્ચયે વાચનાદિ ભેદો વડે વિચિત્ર છે. કહે છે કે શ્રુત ધર્મ સ્વાધ્યાય તે વાચનાદિ રૂપ તત્ત્વ ચિંતામાં ધર્મના હેતુ રૂપ હોવાથી ધર્મ કહેવાય (શ્રુત વડે ધર્મ ઓળખાય છે.) તથા ચારિત્ર ધર્મ. તેમાં 'ચર' ધાતુ ગતિ અને ભક્ષણના અર્થમાં છે. પા. ૩–૨–૧૮૪ સૂત્ર પ્રમાણે 'ઈત્રન્' પ્રત્યય લાગવાથી ચરિત્ર શબ્દ થયો. એટલે અનિંદિતચાલે છે જેના વડે તે ચરિત્ર. ક્ષય ઉપશમરૂપ તેનો ભાવ તે ચરિત્ર અશેષ કર્મ ક્ષય કરવાને માટે આ વર્તન છે (ચેષ્ટા એટલે વર્તન). તે જે ધર્મ ચારિત્ર ધર્મ. 'ચ' સમુચ્ચય માટે છે. આ શ્રમણ ધર્મજ છે તેથી ચારિત્ર ધર્મ તે શ્રમણ ધર્મ સહન કરે તે શ્રમણ પા. ૩–૩–૧૧૩ સૂત્ર ર૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy