SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १. જવાબ આપે તે પ્રત્યવસ્થા. આ બન્નેની પ્રવૃત્તિ છે. તે પ્રમાણે કોઈ વખત કોઈ ન પૂછે તો પણ પૂર્વ પક્ષની આ શંકા કરીને આચાર્યો જવાબ આપે છે તે સમાધાન છે. શા માટે કહે છે? તો કે શિષ્યોના હિતને માટે. 'તુ' શબ્દનો અર્થ જ જાણવો. વિપુલતર તે પ્રભુતતર કહે છે. (શિષ્યનો પ્રશ્ન હોય ત્યારે) આ શિષ્ય તિક્ષ્ણ બુદ્ધિવાળો છે એ જાણીને ગુરુ વધારે સમજાવે. ગાથાનો અર્થ ગાથા एवं तावत्समासेन, व्याख्यालक्षणयोजना । कृतेयं प्रस्तुते सूत्रे, कार्यैवमपरेष्वपि ॥ १ ॥ . . ग्रन्थविस्तरदोषान्न, वक्ष्याम उपयोगितु । वक्ष्यामः प्रतिसूत्रं तु यत् सूत्रस्पर्शिकाऽधुना ॥ २ ॥ प्रोच्यतेऽनुगमनियुक्तिविभागश्च विशेषतः । सामायिकबृहद्भाष्याज्ञयस्तत्रोदितं यतः ॥ ३ ॥ होड़ कयत्थो वोत्तुं सपयच्छेअं सुअं सुआणुगमो । सुत्तालावगनासो नामादिण्णासविणिओगं ॥१॥ सुत्तण्फासिअनिज्जुत्तिणिओगो सेसओ पयत्थाइ । पायं सोच्चि य नेगमणयाइमयगोअरो होइ ॥२॥ एवं सुत्ताणुगमो सुत्तालावगकओ अ निक्नेवो । सुत्तप्फासिअणिज्जुत्ति णया अ समग तु वच्चन्ति ॥३॥ એ પ્રમાણે ટુંકાણમાં વ્યાખ્યા લક્ષણની યોજના છે તે આ પ્રસ્તુત સૂત્રમાં કહી. એ પ્રમાણે બીજામાં પણ કરવી. ગ્રંથ વિસ્તારના દોષથી અમે નહિ કહીએ. પણ ઉપયોગી તો દરેક સૂત્રમાં કહીશું. જે સૂત્રની સાથે સ્પર્શીત છે તે અનુગમ નિયુકિતના વિભાગ વિશેષથી વિશેષાવશ્યકમાં કહેલો છે ત્યાંથી જાણવો. વળી કહ્યું છે કે પદચ્છેદવાનું સૂત્ર કહી સૂત્રનો અનુગમ સફળ અર્થવાળો થાય છે. સૂત્રના આલાવાનું સ્થાપન નામાદિ ન્યાસને વિનિયોગ કરવાવાળું છે. સૂત્ર સ્પર્શિક નિયંતિનું કથન પદાર્થ વિગેરે પ્રાયઃ નૈગમ નયાદિ મતમાં ગોચર થાય છે. આ પ્રમાણે સૂત્રનો અનુક્રમે સૂત્રાલાપકનો નિક્ષેપો કર્યો. અને સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ તથા નયો સાથેજ ચાલે છે. આટલું સમજવા માટે કહ્યું. તેમાં ધર્મ પદને અંગીકાર કરી સૂત્ર સ્પર્શીત નિર્યુકિત માટે કહે છે. णामं ठवणाधम्मो, दव्यधम्मो अ भावधम्मो अ । एएसिं नाणत्तं वुच्छामि अहाणुपुब्बीए ॥ ३९ ॥ ટીકાનો અર્થ- નામ સ્થાપના ધર્મ–તે ધર્મ શબ્દ પ્રત્યેકમાં જોડવો એટલે નામ ધર્મ, સ્થાપના ધર્મ, દ્રવ્ય ધર્મ, ભાવ ધર્મ એના જુદા જુદા ભેદને અનુક્રમે કહીશું. હવે નામ સ્થાપના સુગમ હોવાથી દ્રવ્ય ધર્મના અધિકારમાં આગમથી અને નોઆગમથી નિક્ષેપાર્થ થાય. તેમાં જ્ઞાતા પણ અનુપયોગ, અને નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર બન્નેથી જુદો દ્રવ્ય ધર્માદિક કહેવાય છે. दव् च अत्थिकायप्पयारधम्मो अ भावधम्मो अ । दव्वस्स पज्जवा जे ते धम्मा तस्स दब्बस्स ॥४०॥ ટીકાનો અર્થ- અહીં ધર્મ ત્રણ પ્રકારે છે તે આ ૧. દ્રવ્ય ધર્મ, ૨ અસ્તિકાય ધર્મ, ૩. પ્રચાર ધર્મ તેમાં દ્રવ્ય એના વડે ધર્મ ધર્મમાં કંઈક અંશે અભેદ હોવાથી દ્રવ્યધર્મ કહેવાય છે. તથા અસ્તિકાય એના વડે સૂચન કરવાથી સૂત્ર એમ માની ઉપલક્ષણપણાથી અવયવનોજ સમુદાય શબ્દનો ઉપચાર હોવાથી અસ્તિકાય ધર્મ કહેવાય (અસ્તિકાય એટલે જૈન શાસ્ત્રમાં સમૂહ) છે, પ્રચાર ધર્મ એના વડે આ ગ્રંથથી દ્રવ્ય ધર્મનો દેશ કહે છે. ભાવ ધર્મ એ વડે ભાવ ધર્મ સ્વરૂપ કહે છે. હવે પૂર્વે કહેલા ત્રણ ધર્મોના સ્વરૂપને કહે છે દ્રવ્યના પર્યાય જે ઉત્પાદ, વિગમ વિગેરે છે તે ધર્મ તે દ્રવ્યના કહેવા માટે દ્રવ્ય ધર્મ તે પર્યાય છે. આ પ્રમાણે બીજાથી અસંત એક દ્રવ્યનો અભાવ– પ્રદર્શન કરવાથી બહુ વચનનો નિર્દેશ કર્યો છે [એક પદાર્થના જે ધર્મો (અર્થાતુ અનંત ધર્મો) તે અન્ય પદાર્થોમાં સંયુકત નથી તેમ નહિ અર્થાત્ દરેક પદાર્થોમાં રહેલા છે. એવું જણાવવા માટે ધર્મ શબ્દ બહુવચનમાં છે]હવે અસ્તિકાયાદિ ધર્મ સ્વરૂપ કહે છે. धम्मत्थिकायधम्मो, पयारधम्मो य विसयधम्मो य । लोइयकुप्पावयणिअ, लोगुत्तर लोगऽणेगविहो ॥४२॥ ધર્મગ્રહણ કરવાથી ધર્માસ્તિકાય લેવું. તેથી ધર્માસ્તિકાય જ ગતિનો આધાર અસંખ્ય પ્રદેશવાળો ર૮
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy