SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ સૂત્રની ૧ લી ગાથા. धम्मो मंगलमुक्कट्टं (मुक्किट्टं ) अहिंसा संजमो तवो । देवावि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ १ ॥ અસ્ખલિત પદ ઉચ્ચારવું તે સંહિતા. તે આ પાઠથી સિદ્ધજ છે. હવે પદો કહે છે. ધર્મ, મંગળ, ઉત્કૃષ્ટ, અહિંસા, સંયમ, તપ, દેવ પણ નમે છે, જેનું ધર્મમાં નિરંતર મન છે તેમાં 'ધૂ' ધાતુ ધારણાના અર્થમાં છે. તેને 'મ' પ્રત્યય લાગવાથી ધર્મરૂપ થાય છે. મંગળનું રૂપ પૂર્વે કહ્યું છે. 'કૃષ' ધાતુનો અર્થ વિ લેખન છે તેને ઉત્ ઉપસર્ગ અને નિષ્ઠાન્ત ( કૃત ભૂતકૃદન્તથી પ્રત્યયાન્ત થયેલ છે) પ્રત્યય લાગવાથી ઉત્કૃષ્ટ એવું રૂપ સિદ્ધ થયું. તથા દૃહિ, હિસી અને હિંસાના અર્થમાં ધાતુ છે. તેમાં પા. ૭–૧-૫૮ સૂત્ર પ્રમાણે વચમાં 'ન' લાગીને સ્ત્રીરૂપમાં આ પ્રત્યય લાગી હિંસા શબ્દ થાય છે. તે નિષેધ વાચક પૂર્વે 'અ' લગાડી અહિંસારૂપ થયું. તથા યમ્ ધાતુ ઉપરમ્ના અર્થમાં છે. તેના પૂર્વે સમ્ ઉપસર્ગ લાગી સંયમ રૂપ થયું. તથા તપ્ સંતાપના અર્થમાં છે. તેને અસ્ પ્રત્યય લાગી તપ રૂપ થયું તથા દિવ્ ધાતુ કીડા, વિજીગિષા વ્યવહાર, દ્યુતિ, સ્તુતિ, સ્વપ્ન, કાન્તિ, ગતિ શબ્દોના અર્થમાં વપરાય છે. તેથી આ ધાતુને અચપ્રત્યય લાગી પ્રથમના બહુવચનમાં 'દેવાઃ' એમ થાય છે. 'અપિ' શબ્દ અવ્યય છે. 'તદ્' એ સર્વનામ છે તેનું બીજુ એકવચન રૂપ તમ્ થાય છે. તે પ્રમાણે નમ્ ધાતુને પા. ૩-૧-૧૯ સૂત્ર પ્રમાણે 'કયચ્' લાગતાં 'નમસ્યન્તિ' એમ થાય છે તથા યત્ શબ્દનું ષષ્ઠીનું એકવચન યસ્ય થાય છે. ગુજરાતીમાં રૂપ જેનું છે. ધર્મ એ પૂર્વે સિદ્ધ કરી ગયા છીએ. સદા એટલે બધા કાળમાં પા. ૫-૩-૧૫ સૂત્ર પ્રમાણે 'દા' પ્રત્યય લાગ્યો તે પા. ૫-૩-૧૬ સૂત્ર પ્રમાણે સદા રૂપ થયું. તથા 'મન' ધાતુ જ્ઞાનના અર્થમાં છે. એ ધાતુને 'અસ્' પ્રત્યય લાગી મનઃ રૂપ થયું. હવે પદોના અર્થ કહે છે. દુર્ગતિમાં પડનારા જીવને ધારી રાખે તે ધર્મ. તેજ કહ્યું છે કે = अध्ययन १ दुर्गतिप्रसृतान् जीवान् यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभेस्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥ १ ॥ દુર્ગતિમાં પડતા જીવોને જે ધારે છે તથા શુભસ્થાનમાં સ્થાપે છે તેથી ધર્મ કહ્યો. જેનાવડે હિત મંગાય તે મંગળ પૂર્વની પેઠે જાણવું. ઉત્કૃષ્ટ એટલે પ્રધાન નહિંસા તે અહિંસા અર્થાત્ જીવના ઘાતથી પાછા ફરવું સંયમ એટલે આશ્રવદ્વારને અટકાવવો જે અનેક ભવોમાં એકઠાં કરેલાં આઠ પ્રકારના કર્મોને તપાવે તે અનશનાદિ તપ ક્રીડાઓ વિગેરે કરે તે દેવો. અપિ એટલે સંભાવના થાય છે. કે દેવો પણ જેને નમસ્કાર કરે તો મનુષ્ય કરે તેમાં શું નવાઈ 'તમ્' એટલે એ ધર્મ કહેનાર જીવને નમે છે. એ પ્રકટ અર્થ છે. જે જીવનું પૂર્વે કહેલા સ્વરૂપમાં સદા મન એટલે અંતઃકરણ છે. આ પદોનો (અહિંસા સંયમ અને તપ ઉત્કૃષ્ટ મંગળ રૂપ ધર્મ છે તે જેમના હૃદયમાં નિરંતર રમે છે તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે.) અર્થ થયો. હવે પદોનો વિગ્રહ કહે છે. પણ પદોનો વિગ્રહ પરસ્પર અપેક્ષાવાળા સમાસને ભજે છે. પણ અહીં તેવો કોઈ સમાસ ન હોવાથી નથી બતાવ્યો. ચાલના એટલે શંકા અને પ્રતિ અવસ્થાન એટલે સમાધાન. તે જ્યારે પ્રમાણની ચિંતા કરીશું ત્યારે આગળ કહીશું. પણ તેમની પ્રવૃત્તિ આ ઉપાયવડે છે તે બતાવવા માટે કહે છે. कत्थई पुच्छइ सीसो, कहिंचऽपुट्टा कहंति आयरिया । सीसाणं तु हिषट्टा विपुलतरागं तु पुच्छाए ॥ ३८ ॥ ટીકાનો અર્થ- કોઈ વખત કંઈ ન સમજીને શિષ્ય પૂછે કે આ કેવી રીતે ? આજ ચાલના, અને ગુરુ सर्वास्वपि सूत्रप्रतिषु मुक्कट्टं पाटोवर्त्तते, अगस्त्यचूर्णो वृद्धविवरेण च मुक्कट्टं, मुक्किट्टं पाठद्वयमपि दृश्यते साम्प्रतकाले पुनः मुक् इति पाठप्रवृत्ति दृश्यते ॥ ર
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy