SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ વિગેરેનો નિક્ષેપો તે જાણવો ઉપોદ્ઘાત નિર્યુક્તિનો અનુગમ આ બે દ્વારની ગાથા વડે જાણવો. उद्देसे निद्देसे य निग्गमे खित्तकालपुरिसे य । कारण पच्चय लक्खण नए समोयारणङ णुमए । १ । किं कइविहं कस्स कहिं केसु कहं केच्चिरं हवइ कालं । कइसंतरमविरहियं भवागरिस फासण निरुत्ती ॥ २ ॥ તે આ છે. (૧) ઉદ્દેશો, (૨) નિર્દેશ, (૩)નિર્ગમ(૪) ક્ષેત્ર, (૫) કાળ, (c) પુરુષ, (૭) કારણ, (૮) પ્રત્યય, (૯) લક્ષણ, (૧૦) નય, (૧૧) સમવતારણ, (૧૨) અનુમત,(૧૩) શું, (૧૪) કઈ જાતનું, (૧૫) કોનો, (૧૬) ક્યાં, (૧૭) શેમાં, (૧૮) કેવીરીતે, (૧૯) કેટલી વાર છે, (૨૦) કેટલા, આંતરાવાળુંઅને (૨૧)અવિરહિત, (૨૨) ભવ (૨૩) આકર્ષા, (૨૪) સ્પર્શના અને (૨૫) નિરૂક્તિ. આ ૨૫ દ્વાર આ બે દ્વારની ગાથાનો સમુદાય અર્થ અને અવયવનો અર્થ વિશેષાવશ્યકથી જાણવો. પણ ચાલુ યોજનામાં આ પ્રમાણે છે. તીર્થંકર પ્રભુએ ઉપોદ્ઘાત કરીને આર્ય સુધર્માસ્વામીને તથા તેમનું પ્રવચન પછી જંબુ સ્વામીને, પછી પ્રભવ સ્વામીને ત્યાર પછી આર્યશયંભવ સ્વામિને અનુક્રમે કહેવાયું. અને તેમણે આનો ઉદ્ધાર કર્યો. તે પ્રમાણે કથનથી કર્યું. જેને આશ્રયીને અહીંજ આ રચ્યું તે પૂર્વે કહ્યું તે અનુક્રમે અવસર આવ્યે કહેવું જોઈએ. ત્યાં કહ્યું એ ઠીક નહિ એવી વાદીને શંકા થાય, આચાર્ય ખુલાસો કરે છે કે શંકા ન કરવી. વચમાં પણ ઉપોદ્ઘાત ત્યાં સ્વીકાર્યો હતો તેથી ત્યાં કહેલું પણ ઉપયોગીજ છે. વાદી એમ હોય તો પણ મોટા સંબંધ પૂર્વક હોવાથી વચગાળાનો ઉપોદ્ઘાત તે અહીંજ કહ્યો હોત તો ઠીક. આચાર્ય કહે છે. 'એમ નહિ. વર્તમાન શાસ્ત્રમાં અંતરંગ હોવાથી ત્યાં પણ ઉપયોગી છે. એટલું બસ છે. અક્ષર ગમનીકા માત્ર પ્રયાસનું જ ફળ છે. ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ સમાપ્ત. अध्ययन १ હવે સૂત્ર સ્પર્શિત નિર્યુક્તિનો અનુગમ કરે છે. અનુગમ (વખત) તે સૂત્ર સાથે જ થાય. વાદીની શંકા—જો એમ હોય તો ઉપન્યાસ કરવો એ નકામો છે. આચાર્ય એમ નહિ. નિર્યુક્તિ પણ સમાન પણે છે.અને સૂત્ર તે સૂત્રના અનુગમમાંજ કહેવાય. તે અવસર પ્રાપ્ત થયે કહેવાય છે જ. અહીં અસ્ખલિતાદિ પ્રકારે સૂત્રને શુદ્ધ ઉચ્ચારવું. તે આ પ્રમાણે. અસ્ખલિત, અમિલિત, અવ્યત્ય અક્રેડિત વિગેરે અર્થાત્ અનુયોગ દ્વારમાં કહ્યું છે તેમ દોષ ટાળી બોલવું એમ શુદ્ધ બોલતાં કેટલાક સાધુ ભગવંતોને કેટલાક અર્થના અધિકાર સમજાઈ જાય છે. કેટલાકને નથી સમજાતા. તે ન સમજાયેલા સમજાવવાને મંદ બુદ્ધિ યુક્ત શિષ્યોની જાણ માટે દરેક પદે કહેવું, વ્યાખ્યાનુ લક્ષણ આ છે. (૧) સંહિતા, (૨) પદ, (૩) પદાર્થ, (૪) પદ, વિગ્રહ, (૫) ચાલના અને (૬) પ્રત્યવસ્થાન આ છ પ્રકારે છે. ચાલુ વાત કહીએ છીએ ચાલુ તે આ સૂત્રઅનુગમમાં સૂત્ર ઉચ્ચારવું શરીર લોહીથી ખરડાયેલું હતું તેની ગંધથી ત્યાં સોયના જેવા મુખવાળી (શુચિમુખી) કીડીઓ આવીને કરડવા લાગી. કરડતાં કરડતાં અસંખ્ય કીડીઓએ તેનું શરીર ચારણી જેવું કરી નાખ્યું. તે સર્વવેદના તેણે ધીરજથી સહન કરી અને અઢી દિવસે તેનું મૃત્યું થતાં સ્વર્ગમાં ગયો. આમ ફક્ત અઢી દિવસના ઉપશમ, વિવેક અને સંવર શબ્દોને સમજી ગ્રહણ કરી લીધા અને કીડીઓના ચટકાની અસલપીડા શાંત ચિત્તે સહન કરી ચિલાતી પુત્ર સ્વર્ગે સીધાવ્યા. એવા ચિલાતી પુત્રને અમારા લાખ લાખ વંદન. ૨૬
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy