SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसत्र भाषांतर भाग १ अध्ययन १ નિયુકિતનો અનુગમ તેમાં નિયુકિત નો અનુગમ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રકારે છે. નિક્ષેપાનિયુકિત અનુગમ, ઉપોદ્દેઘાત નિયુકિત અનુગમ, અને સૂત્ર સ્પર્શિત નિયુકિત અનુગમ. તેમાં નિક્ષેપ નિર્યુકિતનો અનુગમ પૂર્વે કહ્યો. જે આ અધ્યયન કેટલાક વખતે ધન શ્રેષ્ઠીને આ વાતની ખબર પડી, એટલે તેણે આ દાસી પત્રચિલાતી પત્રને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. અહીંથી રજા મળતાં તે જંગલમાં ગયો, ત્યાં સિંહગહા નામની ભીલ લોકની પલ્લીએ પહોંચ્યો. ત્યાં પલ્લીપતિ મૃત્યુ પામતાં તેનો શ્રેષ્ઠ શરીર વૈભવ હોવાથી ભીલ લોકોએ તેને પોતાનો સ્વામી બનાવ્યો. ચિલાતી પુત્રને સુસુમાની યાદ સતાવ્યા કરતી હતી. વિષય રૂપી શસ્ત્રની પીડા વધતી ચાલી, એટલે તે પોતાના સર્વ સેવકોને ધનસાર્થવાહને ત્યાં ચોરી કરવા લઈ ગયો. અને સેવકોને કીધું કે, 'જે માલસામાન હસ્તગત થાય તે સર્વ તે સેવકોનો અને સુસુમ ઉપાડી લાવવાની તેં ચિલાતી પત્રની" રાત્રીને વિષે આ સર્વ ચોરો ધનશેઠને ત્યાં આવી પહોંચ્યા. ઘણા ચોરોને જોઈ ધનશેઠ પોતાના પાંચ પુત્રોને લઈ એકાંતમાં જીવ બચાવવા સંતાઈ ગયા. સામનો કરનાર કોઈ ન હોવાથી ચોરોએ સારી રીતે ધન એકઠું કર્યું અને ચિલાતી પુત્ર સુસુમાને ઉપાડી વિદાય થઈ ગયો. પણ ચોરો ઘરની બહાર નીકળ્યા કે શેઠે કોલાહલ કરી મૂક્યો. આથી નગરરક્ષકો ત્યાં આવ્યા. તેમને લઈ શેઠ પોતાના પાંચ પુત્રોની સાથે ચોરોની પાછળ પડ્યા. ચોરોએ નગરરક્ષકો અને શેઠને પોતાની પાછળ આવતા જોઈ ચોરેલો માલસામાન રસ્તા વચ્ચે મૂકી દઈ પોતાને રસ્તે દોડવા લાગ્યા. ચિલાતી પુત્રે પોતાની પાછળ શેઠ તથા તેમના પાંચ પુત્રોને આવતા જોયા એટલે તેણે સુસુમાનો વધ કરી નાખ્યો. પોતાની પાસેના તીવ્ર હથિયાર વડે તેનું મસ્તક કાપી મસ્તક હાથમાં લઈ ધડ ત્યાં જ રહેવા દઈ નાસી ગયો. શેઠે અને તેના પુત્રોએ સુસુમાનું ધડ જોયું. શેઠ પોતાની પુત્રીનું અને પાંચે ભાઈઓએ પોતાની બહેનનું આવું કમકમાટીભર્યું મૃત્યુ જોઈ ઘણો વિલાપ કર્યો અને દોડવાના થાકથી સર્વેને સુધાલાગી હવે ત્યાં બીજી કોઈ વસ્તુ ન હોવાથી અને ખાધા વગર પ્રાણ જવાની સ્થિતિ થવાથી સર્વેએ એક બીજાને મારીને ખાવાનો પ્રસ્તાવ મુક્યો. પણ કોઈએ ન સ્વીકાર્યો છેવટે પિતાએ સુસમા ના શરીરને ખાવાની વાત મૂકી. અને તે માંસ ખાઈને સર્વેએ જીવ બચાવ્યો. હવે પિતાએ અને ભાઈયોએ માંસ કેવા ભાવથી ખાધું હશે ! તે વિચારીને સાધએ પણ જીવ બચાવવા અને આરાધના કરવા માટે આહાર નિર્વાદ પણે રવાનો છે. આ દ્રષ્ટાંત કહીને હવે એની કથાની પૂર્તિ કરે છે. અને ઘર તરફ પાછા વળતાં શ્રી વીરપ્રભનો ઉપદેશ સાંભળ્યો, આ દેશના સાંભળી પાંચે પત્રોએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને શેઠે પોતે તો સંયમ ગ્રહણ કર્યું. ઉત્તમપણે સંયમ પાળતાં તથા ઉગ્રતપશ્ચર્યા કરી શેઠ સ્વર્ગે ગયા. ચિલાતી પત્ર હાથમાં સુસમાનું માથું લઈ ત્વરીત ગતિએ માર્ગ કાપતો હતો. તેનું આખું શરીર લોહીથી ખરડાયેલ હતું. પણ સુસુમાની હત્યાના કારણે મનથી તે હવે ભાંગી પડ્યો હતો. પોતાની જાત ઉપર તે ઘણો ખિજાયો હતો. રસ્તામાં તેણે એક મુનિરાજને કાયોત્સર્ગ દશામાં ઉભેલા જોયા. મુનિને જોતાં જ તે બોલ્યો ઃ હે મુનીશ્વર! જલદી મને ધર્મ કહો નહિ તો હું આ સ્ત્રીના મસ્તકની પેઠે તમારું મસ્તક પણ છેદી નાખીશ". મુનીને કંઈક પાત્રતા લાગી તેથી તેમને ઉપશમ–વિવેક–સંવર એ ત્રણ પદનું ઉચ્ચારણ કરીને આકાશમાર્ગે ચાલ્યા ગયા. ચિલાતી પત્રે વિચાર્યું. "મુનિએ આકાશગામિની વિદ્યાનું ઉચ્ચારણ કર્યું કે, કંઈ મંત્રાક્ષર કહ્યો? કે કંઈ ધર્મ મંત્ર કહ્યો?" એમ ચિંતવન કરી મુનિની જગ્યાએ ઉભો રહ્યો અને તે ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદનું ધ્યાન ધરવા લાગ્યો. તે ધ્યાન સાથે વિચારતો ગયો કે આ ત્રણ શબ્દનો અર્થ શો? વિચારતાં વિચારતાં તેણે પોતે જ ઉપશમ શબ્દનો અર્થ બેસાર્યો કે, “ઉપશમ એટલે ક્રોધની ઉપશાંતિ, ક્રોધનો ત્યાગ." એમ વિચારી તેણે ઉપશમ આદર્યો. વળી તેણે વિવેક શબ્દનો અર્થ વિચારતાં તે પણ સમજાયું કે, "કરવા યોગ્ય હોય, તેનો અંગીકાર અને ન કરવા યોગ્ય હોય તેનો ત્યાગ કરવો એ વિવેક." એમ સમજી તેણે વિવેકનો અંગીકાર કર્યો. છેવટે સંવર શબ્દનો અર્થ પણ તે સમજ્યો કે, પાંચ ઈન્દ્રિયોનાં જે તોફાન છે તેનો નિરોધ અર્થાત્ પાંચ ઈન્દ્રિયોને તે તે વિષયમાં જતી રોકવી, એનું નામ સંવર એ અર્થ સમજીને તેણે સંવર પણ આદર્યો. આમ તે ચિલાતી પત્ર તે ત્રિપદીનું ધ્યાન ધરતો ત્યાં જ કાયોત્સર્ગે રહ્યો. તેનું સર્વ ૨૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy