________________
श्री दशवकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ આયુષ્ય બાંધેલું એટલે બીજા ભવમાં મરીને તેણે નામ ગોત્ર ઉત્પન્ન કરેલ હોવાથી તે દ્રુમ થશે તે એક ભવિક જાણવો. જેના વડે દ્રુમ નામ ગોત્ર બંધ બાંધેલ છે. તે બદ્ધ આયુષ્ય છે. સન્મુખ નામ ગોત્ર -જવાની તૈયારી વાળો જે વડે તે બન્ને કર્મ ઉદીરણાદિ આવલિકામાં નાંખે તે જાણવું. આ ત્રણ પ્રકારે ભાવિ એટલે ભવિષ્યમાં ભાવ દ્રુમના કારણ હોવાથી દ્રવ્ય જાણવા.
હવે ભાવ દ્વમ તે બે પ્રકારે છે. આગમથી અને નો આગમથી. આગમથી જાણનારો અને ઉપયોગ રાખનારો અને નોઆગમથી તૃમજ પોતે દ્રુમ નામ ગોત્રના કર્મને વેદતો હોય તે જેવી રીતે આ દ્રુમના નિક્ષેપ કહ્યા તે પ્રમાણે પુષ્પના પણ નિક્ષેપ સ્થાપના વિગેરે કરી લેવા. હવે જુદા જુદા દેશમાં જન્મેલા શિષ્ય સમુદાયના સંમોહને દૂર કરવા માટે સિદ્ધાંતમાં ધૂમ' શબ્દના એક અર્થવાળા પર્યાય શબ્દોને બતાવે છે.
दुमा य पायवा रुक्खा,अगमा विडिमा तरू । कुहा महीरुहा वच्छा, रोवगा जगावि अ.॥ ३५ ॥ દ્રમ, પાદપ, વૃક્ષ અગમ, વિટપિન, તરવ, કુહા મહિરૂહા, વચ્છા, રૂપકા, રંજક વિગેરે.
તેમાં દ્રમની અર્થ સંજ્ઞા પૂર્વે કહી ગયા. પગવડે જે પીએ તે પાદપ એ પ્રમાણે બીજાની પણ યથાયોગ્ય સંભાવનાવડે અર્થ સંશા કહેવી. કારણ કે માગધી ભાષા લોક ભાષા હોવાથી જુદા જુદા દેશના વપરાતા શબ્દો તેમાં વપરાતા હોવાથી સંસ્કૃત પ્રમાણે તેમાં અર્થ થઈ શકે નહિ). હવે પુષ્પના એક અર્થવાળા શબ્દો કહે છે.
पुष्पाणि अ कुसुमाणि अ फुल्लाणि तहेव होंति पसवाणि । सुमणाणि अ सुहुमाणि अ पुष्फाणं होंति एगट्टा ॥३६॥ પુષ્પ, કુસુમ, ફુલ, પ્રસવ, સુમન, સૂક્ષ્મ વિગેરે. પુષ્પના એક અર્થવાળા નામ છે.
હવે દ્રુમ અને પુપિકા એક વાક્યમાં એક અધ્યયનનું નામ હોવાથી તેનો શબ્દાર્થ કહે છે. દ્રુમનું પુષ્પ તે દ્રુમ પુષ્પ. આ અવયવ લક્ષણવાળો ષષ્ઠી તત્પરૂષ સમાસ છે. અને તે દ્રુમ પુષ્પ શબ્દને પા. ૫-૩–૭ સૂત્ર પ્રમાણે 'ક' પ્રત્યય લાગતાં દ્રમ પુષ્પક બન્યું. અહીં સ્ત્રીપણાની વિવિક્ષા હોવાથી ૪-૧-૪ સૂત્ર પ્રમાણે 'આ' પ્રત્યય લાગી ૭–૩–૪૪ સુત્ર પ્રમાણે દીર્ઘ થઈ પા. ૬-૧-૧૦૧ સુત્ર પ્રમાણે દ્રમ પમ્પિકા' શબ્દ બન્યો. દ્રમ પુષ્પના ઉદાહરણથી યકૃત તે દ્રુમ પુષ્પિક. તે દ્રુમ પુપિકા અધ્યયન તે સમાનાધિકરણ તત્પરૂષ સમાસ છે. એના એક અર્થવાળા શબ્દો બતાવે છે.
दुम पुष्फिआ य आहारएसणा गोअरे तया उंछो । मेस जलूगा सप्पे वणऽक्वंइसुगोलपुत्तुदए ॥ ३७ ॥
દ્રમ પુષ્પના ઉદાહરણ યુકત તદ્રુમ પુષિકા છે. અને કહે છે કે (આગળ કહેશે) 'નહીં સુમસ પુ!' જેમ ઝાડના ફુલોમાં વિગેરે.' તથા આહારની એષણા તે આહારેષણા. એષણા શબ્દ લેવાથી ગવેષણા વિગેરે પણ જાણવું. તે અર્થને સૂચવવાથી આહારેષણા તથા ગોચર એટલે ભેદ ભાવવિના ચારે તરફ ગાયની માફક વર્તવું તે ગોચર તે જાણવું. બીજી રીતે ગોચરને બદલે ગોચાર રૂપ થાય. તે ગોચર અર્થનું સૂચન કરવાવાળું હોવાથી આ અધ્યયનને ગોચર કહ્યું. એ પ્રમાણે બધી જગ્યાએ ભાવવું. એનો ભાવાર્થ એ છે કે જેમ ગાય એક સરખી ચરે છે તેમ સાધુએ પણ ફરવું, નહિ કે પૈસાને આશ્રયીને ઉત્તમ, અધમ અને મધ્યમ કુળમાં જવું (એટલે પૈસાદારને ત્યાં જવું અને ગરીબને ત્યાં જવું નહિ એમ નહિ). અથવા વણિક વત્સના ડ્રષ્ટાંત પ્રમાણે વર્તવું તે દ્રષ્ટાંત આ રીતે જાણવો. (પોતાના બાળકને ખવડાવતી મા દાગીનાથી સુશોભિત હોય પણ બાળક તેના રૂપ અને અલંકારને ન જોતાં પોતે પોતાના આહારને જુએ છે અને ખાય છે. તે પ્રમાણે ગૃહસ્થના ઘરમાં ગૃહસ્થની સ્ત્રી સુંદર હોય પણ પોતાની શુદ્ધ ગોચરી તરફ લક્ષ રાખવું) તથા મૂળ ગાથામાં 'ત્વક' શબ્દ છે તે આ પ્રમાણે છે. ત્વગુ એટલે અસાર લેવું. તે અર્થ સૂચવનારૂં હોવાથી આ અધ્યયનનું 'ત્વક' નામ ઠીક છે.
રર