SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसत्र भाषांतर भाग १ अध्ययन १ આનિરવદ્ય વચન, આચારમાં જે ધ્યાન રાખનારો હોય તેનેજ હોય. તેથી તે બાબતનું આઠમું અધ્યયન છે. કહે છે કે લક્ષ રાખવું તે આઠમા અધ્યયનમાં અધિકાર પણે કહ્યું છે. 'પ્રણિધાન' એટલે વિશેષ પ્રકારે ચિત્તમાં ધર્મ સ્થાપવો. કહ્યું છે કે પળિદાળરહિસ્સેદ, નિરવîવિમાસિયં । સાવઝ્ઝતુાં વિોય, પ્રાત્થોદ સંવુડ || પ્રણય ધ્યાન (પ્રણિધાન) રહિત (ઉપયોગ વિનાનું) બોલવું તે નિર્દોષ હોય તો પણ પાપ તુલ્ય જાણવું. અધ્યાત્મમાં રહેલું ચિત્ત અહીં સંવર વાળું છે, એટલે ઉપયોગ પૂર્વક બોલવું. એ પ્રમાણે જાણવું આચારમાં જેનું ધ્યાન છે તેજ યોગ્ય વિનયવાળો થાય છે, એ વિનય બતાવનારજ નવમું અધ્યયન છે. કહે છે કે નવમા અધ્યયનમાં વિનયના વિષયનો અધિકાર છે. કહ્યું છે કે વિનયવાળો છે તે મોક્ષની आयारपणिहाणंमि, से सम्मं वट्टई बुहे । णाणादिणं विणीए जे, मोक्खट्टा णिविगिच्छए ॥ 'આચારમાં જેનું ધ્યાન છે તેજ પંડિત યોગ્ય વર્તન છે. જ્ઞાનાદિમાં જે ચિકિત્સા એટલે આકાંક્ષા રાખનાર સમજવો વિગેરે. આ નવ અધ્યયનમાં જે લીન રહે તે ઉત્તમ રીતે ભિક્ષુ છે. આ સંબંધ વડે સભિક્ષુ એટલે તેને ભિક્ષુ કહે છે એ દસમું અધ્યયન જાણવું. કહે છે કે આ દસમા અધ્યયનમાં આ સાધુની ક્રિયાને બતાવનારૂં દસમું અધ્યયન સમાપ્ત કર્યું. આ ક્રિયા યુક્તજ ભિક્ષુ છે તેથી આ ભિક્ષુ છે એમ ચાર ગાથાનો અર્થ સમજવો. હવે તે ભિક્ષુ તેવા ગુણો એ કરી યુક્ત હોય પણ કદાચ કર્મની પરતંત્રતાથી એટલે આત્માની શક્િત કરતાં કર્મ બળવાન થાય તો મુંઝાય-તેને સ્થિર કરવાનું જે કર્તવ્ય છે. તે વિષય બતાવનારૂં બે ચૂડાનું જોડાણ છે (માથાના ઉપર જેમ ચોટલી હોય તેમ અધ્યયન ઉપરાંત અધિકાર જુદો બતાવ્યો હોય તે ચૂડા કહેવાય ) ચૂડા એટલે ચોટલી. दो अज्झयणा चूलिय, विसीययंते थिरीकरणमेगं । बिइए विवित्तचरिया असियणगुणाइरेगफला ॥२४॥ ટીકાનો અર્થ- બે અધ્યયન. તેમાં શું છે ? તેમાં બે ચૂડા છે. તેમાં પ્રમાદવશ થઈ કોઈ સાધુ ખેદ પામતો હોય તો તેને સંયમમાં સ્થિર કરવો એમ છે અને તેમાં તેનું સ્થિર કરવાનું ફળ બતાવ્યું છે તેજ પ્રમાણે તેમાં સંસાર તરફ દોડનાર સાધુને બતાવ્યું છે કે ઘેર જઈ દુઃખથી જીવવાનું અને મુઆ પછી નરક વિગેરેનાં દુર્ગતિ તેના ફળ ભોગવવાનાં છે એવા દોષ બતાવ્યા છે. બીજી ચૂડામાં તેજ પ્રમાણે વિવિક્ત ચર્ચાનું વર્ણન છે. કેવી રીતે ? તે કહે છે. 'દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવવડે વિષયોથી વિમુખ રહેવું તે એકાંત ચર્યા જાણવી. સાથે એમ પણ જાણવું કે એક ઠેકાણે ન પડી રહેતાં સર્વત્ર વિહાર કરવો જેથી નિર્મલ ચારિત્ર પળે છે અને ચારિત્રમાં ખેદ ન આવે. એ બતાવનાર તે ચૂડા છે. दसकालिअस्स एसो, पिंडत्थो वण्णिओ समासेणं । एतो एक्केक्कं पुण अज्झयणं, कित्तइस्सामि ॥ २५ ॥ ટીકાનો અર્થ- આ દશ વૈકાલિકનો પૂર્વે બતાવ્યા પ્રમાણે સામટો અર્થ સામાન્ય રીતે કહ્યો. એ અર્થ સંક્ષેપમાં છે માટે આગળ આગળ એક એક અધ્યયનને ખુલાસાથી કહીશું. (પુનઃ) શબ્દનો ગૂઢાર્થ રહેલો છે. (તે ગૂઢાર્થથી એમ સૂચવ્યું કે આગળ ખુલાસો કરશું) पढमं दुमपुष्फियऽज्झयणं તેમાં પહેલું અધ્યયન 'દ્રુમ પુષ્પિકા' તેના ચાર અનુયોગ થાય છે. તે દ્વાર નીચે પ્રમાણે છે. ’ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર અનુયોગના દ્વારોનું અધ્યયનમાં પહેલાં વર્ણન છે. આ (૧) A વિ. ભા. ગા. ૯૦૭ થી ૯૨૦ 3 અનુ–૭૫. C ઉત્તરા. ચૂં. પૃ. ૮ ૧૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy