SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ કર્મ પ્રકૃતિ બાંધે છે. કહ્યું છે કે આધા કર્મ આહાર ખાનારો સાધુ આઠ કર્મ પ્રકૃતિ બાંધે છે વિગેરે. અને નિર્દોષ પિંડ ભોગવનારો શુભ પ્રકૃતિ બાંધે છે. આટલેથીજ સમજવું. હવે ચાલુ વાત કહીએ છીએ. સત્ય પ્રવાદ પૂર્વમાંથી વાકય શુદ્ધિ નામનું અધ્યયન ઉદ્ધર્યું છે. તે સત્ય પ્રવાદમાં જનપદ લોકમાં જે બોલાય તે બોલવું તે જનપદ સત્ય વિગેરે) નું કથન છે. તે વાકય શુદ્ધિ નામનું સાતમું અધ્યયન જાણવું. બાકીનાં અધ્યયન પહેલું બીજાં વિગેરે નવમા પ્રત્યાખ્યાન નામના પૂર્વની ત્રીજી વસ્તુ (પ્રકરણ)માંથી ઉદ્ધર્યા. બીજો પણ આદેશ વિધિ સાથે જ ગણિ પિટક અને આચાર્ય સર્વસ્વ અર્થાત્ દ્વાદશ અંગ આચારાંગ વિગેરેમાંથી ઉદ્ધર્યું. તે દશવૈકાલિક પૂર્વે કહ્યા પ્રમાણે લેવું. મનકના અનુગ્રહને માટે કર્યું. એ ત્રણ ગાથાનો અર્થ થયો. હવે જેટલાં અધ્યયન છે તે સંબંધી કહે છે. दुमपुफियाइया, खलु दस अज्झयणा सभिक्खुयं जाव । अहिगारेवि य एत्तो, वोच्छं पत्तेयमेकेक्के ॥ १९ ॥दार।। અર્થ- તેમાં પહેલું અધ્યયન દ્રુમ પુષ્પિકા' ત્યાંથી લઈ 'સભિખુયે" સુધી દસ અધ્યયન જાણવાં. ખલુ' શબ્દનો વિશેષ અર્થ છે. તે સૂચવે છે કે બે ચૂડાઓ (ચૂલિકાઓ) છે ત્યાં સુધી જાણવું. આ દશ અધ્યયનો અધિકાર કહેવાના દ્વાર વડેજ કહેવાની ઈચ્છાથી સંબંધપણા વડે અર્ધી ગાથા કહે છે. એટલે અધિકારને પણ એક એક અધ્યયનમાં કહીશું. અધ્યયનના છેવટ સુધી જે અનુસરે તે અધિકાર (વિષય બાબત) જાણવો. पढमे धम्मपसंसा, सो य इहेब जिणसासणम्मित्ति । बिइए धिइए सक्का, काउं जे एस धम्मोत्ति ॥ २० ॥ तइए आयारकहा उ, खुड्डिया आयसंजमोवाओ। तह जीवसंजमोऽवि य, होइ चउत्थंमि अज्झयणे ॥२१॥ भिक्खविर्मोही तवसंजमस्स गुणकारिया उ पंचमए । छट्टे आयारकहा महई जोग्गा महयणस्स ॥ २२ ॥ वयणविभत्ति पुण सत्तमम्मि पणिहाणमट्टमे भणियं । णवमे विणओ दसमे, समाणियं एस भिक्खुत्ति ॥२३॥ - ટીકાનો અર્થ- પહેલા અધ્યયનમાં શું અર્થાધિકાર (બાબત) છે તે કહે છે. ધર્મ પ્રશંસા. દુર્ગતિમાં પડતાં આત્માને ધારણ કરે તે ધર્મ. તેની પ્રશંસા-સ્તુતિ. બધા પુરુષાર્થમાં ધર્મ જ પ્રધાન છે. એ પ્રમાણે સ્તુતિ છે. બીજાઓ પણ એમજ કહે છે. धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥ ધર્મ તે પૈસાના આકાંક્ષીને કુબેર માફક ધન આપનાર છે. ભોગના ઈચ્છુકોને ને સર્વ ભોગ આપનાર છે. તેમજ પરંપરાએ મોક્ષનો આપનાર પણ ધર્મજ છે. ધર્મ સાથે તેને ધન, ઈચ્છિત વસ્તુ અને છેવટે મોક્ષ મળે છે વિગેરે. આ ધર્મ તે જિનશાસનમાં જ જાણવો. કારણ કે અહીંયાંજ નિરવદ્ય (નિર્દોષ) વૃત્તિનો સદ્દભાવ છે. એ પ્રમાણે જરૂર પડતાં આગળ પણ વિસ્તારથી કહીશું. ધર્મનો સ્વીકાર કરનાર નવીન દીક્ષિતને અધર્યતા, સંમોહ ન થાઓ. તેના નિરાકરણ માટે તેજ બાબતવાળું બીજુ અધ્યયન છે. કહે છે કે બીજા અધ્યયનમાં આ અધિકાર છે. ધીરજ હેતુવડે કરવાને શકિત માન થાય છે. અહીં જે શબ્દ છે તે પૂર્ણ અર્થવાળો નિપાત (અવ્યય) છે. તે આ જૈન ધર્મ ધૈર્ય આપે છે. કહ્યું છે કે= जस्स धिई तस्स तवो जस्स तवो तस्स सोग्गई सुलहा । जे अधितिमंत पुरिसा तवोवि खलु दुल्लहो तेसिं ॥ જેને ધીરજ તેનેજ તપ થાય. જેને તપ તેને સુગતિ સુલભ. જે અધર્યવાળા પુરૂષો છે તેમને તપ પણ દુર્લભ છે અને તેમને સુગતિ પણ દુર્લભ છે એ જાણી લેવું. પણ આ ધીરજ સદાચારમાં રાખવી, ન કે દુરાચારમાં આટલા માટે તે બાબતને બતાવનારૂં ત્રીજાં અધ્યયન છે. તેથી કહે છે કે આચાર ગોચર કથા. એટલે આચાર સૂચવનારૂં કથન. આ આચાર કથન ટુંકાણમાં અને વિસ્તારથી એમ બે ભેદો હોવાથી અહીં ટુંકામાં કહે છે. ફુલ્લિકા એટલે લઘવી. (નાની.) તે આચાર કથનમાં આત્માના સંયમનો ઉપાય છે. સંયમન એટલે કબજામાં લેવું તે. આત્માને કબજામાં લેવો તે તેનો ઉપાય છે. કહ્યું છે કે = ૧છે.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy