SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ તમે તેમને ઓળખો છો' ? આચાર્ય બોલ્યા, ' હા, છોકરાએ પૂછ્યું. 'તે ક્યાં છે ? આચાર્યે કહ્યું, 'એક શરીરમાં રહેનાર તે મારા મિત્ર છે' અને તે મારા સમાન જાણ, અને તું મારી પાસે દીક્ષા લે ? બાળકે કહ્યું, 'હા હું એમ કરીશ.' તેથી આચાર્યે ઉપાશ્રયે આવીને આલોચના કરી. સચિત્તની પ્રાપ્તિ કરી. (તેની માતાની આજ્ઞા વિના દીક્ષા આપી તેજ સંબંધી આલોચના કરી સંભવે છે) તેણે દીક્ષા લીધી ત્યાર પછી આચાર્યે ઉપયોગ દીધો કે આ કેટલો કાળ જીવશે ! પૂર્વની વિદ્યાથી જાણ્યું કે તેનું છ માસનું આયુષ્ય છે. આચાર્યને તેથી તાત્કાલિક બુદ્ધિ ઉત્પન્ન થઈ કે એના થોડા આયુષ્યમાં શું કરવું ? તેથી ચૌદ પૂર્વી સાધુ કંઈપણ કાર્ય ઉત્પન્ન થયેથી સૂત્રનો ઉદ્ધાર કરે છે. તથા દસ પૂર્વી (પણ જે છેલ્લો હોય) તે નિશ્ચે ઉદ્ધાર કરે છે (ભવિષ્યમાં સાધુઓને ઉપયોગી બાબતો જોઈ તે સંગ્રહી નવું સૂત્ર બનાવે છે.) તે પ્રમાણે મારે પણ આ કારણ ઉત્પન્ન થયું છે. તેથી હું પણ ઉદ્ધાર કરૂં ? એમ વિચારી ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો. ઉદ્ઘાર કરતી વખતે થોડો દિવસ બાકી રહ્યો હતો એટલે વિકાળ હતો. તે સમયે ઉદ્ધર્યુ. એથી દસવૈકાલિક કહેવાય છે. આ કથા વડે જેણે એનો ઉદ્ધાર કર્યો એ દ્વારનો ભાવાર્થ કહ્યો. એટલુંજ નહિ પણ જેને માટે ઉદ્ધાર કર્યો તે પણ કહી દીધું. નિર્યુક્તિકાર પણ તેજ કહે છે. मणगं पडुच्च सेज्जंभवेण, निज्जूहिया दसज्ज्झयणा । वेयालियाइ ठविया, तम्हा दसकालियं णामं ॥ १५ ॥ મનકને વાસ્તે શય્યભવ સૂરિએ દસ અધ્યયન વિકાળમાં (થોડો દિવસ બાકી હોય તેને વિકાળ કહે છે તે સમયે ) ઉદ્ધર્યા માટે દસ વૈકાલિક નામ પડ્યું. ટીકાનો અર્થ- મનક નામના બાળકને આશ્રયીને શય્યભવસૂરિએ પૂર્વમાંથી ઉદ્ધરીને 'દ્રુમપુષ્પિકા' વિગેરે દશ અધ્યયન વિકાળમાં રચ્યાં વીતિ ગયેલો કાળ તે વિકાળ. અથવા વિકલનં તે વિકાળ અથવા વિકાળ એટલે અસકલ (થોડો) આ બધા એક અર્થવાળા શબ્દો છે. તે વિકાળમાં એટલે છેવટના દિવસમાં (દિવસના પાછળના પહોરમાં) 'દ્રુમપુષ્પિકા' વિગેરે દસ અધ્યયન સ્થાપિત કર્યા માટે દસ હૈ કાલિક નામ જાણવું તેની વ્યુત્પત્તિ પૂર્વે કહી ગયા છીએ. દસ વિકાલિક નામ પણ વિકાળમાં ઉદ્ઘરવાથી વ્યાકરણના સૂત્ર પ્રમાણે પાણીની વ્યાકરણના સૂત્ર પ્રમાણે [ પ્રત્યય થયો છે અને ૭–૨–૧૧૭ સૂત્ર દ્વારા વૃદ્ધિ થવાથી વિકાલ શબ્દ ઉપરથી વૈકાલિક શબ્દ સિદ્ધ થયો (પા. ૪–૨–૮૦) તથા તદ્ધિતના પા. ૭–૨–૧૧૭ સૂત્ર પ્રમાણે વર્ગાદિ શબ્દથી સિદ્ધ થાય છે.) દસ અધ્યયનનું નિર્માણ વૈકાલિકમાં તે દશ વૈકાલિક એ પ્રમાણે જેને આશ્રયીને રચ્યું તે બતાવ્યું. હવે જે અધ્યયનો જ્યાંથી ઉદ્ધર્યાં તે કહી બતાવે છે. ઞયવાય પુજ્વા, નિમ્બૂઢા ઢો ધમ્મપન્નત્તી । વાયવુબા, પિંડમ્સ ૩ સળા તિવિહા ॥ ૬ ॥ सच्चप्पवाय पुव्वा, निज्जूढा होड़ वक्कसुद्धी उ । अवसेसा निज्जूढा नवमस्स उ तइयवत्थूओ ॥ १७ ॥ ओवि अ आएसो, गणिपिडगाओ दुवालसंगाओ एवं किर णिज्जूढं मणगस्स अणुग्गहट्टाए ॥ १८ ॥ કથન અર્થ- આત્મ પ્રવાદ પૂર્વ જેમાં આત્માના સંસારી અને મુક્ત વિગેરે અનેક ભેદોથી ભિન્ન સ્વરૂપનું તેમાંથી ધર્મ પ્રજ્ઞપ્તિ, ષડ્ જીવનિકા એટલે (ચોથું અધ્યયન) ઉદ્ધર્યુ. તથા કર્મ પ્રવાદ પૂર્વમાંથી શું ઉદ્ધર્યુ તે કહે છે. પિંડની ત્રણ પ્રકારની એષણા ઉદ્ધરી, કર્મપ્રવાદ પૂર્વ જેમાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનું મૂળ એટલે શાથી બંધાય તે કથન છે. તેમાંથી પિંડની ત્રણ પ્રકારની એષણા જેમાં ગવેષણા, ગ્રહણેષણા, અને ગ્રાસેષણા એમ ત્રણ ભેદે ભિન્ન છે તે ઉદ્ઘર્યુ (એષણા એટલે શોધવું, અને નિર્દોષ રીતે વાપરવું) આ પિંડેષણા આ સંબંધ વડે લાગુ થાય છે. આધા કર્મી (સાધુને માટેજ બનાવેલ) આહાર ખાવા વડે ખાનાર જ્ઞાનાવરણીયાદિ ૧૬
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy