SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ તેની પ્રતિમા સભાવ સ્થાપના રૂપ, એક સરખું રૂપ બતાવે તે સદ્દભાવ છે. અને તેવું સરખું રૂપ ન બતાવતાં એક સોપારી વિગેરે મૂકી દેવ માને તે અસદ્દભાવ સ્થાપના. તે પ્રતિમાના દર્શન વડે પ્રતિબદ્ધ એટલે મિથ્યાત્વ અજ્ઞાન, નિદ્રા દૂર થવાથી સમ્યગ્દર્શનનો અંતરમાં પ્રકાશ જેમને પ્રાપ્ત થયો. 'મનકપિતા' એટલે મનક નામનો જે બાળક તેના પિતા. દશ કાલિકનો નિર્વહક એટલે ઉદ્ધાર પૂર્વ વિગેરેમાંથી જેમણે કર્યો તેમને હું વાંદું છું–સ્તતિ કરૂ છું. આ ગાથાનો અર્થ જાણવો. એનો ભાવાર્થ નીચેની કથાથી જાણવો. અહીં વર્ધમાન સ્વામી જે છેલ્લા તીર્થકર તેમના શિષ્ય તીર્થના સ્વામી સુધર્મ નામના ગણધર હતા. તેમના શિષ્ય જંબુસ્વામી હતા. તેમના શિષ્ય પ્રભવસ્વામી તેમને એક દિવસ મધ્ય રાત્રિએ વિચાર થયો કે મારા પછવાડે ગણનાયક કોણ થશે? તેથી શ્રત બળથી પોતાના આખા સમુદાયમાં તથા સંઘમાં સર્વત્ર ઉપયોગ કર્યો પણ કોઈ સંભાળ લેનાર ન જોયું. ત્યારે તેમણે ગૃહસ્થો તરફ દૃષ્ટિ કરી ત્યારે રાજગૃહી નગરીમાં શäભવ નામનો બ્રાહ્મણ જે યજ્ઞ કરતો હતો તેને જોયો તેથી રાજગૃહી નગરીમાં આવીને બે સાધુના સમુદાયને મોકલ્યો અને યજ્ઞકરવાના મહોલ્લામાં ભિક્ષા વાસ્તે ધર્મ લાભ આપવાનું તેમણે સૂચવ્યું. પણ જો તમોને તેઓ ગોચરી ન આપે તો તમારે કહેવું કે = अहोकष्टमहोकष्टम् तत्त्वं न ज्ञायते - क्वचित् કષ્ટ ઘણું કરે છે પણ તત્ત્વ જાણતા નથી.' એમ સમજાવી મોકલ્યા. તે શિષ્યો ગયા. જ્યારે બે સાધુઓને ગોચરીનો નિષેધ કર્યો ત્યારે તેઓ પોતાના ગુરુના કહેવા પ્રમાણે કષ્ટ ઘણું કરે છે પણ તત્ત્વ જાણતા નથી' બોલ્યા. શäભવ બ્રાહ્મણ જે દરવાજા આગળ ઉભા હતા તેમણે તે સાંભળ્યું તેણે વિચાર કર્યો કે મોહને શાંત કરેલ આ તપસ્વીઓ અસત્ય વચન બોલે નહિ, એમ વિચારી પોતાના અધ્યાપક પાસે જઈ કહ્યું તત્ત્વ શું છે તે કહો' તે બોલ્યો વેદ તે તત્ત્વ છે.' ત્યારે શäભવે તલવાર ખેંચી કહ્યું. જો તું મને અંદરની બરાબર વાત નહિ કરે તો તારો શિરચ્છેદ કરીશ.' ત્યારે અધ્યાપકે વિચાર્યુ કે મારો અંતકાળ આવ્યો છે અને તેથી મારે સત્ય વાત કહેવી જોઈએ. આમ વિચારી તેમણે કહ્યું કે 'આ યજ્ઞ સ્તંભની ખુંટી નીચે સર્વરમયી જિનેશ્વરની પ્રતિમા દાટેલી છે તે અરિહંત ભગવાનનું કહેવું ધર્મ વાકય તેજ તત્ત્વ છે. તે વખતે તેને સત્ય કહેવાથી શäભવ તેના પગમાં પડ્યો અને યજ્ઞનો જે કંઈ સામાન હતો તે તેને ભેટ કર્યો. અને તે તે સાધુઓની શોધ કરતો આચાર્યની પાસે આવી વંદના કરી સાધુઓને કહ્યું 'મને ધર્મ કહો' ત્યારે આચાર્યો, ઉપયોગ દીધો. અને ઓળખ્યો તે આજ - શયંભવ છે. પ્રભવ સ્વામીએ સાધુ ધર્મ સમજાવ્યો. તે પ્રતિબોધ પામી અને દીક્ષા લઈ ચૌદ પૂર્વ સુધી ભણ્યા. આ શäભવસૂરિ જાણવા. જ્યારે શäભવે દીક્ષા લીધી ત્યારે તેની સ્ત્રી સગર્ભા હતી. આથી તે બાઈના સંબંધીઓ જ્યારે શäભવે દીક્ષા લીધી ત્યારે રડવા લાગ્યા અને કહ્યું કે યુવા સ્ત્રીનો પતિ પુત્ર વિનાની મૂકી સાધુ બની ગયો પણ તેઓએ સાથે પૂછ્યું 'કેમ તારે ગર્ભ છે' ? ત્યારે બાઈએ કહ્યું યત્કિંચિત્ હોય તેમ જણાય છે.' યતું કિંચિતનો અર્થ મનાક (માગધી ભાષામાં મનક) છે. યોગ્ય સમયે પુત્ર જનમ્યો અને પહેલાં સગાંવહાલાઓએ પૂછેલું ત્યારે 'મનક' કહેલું તેથી લોકોએ પુત્રનું નામ 'મનક' પાડ્યું. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે માને પૂછ્યું 'મારો બાપ કોણ ? માંયે કહ્યું તારા બાપે દીક્ષા લીધી. છોકરો નાસીને ખાનગી તપાસ કરી બાપ પાસે ગયો. તે વખતે આચાર્ય ચંપાપુરીમાં હતા. બાળક પણ પૂછતો પૂછતો ચંપામાં આવ્યો. તે વખતે આચાર્ય બહાર ઈંડિલે ગયા હતા. તેમણે બાળકને જોયો. બાળકે આચાર્યને હાથ જોડ્યા વાંદ્યા બાળકને જોઈ આચાર્યને સ્નેહ થયો.બાળકને પણ તેમજ થવાથી આચાર્યે તેને પૂછ્યું, હે બાળક, તું ક્યાંથી આવે છે? બાળકે કહ્યું 'રાજગૃહીમાંથી,' આચાર્યે પૂછ્યું તું કોનો પત્ર'? અથવા કોનો પત્ર? 'શટ્ય ભવ નામના બ્રાહ્મણ જેમણે દીક્ષા લીધી. તેનો હું પત્ર થાઉં' એમ બાળકે જવાબ આપ્યો. આચાર્યે જવાબ આપ્યો તું કેમ આવ્યો છે' પત્રે કહ્યું 'હું પણ દીક્ષા લઈશ' પાછું તેણે કહ્યું
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy