SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशबैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ અધિક આયુષ્યમાં તે પ્રમાણે ગણત્રી કરવી.) હવે કાળનિક્ષેપનું વર્ણન કરવાની ઈચ્છાથી કહે છે. दब्बे अद्ध अहाउअ उचक्कमे देसकालकाले य । तह य पमाणे वण्णे भावे पगयं तु भावेणं ॥ ११ ॥ દ્રવ્ય તે વર્તનાદિ લક્ષણવાળો દ્રવ્યકાળ કહેવો. 'અદ્ધ એટલે ચંદ્ર સૂર્ય વિગેરેની ક્રિયાવાળો અઢીદ્વીપ સમુદ્રની (બે સમુદ્ર અને અઢી દ્વીપનો)અંદર વર્તતો 'અદ્ધાકાળ' જાણવો. તેમાં સમય, આવલી, દિવસ, પક્ષ, માસ વિગેરે જાણવા. તથા આયુષ્ય કાળ એટલે દેવતા વિગેરેના આયુના લક્ષણવાળો કાળ જાણવો. ઉપક્રમ કાળ (ઈચ્છિત એવા પદાર્થને નજીકમાં લાવવા સ્વરૂપ) એટલે જે શીખવવાનું હોય તે વિષયની સમીપે શિષ્યને લાવવાનો કાળ જાણવો. આ કાળ સામાચારી અને આયુષ્યના ભેદથી ભિન્ન કહેવો, તથા દેશકાળ કહેવો, દેશ, પ્રસ્તાવ, અવસર અને વિભાગ એ પર્યાય શબ્દો છે. એ બધા એક અર્થમાં વાપરવા એમ જાણવું કે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિનો સમય, તથા કાળ કાળ કહેવો. તે એક કાળ શબ્દનો અર્થ પૂર્વે કહેલો લેવો અને બીજો અર્થ સમય સંબંધી (મૃત્યુ) છે જે મરણ ક્રિયાનું વિચારવું તે જે અમુક સમયેજ આવે છે. તે 'ચ' શબ્દ સમુચ્ચયના અર્થમાં જાણવો. પ્રમાણકાળ એટલે 'અદ્ધાકાળનો એક વિભાગ. તે દિવસ વિગેરેના લક્ષણવાળો જાણવો. વર્ણકાળ એટલે વર્ણ (રંગ) વાળો કાળ (કાળો રંગ) જાણવો. ભાવકાળ ઔદયિક વિગેરે ભાવકાળ તે સાદિ, સપર્યવ વિગેરે ભેદોથીભિન્ન જાણવો. એટલે તેમાં સાદિ સાંત' એ અહીં ન લેવો, પણ ઔદયિકાદિ ભાવ લેવો. પ્રકૃત કાળ તે અહીં દિવસ પ્રમાણકાળનો અધિકાર જાણવો. તેમાં પણ ત્રીજી પોરિસિનો કાળ લેવો અને તે પણ બહુ કાળ વીતી ગયા પછી (દસ વૈકાલિકની ઉત્પત્તિનો સમય બતાવ્યો.) આ પ્રશ્ન- મૂળ ગાથામાં તો પાયં ભાવેv[ પ્રકૃત ભાવથી પ્રયોજન છે અને તમે પ્રમાણ કાળ લીધો તો એ વિરૂદ્ધ કેમ નથી આવતો? આચાર્ય કહે છે- 'ક્ષાયોપથમિક ભાવ કાળમાં શäભવસૂરિએ નિર્વાહ કર્યો (ઉદ્ધય) અને પ્રમાણ કાળમાં પૂર્ણ કર્યું એમ કહેવાથી કહેલાં લક્ષણો વિરૂદ્ધ નથી અથવા પ્રમાણકાળ પણ ભાવકાળજ છે. તેનું અદ્ધા કાળનું સ્વરૂપ હોવાથી તેનું ભાવપણું છે. કારણ કે તે ક્રિયારૂપપણે છે. કાળના દ્રવ્ય, અદ્ધા, આયુષ્ય, ઉપક્રમ, દેશ, કાલ, કાલ કાલ, પ્રમાણ, વર્ણ અને ભાવ એટલા દશ ભેદ છે. તેમાં ભાવકાળમાં ભાવકાળની સાથે દશવૈકાલિકનો સંબંધ રાખ્યો. અને પ્રમાણકાળ બતાવી ત્રીજે પહોરે ઘણો વખત ગયા પછી ઉદ્ધર્યું. એ બે સાથે આવવાથી વાદીને શંકા થઈ કે નિકિતકાર આવું કેમ બોલે છે? ત્યારે આચાર્યો ઉત્તર આપ્યો પ્રમાણકાળ પણ ભાવકાળમાં અદ્ધા કાળના સ્વરૂપે હોવાથી સમાવેશ થાય છે; ગાથાનો અવયવાર્થ વિશેષાવશ્યકથી જાણવો. તે નિકિતકાર કહે છે. सामाइयअणुकमओ वण्णे उं विगयपोरिसीए उ । निज्जूढं किर सेज्जंभवेण दसकालियं तेणं ॥ १२ ॥ ટીકાનો અર્થ – સામાયિક તે આવશ્યકનું પહેલું અધ્યયન છે. તેનો અનુક્રમ (પરિપાટી) તે અથવા સામાયિકમાં અનુક્રમ (એટલે એક પછી એક કહેવું) તેથી સામાયિકનો (અનુક્રમ વર્ણવવાને આંતરા વિના મૂકેલી ગાથાઓના દ્વારો છે એમ વર્તમાન વિષયથી જણાય છે. વિગત પોરિસીમાંજ એટલે ત્રીજી પોરિસી ઘણી - વ્યતીત થયે છતે 'તુ' શબ્દ નિશ્ચય વાચક જાણવો. 'નિકુંઢ' એટલે પૂર્વમાં રહેલો વિષય ઉદ્ધરીને રચ્યું. કિલ' શબ્દ પરોક્ષ આખ આગમ વાદનો સૂચક છે (તીર્થકર કે તેમના ગણધર પાસે સાંભળ્યું હોય તે પ્રત્યક્ષ કહેવાય, ગુરુ પરંપરાયે સાંભળે તે પરોક્ષ) શય્યભવસૂરિ ચઉદ પૂર્વી છે તેમણે પૂર્વે જણાવેલ દશ વૈકાલિક શબ્દનો અર્થ કહ્યો) દશ વૈકાલિક ઉદ્ધર્યું તે કારણથી એમણે રચ્યું એમ કહેવાય છે. ગાથા સમાપ્ત. ૧રા - શ્રત અને સ્કંધનો નિક્ષેપો જેમ અનુયોગ દ્વાર સૂત્રમાં કહેલો છે તેમ ચાર પ્રકારે જાણવો. પણ સ્થાન ખાલી ન રહે માટે થોડું કહેવામાં આવે છે. દ્રવ્ય શ્રતનો આગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર અને એ બન્નેથી જુદું એત્રણ ભેદ થાય. (ભણીને મરેલો તે જ્ઞ શરીર અને ભવિષ્યમાં જે બાળક ભણશે તે ભવ્ય શરીર) અને તે બન્ને ૧૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy