________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
णामं टवणा दविए माउयपयसंगहेक्कए चेव । पज्जवभावे य तहा सत्तेए एक्कगा होंति ॥ ८ ॥ (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) માતૃકાપદ (૫) સંગ્રહ (૬) પર્યાય (૭) ભાવ આ સાત
પ્રકારે છે.
ટીકાનો અર્થ – એક તેજ એક (એકલું) નામ એક (૨) સ્થાપના એક, સુગમ છે. (૩) દ્રવ્ય એક તે સચિત્ત અચિત્ત તથા મિશ્ર. તેમાં સચિત્ત તે પુરુષ; અચિત્ત તે રૂપીઓ વિગેરે, મિશ્ર તે ઝાંજર પહેરેલું માણસ તથા (૪) મૂળ પદ (જે ગણધરોને ત્રિપદીમાં તીર્થંકરે બતાવ્યા) ઉપન્ગેઈ વા' વિગમેઈ વા,' 'વ્વઈ વા' (ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને કાયમ રહે છે ? આ માત્રક પદ કહેવાય છે. તે સિવાય વ્યવહારમાં અ, આ, ઇ, ઈ, તે પણ માત્ર પદ (મૂળ પદ) જાણવાં. તેમના વડે જ બધા શબ્દોનો વ્યવહારવ્યાપેલો હોવાથી માત્રપદ કહેવાય છે. અહીં કહેવાની માફક લિંગ વચન પણ થાય છે એટલા માટે આ ઉપન્યાસ કર્યો છે. (૫) સંગૃહીત તે ચોખાનો સમૂહ. એટલે તાત્પર્ય એ છે કે સંગ્રહ શબ્દથી એકમાં પણ સમુદાય આવી જાય. જેમકે ચોખા લાવ્યો એમ કહેવાથી એક દાણો નહિ પણ અનેક દાણાનો સમૂહ પ્રવૃત્તિમાં આવે છે તેથી એક દાણો પણ શાલિ કહેવાય અને ઘણા દાણા પણ શાલિ કહેવાય (ઉત્તમ જાતના ચોખાને શાલિ કહે છે) લોકમાં આ રીતિ છે. હવે અહીં આદિષ્ટ અને અનાદિષ્ટ એ બે શાલિના ભેદ છે. જેમકે કલમ શાલિ તે કલમનાજ ચોખાનો આદેશ કર્યો. પણ જો કલમ શાલિ ન કીધા હોય તો ગમે તે ચોખા સમજવા. તે અનાદિષ્ટ છે. તે યોજના યથાયોગ્ય કરવી. (૬) પર્યાયિક તે એક પર્યાય, પર્યાય એટલે વિશેષ ધર્મ તે અનાદિષ્ટ વર્ણ વિગેરે એટલે કોઈ પણ રંગ સમજાય. પણ જો આદિષ્ટ એટલે કાળો રંગ વિગેરે કહ્યું હોય તો તેજ કામ લાગે. બીજા આચાર્ય બધા શ્રુત સ્કંધની વસ્તુની અપેક્ષાથી આવી વ્યાખ્યા કરે છે કે અહીં પર્યાયથી એમ સમજવું કે અનાદિષ્ટ તે શ્રુતસ્કંધ જાણવો અને આદિષ્ટમાં દશ કાલિક નામનું સૂત્ર જાણવું. કેટલાક એમ કહે છે કે અનાદિષ્ટ તે દશવૈકાલિક સૂત્ર અને આદિષ્ટ તે તેનું કોઈ પણ અધ્યયન જેમ કે ધ્રુમપુષ્પિકા વિગેરે કહે પણ આ જોઈએ તેવું મનોહર નથી. કારણ કે દશવૈકાલિક નામ કહેવાથી આદેશની સિદ્ધિ થાય છે. તેથી પછીના મત કરતાં પહેલાનો મત ઠીક છે (૭) ભાવે તે એક ભાવ જેમ કે અનાદિષ્ટ કોઈ પણ ભાવ. અને આદિષ્ટ તે ઔદયિક, ક્ષાયિક વિગેરે આ સાત જોડે જોડે કહેલા એક એક થાય છે. અહીં દશ પર્યાય અધ્યયનોનો એક સંગ્રહ હોવાથી તેનોજ અધિકાર જાણવો. બીજા આચાર્ય કહે છે શ્રુતજ્ઞાન ક્ષયોપમિક ભાવમાં વર્તે છે. તેથી ભાવ એકમાં તેનો અધિકાર છે. (બન્નેનું કહેવું ઠીક છે, હવે આ એકની માફક જ બે વિગેરેના નિક્ષેપા હોવાથી તે છોડીને લાગલોજ દશ શબ્દનો નિક્ષેપો કહીએ છીએ.
દશ શબ્દનો નિક્ષેપો :
णामं ठवणा दविए खित्ते काले तहेव भावे अ । एसो खलु निक्खेवो दसगस्स उ छब्बिहो होइ ॥९॥ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ છ પ્રકારે દસ શબ્દનો નિક્ષેપો છે.
વાદીનો પ્રશ્ન- બેથી નવ છોડી કેમ દશનો નિક્ષેપ લીધો ? ઉત્તર- દશનો નિક્ષેપ લેવાથી બાકીના વચલા સમજાઈ જશે. તેમાં નામ સ્થાપના નિક્ષેપો સુગમ છે. દ્રવ્ય દશક તે દશ દ્રવ્ય, જેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર તેના અનુક્રમે દાખલા મનુષ્ય, રૂપીઓ, અને કડાં વિગેરે યુક્ત પુરુષ, ક્ષેત્ર દશક તે ક્ષેત્રના દશ પ્રદેશ. (વિભાગ) કાલ દશક તે દશ કાળ. એટલેવર્તનાદિ રૂપપણાથી કાળની દશ અવસ્થા થાય છે તે અવસ્થાઓ બાલા ક્રીડા મંદા વિગેરે આગળ કહીશું (દશ દશ વર્ષની ૧૦૦ વર્ષ સુધીમાં દશ અવસ્થા થાય છે.) ભાવદશક તે સન્નિપાતિક ભાવમાં સ્વરૂપથી ભાવવા. (ચોથા કર્મ ગ્રંથમાં તે ભાંગા બતાવ્યા છે.) અથવા તેજ વિષયમાં
૧૧