________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ ચારિત્રથી ભ્રષ્ટ થયેલાનું સેવન કરતા નથી. જેમ ઠંડા પાણીથી ભરેલો ચંડાલનો કુવો હોય તો પણ ઉચ્ચ જાતિના લોકો તેમાંથી પાણી પીતા નથી. આવી જ રીતે મુમુક્ષુઓ ભ્રષ્ટાચારીનું વચન સ્વીકારતા નથી.
(૭) હવે શાનો અનુયોગ (કથન) કરવો તે કહે છે. જો કે બધા સિદ્ધાંતનું કથન થાય છે પણ અહીં પ્રસ્તાવિક વાતને અનુસરી દશ વૈકાલિકનું કથન કરીશું.
વાદીની શંકા-'દશ કાલિકની નિર્યુક્તિ કરીશું એ વચનથી વર્તમાન કથન સમજી જવાયું ત્યારે આ ઉપન્યાસ કર્યો તે નિષ્ફળ છે.' આચાર્ય કહે છે– 'એમ નહિ. અધિકારવાળો વિષય નિક્ષેપાદિ દ્વારના સમૂહ વડે તમામ શ્રુત સ્કંધનો વિષય હોવાથી તેનાજ બળ વડે નિર્યુક્તિકારે પણ ઉપન્યાસ કર્યો. પણ આજ સ્થાનથી બીજી જગ્યાએ પણ શાસ્ત્રનું નામ કહેવા પૂર્વક ઉપન્યાસ કરાય છે એમ જાણવું. (નિર્યુક્તિકારનો અધિકાર નિર્યુક્તિકારે બતાવ્યો અને શાસ્ત્રકારે શાસ્ત્રની વિધિ બતાવી એમ સમજવું.)
નિર્યુક્તિકારની અર્ધી ગાથાને થોડામાં સમજાવી અને બાકીની જે અર્ધી ગાથા રહી તે પણ અધ્યયનના અધિકારમાં જ્યારે સમય આવશે ત્યારે બતાવશું. કારણ કે ત્યાં ઉપક્રમ અનુગમ નિક્ષેપ, નય, એચાર અનુયોગ છે. દ્વારનું અનુપૂર્વી વિગેરે તેના ભેદોનું તથા સૂત્ર વિગેરેનું લક્ષણ તેને યોગ્ય પરિષદ્ વિગેરેનું કહેવાનું શક્ય પણ બીજી જગ્યાએ કહેવું શોભતું નથી કારણ કે અહીં તેનો વિષય નથી. હવે આપણી ચાલુ વાતને નિર્યુક્તિકાર કહે છે.
एयाइँ परूवेउं कप्पे वण्णिय गुणेण गुरुणा उ । अणुओगो दसवेयालियस्स विहिणा कहेयव्वो ॥ ६ ॥
ટીકાનો અર્થ – આ નિક્ષેપાદિ દ્વારો કહીને બૃહત્કલ્પ સૂત્રમાં બતાવેલા ૩૬ ગુણોવાળા ગુરુએ દશવૈકાલિકનું શાસ્ત્રમાં કહેલી વિધિએ કથન કરવું. પણ ન જાણનારો શિષ્ય પૂછે છે. ' હે ભગવન્ જો દશ વૈકાલિકનું કથન કરો તો કહો કે તે અંગ છે કે અનેક અંગ છે ? એક શ્રુત સ્કંધ કે અનેક છે ? એક અધ્યયન છે કે અનેક ? એક ઉદ્દેશો કે અનેક ઉદ્દેશા એમ આઠ પ્રશ્ન છે તેમાં ત્રણ યોજાય છે. દશ વૈકાલિક એક શ્રુત સ્કંધ, અનેક અધ્યયન અને અનેક ઉદ્દેશા એ ત્રણ જાણવાં આ પ્રમાણે છે તેથી દશ વિગેરે પદનો નિક્ષેપો કરવો જેમ દશનો, કાળનો, શ્રુત સ્કંધનો, અધ્યયનનો ઉદ્દેશાનો છે તેમજ નિર્યુક્તિકાર કહે છે.
.
दसकालियंति नाम संखाए कालओ य निद्देसो । दसकालियसुअखंधं अज्झयणुद्देस निक्खिविरं ॥७॥
ટીકાનો અર્થ- દશ કાલિક પૂર્વે તેનો શબ્દાર્થ કહેલો છે. એવું જે નામ તે સંખ્યા અને કાળથી તેનો કાળમાં નિક્ષેપ કરવો. અર્થાત્ વિશેષ અભિધાન (નામ પાડવું.) આનુ નિબંધન વિશેષ પ્રકારે આગળ કહીશું. મણગ નામના લઘુ શિષ્ય માટે એ કહેવા વડે તેથી દશકાલિક. કાળમાં પ્રવૃત્તિ થઈ તેથી કાલિક દશ શબ્દની સાથે કાળ શબ્દનો નિક્ષેપો શ્રુત સ્કંધ, અધ્યયન તથા ઉદ્દેશાને તેના વિષયમાં સ્થાપના કરી કથન કરવું (વીવરીને બતાવવું). આ ગાથાનો અર્થ છે.
હવે જેવો હૃદયમાં કહેવાનો વિચાર તેવો મોઢેથી ખુલાસો એ ન્યાયને અનુસરી જે શાસ્ત્ર કહેવાનો અભિપ્રાય છે તેને તેનું નામ આપવું યોગ્ય હોવાથી પ્રથમ દશ શબ્દનોજ નિક્ષેપો દર્શાવે છે. 'દ' તે ગણત્રીમાં એક બે ત્રણ, ચાર વિગેરેને અનુસરી વર્તે છે. જો એક ન હોય તો દશ પણ ન થાય. માટે પ્રથમ એક શબ્દમાંજ નિક્ષેપો કરવાની ઇચ્છાથી કહે છે.
૧૦