SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ પણ પહેલા દશવૈકાલિકના વ્યાખ્યાનમાં જરા કહીયે છીએ આ દેશમાં ઉત્પન્ન થયેલા હોવાથી તે સુખથી બોધ વાકય કહી શકે છે. ૨. પિતાનું તે કુળ ઉત્તમ હોવાથી જેમ તેજસ્વી પ્રાણી ભાર વહન કરવામાં ૧૦. સ્થિર પરિપાટી એટલે સતત અભ્યાસથી અનુયોગની પરિપાટીને એવી સ્થિર કરી હોય, કે જેથી જરાપણ સૂત્ર કે અર્થ ભૂલાય નહિ, તે સ્થિરપરિપાટી ૧૧.ગૃહિત વાકય એટલે ઉપાદેય વચની. એમનું થોડું વચન પણ મહાર્થ જેવું લાગે. ૧૨. જિતપર્ષદ એટલે મોટી સભામાં પણ ક્ષોભ ન પામે. ૧૩. જિતનિદ્ર એટલે અલ્પ નિદ્રાવાનું તે રાત્રે સૂત્ર (૩) અને અર્થની વિચારણા કરતી વખતે નિદ્રાથી બાધિત ન થાય. ૧૪. મધ્યસ્થ એટલે બધા શિષ્યો પર સમભાવવાળા. ૧૫-૧૬-૧૭ દેશકાળ અને ભાવને જાણનાર. તે તે લોકાનો દેશ, કાળ અને ભાવ જાણીને સુખે વિચારી અથવા શિષ્યોના ભાવ જાણીને તેને તે રીતે સુખે પ્રવર્તાવે. ૧૮. આસનલબ્ધ પ્રતિભાવાનું એટલે કર્મના ક્ષયોપશમથી તત્કાલ પરતીથિકના પ્રશ્નોના જવાબો આપવામાં સમર્થ હોય તે, આસગ્નલબ્ધ-પ્રતિભાવંત. ૧૯. વિવિધ દેશોની ભાષા જાણે, જેથી વિવિધ દેશોના શિષ્યોને સહેલાઈથી શાસ્ત્રોભણાવી શકે અને તે તે દેશના લોકોને તે–તે ભાષા વડે ધર્મ માર્ગમાં જોડી શકાય. ૨૦૨૪. પંચવિધ જ્ઞાનાચાર વગેરે આચારોથી યુક્ત એટલે ઉજમાળ. કારણ કે પોતે આચારમાં અસ્થિર હોય તો બીજાઓને આચારોમાં પ્રવર્તાવી શકતા નથી. ૨૫. સૂત્રાર્થ અને તદુભયના જાણકાર, તે સૂત્રાર્થ–તદુભયવિજ્ઞ. તેની ચતુર્ભગી આ પ્રમાણે છે. ૧. સૂત્ર આવડે અર્થ નહીં ૨. અર્થ આવડે પણ સૂત્ર નહીં. સૂત્ર અર્થ બંને આવડે, ૪. સૂત્ર-અર્થ બંને ન આવડે. આમાં ત્રીજો ભાંગો ગ્રહણ કરવો. તેથી સૂત્રાર્થ અને તદુભય વિધિને જે ભણે, તે સૂત્રાર્થ તદુભયવિધિશ કહેવાય છે. ૨૬-૨૭. આહરણ એટલે દૃષ્ટાંત હેતુ કારક અને જ્ઞાપક–એમ બે પ્રકારે છે. જેમ ઘટનો કર્તા કુંભાર તે કારક હેતુ અને અંધારામાંથી ઘડાને પ્રકાશમાં લાવનાર દીવો જ્ઞાપક હેતુ છે. ઉપનય એટલે ઉપસંહાર. દૃષ્ટાંતથી જાણેલ પદાર્થને ચાલુ વિષયમાં જોડવો તે ઉપનય–કારણ. એ પ્રમાણે પાઠ હોય; તો કારણ એટલે નિમિત્ત સમજવું. નય એટલે નૈગમ વગેરે. આહરણ, હેત, ઉપનય, કારણ અને નય વગેરેમાં નિપુણ હોય, તે જેવો શ્રોતા હોય તે પ્રમાણે હેતુ વગેરેનું પ્રતિપાદન કરી તત્ત્વ સ્વીકારાવે છે. ૨૮. 'ઉપસંહારનિપુણ હોય તે સારી રીતે અધિકૃત અર્થનો ઉપસંહાર કરી શકે.. ર૯. નવનિપુણ હોય, તે સારી રીતે અધિકૃત નયના કથન વખતે સારી રીતે વિસ્તારથી વિભાગપૂર્વક નિયોને કહી શકે. ૩૦. પ્રતિપાદનની શકિત યુકત તે ગ્રાહણકુશલ. ૩૧-૩૨. સ્વશાસ્ત્રપરશાસ્ત્રને જાણે છે. બીજા વડે આક્ષેપ કરાયેલ સ્વપક્ષ પરપક્ષના આક્ષેપોને દૂર કરે. ૩૩. અતુચ્છ સ્વભાવ એટલે ગંભીર. ૩૪. દીપ્તિમાન – પરવાદીથી પરાભવ ન પામે તેવા. ૩૫. શિવ એટલે ગુસ્સા વગરના અથવા તેજસ્વી. જ્યાં વિચરે ત્યાં કલ્યાણ કરનાર, ૩૬. સોમ એટલે ગુસ્સા શાંત વૃષ્ટિવાળા- આ પ્રમાણે છત્રીસ ગુણોવાળા ગુરુ જાણવા. ઉપલક્ષણથી આચાર્ય ચંદ્રના કિરણોનાં સમૂહ જેવા મનોહર ઔદાર્ય- શૈર્ય આદિ ગુણોથી યુક્ત એટલે શોભતા અને પ્રવચનના ઉપદેશક હોય છે. તેથી કહ્યું છે, કે મૂળગુણ–ઉત્તરગુણરૂપ સેંકડો ગુણોથી યુકત ગુર, સારી રીતે દ્વાદશાંગીના સારરૂપ પ્રવચનકહી શકે છે. જે મૂળગુણ વગેરે ગુણો યુક્ત છે. તેના વચન ઘીથી સિંચાયેલ અગ્નિની જેમ શોભે છે. ગુણહીનના વચનો તેલ વગરના દીવાની જેમ શોભતા નથી.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy