________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
आहरणहेउ कारणणयनिउणो गाहणाकुसलो ॥३॥ ससमयपरसमयविउ गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ ગુળો પવયળસાર પરિવદેૐ ॥૪॥
(૧) મૂંગો થઈને સાંભળે, સાંભળ્યા પછી (૨) હોંકારો દે, પછી (૩) બોલે કે ઠીક કહ્યું, પછી પ્રશ્ન કરે, પછી (૫) વિચારે; ત્યાર પછી(૬) પ્રસંગને અનુસરતી વાત કરે, ત્યાર પછી (૭) સંપૂર્ણ અર્થ સમજે આ સાંભળનારના સાત ગુણ છે. સાંભળનાર તથા કથા કરનારની પ્રવૃત્તિ ચાર પ્રકારે થાય. ૧. ગુરૂ પ્રમાદિ, શિષ્ય અપ્રમાદિ, ૨ ગુરુ અપ્રમાદિ, શિષ્ય પ્રમાદી ૩ ગુરુ શિષ્ય બન્ને પ્રમાદિ ૪. ગુરુ શિષ્ય બન્ને અપ્રમાદી. આ ચારમાં ત્રીજા ભાંગામાં બન્ને પ્રમાદી હોવાથી કંઈ પ્રવૃત્તિ નથી. ૧લા તથા ૨ જામાં થોડી પ્રવૃત્તિ અને ૪ થામાં સંપૂર્ણ પ્રવૃત્તિ છે.
આમાં દૂધ દેનારી ગાયનો દ્રષ્ટાંત છે. ૧લા ભાગમાં ગાય વસૂકી ગયેલી પણ દોહનારો હોશિયાર. રજા ભાગમાં ગાયને દૂધ ખરૂં પણ દોહનાર આળસું. ૩ જા ભાગમાં ગાયને દૂધ પણ નહિ અને દોહનાર પણ હોશિયાર નહિ. ૪ થામાં ગાયને દૂધ ઘણું અને દોહનારો હોશિયાર એવી રીતે ઉપમા આચાર્ય અને શિષ્યોની જાણવી. ગાય સરખા ગુરુ અને દોહનાર માફક શિષ્યો. ક્ષીર માફક અર્થ સમજવાની પ્રવૃત્તિ તે બીજા અને ૩જા ભાગમાં શૂન્ય જાણવી. અથવા ઇચ્છા ન હોય તો ગુરુ યત્કિંચિત્ શિષ્યને પ્રાપ્ત ન કરાવી શકે. ચોથામાં પણ ગુરુ ની આકાંક્ષા અને શિષ્યના અપ્રમાદથી લાભ લઈ શકે. ત્રીજામાં પ્રમાદી ગુરુ અને વિનયથી ગ્રહણ કરનાર શિષ્યો ન હોવાથી સારી રીતે દૂધ ન મેળવે તેમાં અર્થની પ્રાપ્તિ ન થાય.
(૬) અનુયોગ કોણે કરાવવો તે અત્રે કહે છે. આર્ય તે નીચે પ્રમાણે ગુણવાળો હોય તેણે કરાવવા. દેશ, કુળ, જાતિ રૂપ એ ચાર જેના ઉત્તમ હોય, શરીરનું સંઘયણ મજબુત હોય, ધીરજવાન હોય, આકાંક્ષા રહિત, વિકથા ત્યાગી, નિષ્કપટી, શીખીને ન ભૂલનાર, જેનું વચન બીજા માન્ય કરે, પરિષહ જીતનાર, અલ્પ નિદ્રા લેનાર, મધ્યસ્થ, દેશ કાળ ભાવને જાણનાર, બુદ્ધિમાન, જુદા જુદા દેશની ભાષા જાણનાર, પાંચ આચાર પાળ નાર, સૂત્ર અર્થ અને બન્નેની વિધિ જાણનાર, ઉદાહરણ હેતુ કારણ અને નય એ ચારમાં નિપુણ શીખવવામાં કુશળ, જૈન અને પર મતના સિદ્ધાંતોના જાણકાર, ગંભીર, તેજસ્વી, કલ્યાણકારી, શાંત મુદ્રાવાન સેંકડાં ગુણોથી શોભાયમાન પ્રવચનનો સાર કહેવા યોગ્ય. એ સર્વે ગુણ યુક્ત યોગ્ય છે. આ બધાનો સંપૂર્ણ અર્થ બૃહત્ કલ્પ સૂત્રથી જાણી લેવો.
×૧. દેશયુક્ત એટલે મધ્યદેશમાં અથવા સાડાપચ્ચીસ આર્યદેશોમાં ઉત્પન્ન થયેલ હોય તે. દેશયુક્ત જ આર્યદેશમાં કહેલ વસ્તુને જાણે છે. તેથી સુખપૂર્વક બધા શિષ્યો તેની પાસે ભણી શકે.
૨. પિતાના વંશ સંબંધી હોય તે કુલ કહેવાય, લોકમાં પણ વ્યવહાર છે, કે આ ઈક્ષ્વાકુલમાં ઉત્પન્ન થયેલ છે, તેથી તે કુલવાન્ સ્વીકારેલ અર્થ (કાર્ય)ને પૂર્ણ કરનાર થાય છે.
૩. માતાનો વંશ તે જાતિ. જાતિવાન હોય તે વિનયાદિ ગુણ યુક્ત હોય છે.
૪. રૂપવાન, લોકોને ગુણવિષયક બહુમાન પ્રાપ્ત થાય છે. કહ્યું છે, કે જેવી આકૃતિ હોય તેવા ગુણો હોય છે. એ કહેવત મુજબ કુરૂપ વ્યક્તિ આદેય નથી બનતી.
૫.સંઘયણવાન હોય,જેથી વિશિષ્ટ શરીરબલ દ્વારા વ્યાખ્યાન કરવામાં થાકે નહિ.
૬. ધૃતિવાન એટલે વિશિષ્ટ માનસિક સ્થિરતાવાન. તે અતિગહન પદાર્થોમાં પણ ભ્રમ (મુંઝવણ) ન પામે. ૭. અનાશંસી એટલે શ્રોતા વગેરે પાસેથી વસ્ત્ર વગેરેની ઇચ્છા વગરનો.
૮. અવિકત્શન :– અતિ બોલનાર નહિ અથવા કોઈના નાના થોડા અપરાધમાં વારંવાર બોલે નહિ. ૯. શઠતા રહિત− અમાયાવી.