SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ અને જ્ઞાનથી નિર્જરા રૂપ સાર્થકતા સ્વીકારેલી છે. આટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે जं रइओ कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं । तं नाणी तिहि गुत्तो खवेइ ऊसासमेत्तेणं ॥ १ ॥ નારકીમાં (અજ્ઞાનથી) ઘણા કરોડો વર્ષે જે કર્મ ખપે તે કર્મ ત્રણ ગુપ્તિવાળો જ્ઞાની પુરુષ એક શ્વાસોચ્છવાસમાં ખપાવે છે. વિગેરે. 'અહીં પહેલું, મંગળ'—દ્રુમ પુષ્પિકા અધ્યયન વિગેરે છે. ધર્મની પ્રશંસા સ્વીકારવાના હેતુથી તે મંગળ સ્વરૂપ છે. મધ્ય મંગળમાં ધર્માર્થ કામ અધ્યયન વિગેરે છે અને તેમાં આચાર કથા વિગેરે વિસ્તારથી કહેવાયેલા હોઈને મંગળ સ્વરૂપજ છે. છેલ્લું મંગળ ભિક્ષુ અધ્યયન વિગરે જાણવું કારણકે તેમાં ભિક્ષના ગુણો વિગેરેનું અવલંબન છે. આ પ્રમાણે અધ્યયનના વિભાગથી ત્રણે મંગળનો વિભાગ બતાવ્યો. હવે સૂત્ર વિભાગથી બતાવીએ છીએ તેમાં પહેલું 'ધમ્મો મંગળ' ગાથા સૂત્ર રૂપે જાણવું. તેમાં ધર્મ બતાવેલો હોવાથી તે મંગળનો હેતુ છે. મધ્ય મંગળ પણ જ્ઞાન દર્શન ઇત્યાદિ સૂત્રની ગાથા છે. તેમાં જ્ઞાનની સાથે સંબંધ કરવાથી તે જ્ઞાન મંગળ રૂપે જાણવું. છેલ્લે મંગળ 'ણિકખમ્મમાણાઈય' વિગેરે જાણવું. તેમાં ભિક્ષુના ગુણો સ્થિર કરવા માટે વિવિક્ત ચર્યા (બ્રહ્મચર્ય ગુપ્તિ) નો વિષય હોવાથી ભિક્ષુ ગુણોનું મંગળ રૂપ જાણવું. શિષ્યનો પ્રશ્ન- મંગળ શબ્દનો શું અર્થ થાય છે ? આચાર્ય ઉત્તર આપે છે સાંભળો અગિ, રગિ, લિંગ, વિંગ મિંગ એમ દંડક ધાતુઓ છે. આ ધાતુઓના સ્વરૂપમાં પા. ૭-૧-૫૮ અનુસાર 'નુમ' પ્રત્યય લાગે છે. ઉણાદિકમાં અનુબંધનો લોપ કર્યો થકે પ્રથમાના એક વચનમાં મંગળ થાય છે. ('મગ્' ધાતુ છે અને તેને ઉણાદિક પ્રત્યય લાગે ત્યારે વચનમાં અનુસ્વાર અને છેવટે 'લ' પ્રત્યય લાગવાથી મંગલ થાય છે. બીજી રીતે જે વડે હિત મંગાય તે મંગલ અથવા મંગાય (સમજાય) અથવા સધાય તે મંગળ.વળી 'મ' એ ધર્મનું નામ છે અને 'લા' ધાતુ લેવાના રૂપમાં છે. તે જોડતાં પા. ૩–૨–૩ નિયમાનુસાર કર પ્રત્યયના અનુબંધનો લોપ કર્યાથી પા. ૬–૪-૬૪ સૂત્ર અનુસાર આકારનો લોપ થવાથી પ્રથમના એક વચનમાં નપુંસક લિંગે મંગળ થાય છે. એટલે મંગ-ધર્મ લાવે તે મંગલ અર્થાત્ મંગલ એ ધર્મ પ્રાપ્તિનો હેતુ છે. અથવા મને સંસારથી છૂટો કરે—ગાળી નાખે દૂર કરે તે મંગળ. તે મંગળના ચાર નિક્ષેપા છે. નામ મંગળ, સ્થાપના મંગળ, દ્રવ્ય મંગળ અને ભાવ મંગલ એમનું સ્વરૂપ વિશેષ આવશ્યકથી જાણવું આ ગાથાનો અર્થ સમાપ્ત કરતાં નિર્યુક્તિ કાર ભગવંત કહે છે ઃનામારૂ મંગાં પિય વવિંદ પન્નવેઢાં ॥ ૨ ॥ ચાર પ્રકારે નામાદિ મંગલ બતાવીને અહીંયાં સંબંધક કૃદંત મૂકીને શું બતાવે છે તે કહે છે. सुयनाणे अणुओगेणाहिगयं सो चउव्विहो होड़ । चरणकरणाणुओगे धम्मं गणिए (काले ) य दविए य ॥ ३ ॥ શ્રુત જ્ઞાનમાં અનુયોગ વડે પ્રાપ્ત કરેલું ચાર પ્રકારે છે. ચરણ કરણાનુયોગ, ધર્માનુયોગ, (ધર્મકથાનુયોગ) ગણિતાનુયોગ, અને દ્રવ્યાનુયોગ. ટીકાકારની વ્યાખ્યા- સાંભળેલું જ્ઞાન જે તે શ્રુત જ્ઞાન. તે શ્રુતજ્ઞાનમાં અનુયોગ વડે અધિકાર છે. અહીં એવી ભાવના છે કે ભાવ મંગળના અધિકારમાં શ્રુતજ્ઞાન વડે અધિકાર છે, કહ્યું છે કે एत्थं पुण अहियारो सुयणाणेणं जओ सुएणं तु । सेसाणमप्पणो ऽविय अणुओगु पईवदिट्टंतो ॥ १ ॥ 'અહીં પણ અધિકાર શ્રુતજ્ઞાન વડે છે જે શ્રુત વડે જ બીજાનો અને પોતાનો અનુયોગ (કથન) થાય છે. તેનું દૃષ્ટાંત પ્રદીપ પેઠે સમજવું. (એટલે જેમ દીવો પોતાને તેમ બીજા પદાર્થને પ્રકાશે છે તેમ શ્રુતજ્ઞાન પોતાને અને પારકાને ખરા રૂપે જણાવે છે.)આ સૂત્રમાં ઉદ્દેશ વિગેરે પ્રવર્તે છે. કહ્યું છે કે સુગળાળસ્ત મો સમુદ્દેશો ગળુન્ના ગળુગોમાં પવત્તત્ત્વ શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે. તેમાં પહેલું જે *
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy