SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ માને છે કે – रागादिवासनामुक्तं, चित्तमेव निरामयम् । सदाऽनियतदेशस्थं, सिद्ध इत्यभिधीयते ॥१॥ રાગાદિક વાસનાથી રહિત જેઓનું ચિત્ત નિરામય (વિકલ્પ રહિત) છે તેઓ હંમેશા નિયત સ્થાન સિવાય ગમે ત્યાં રહેતા હોવા છતાં સિદ્ધ કહેવાય છે. તેમના મતનું ખંડન કરવા માટે આ વિશેષણ સાર્થક છે એટલું જ કહેવું બસ છે. "તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ વિગેરે સિદ્ધના ભેદો અનેક પ્રકારના છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે तित्थसिद्धा अतित्थसिद्धा तित्थगरसिद्धा अतित्थगरसिद्धा सयंबुद्धसिद्धा पत्तेयबुद्धसिद्धा बुद्धबोहियसिद्धा इत्थीलिंगसिद्धा, पुरिसलिंगसिद्धा नपुंसगलिंगसिद्धा सलिंगसिद्धा अन्नलिंगसिद्धा गिहिलिंगसिद्धा एगसिद्धा अणेगसिद्धा તીર્થ સિદ્ધ, “અતીર્થ સિદ્ધ, તીર્થકર સિદ્ધ, "અતીર્થકર સિદ્ધ, સ્વયંબુદ્ધ સિદ્ધ, "પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, , બુદ્ધ બોધિત સિદ્ધ, સ્ત્રિ લિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, સ્વલિંગ (સાધુ લિંગ) સિદ્ધ, અન્ય દર્શન (બાવા વૈરાગી વિગરે) લિંગ સિદ્ધ, ગૃહસ્થ લિંગ સિદ્ધ, "એક સમયમાં એક સિદ્ધ થયેલા અને "એક સમયમાં અનેક સિદ્ધ થયેલા એવા સિદ્ધોના પંદર ભેદ છે તે દર્શાવવા માટે સર્વ સિદ્ધોનો સમાવેશ (સમાસો કર્યો છે. વળી સિદ્ધિગતિને પ્રાપ્ત થયેલા એના વડે સર્વ પ્રકારે સર્વ સ્થાનમાં રહેલો આત્મા સિદ્ધ છે એવો પક્ષ સ્વીકારનાર જે દૂર નયવાદી છે તેનું ખંડન કરવા માટે તે વિશેષણ વાપરેલું છે. તે વાદીઓ કહે છે કે गुणसत्त्वान्तरज्ञानान्निवृत्तप्रकृतिक्रियाः । मुक्ताः सर्वत्र तिष्ठन्ति, व्योमवत्तापवर्जिताः ॥ १ ॥ ગુણ સત્ત્વથી જોડા જોડ જ્ઞાનથી જેમની ક્રિયા અને પ્રકૃતિ નિવૃત્ત થયેલ છે એવા મુક્ત જીવો બધી જગ્યાએ આકાશની માફક (વ્યાપ્ત રહીને) તાપથી વર્જિત રહેલા છે. તેમનું ખંડન કરવા માટે બધા આત્માવડે સિદ્ધ ગતિ ગમનનો અભાવ થાય છે. (આથી એમ સૂચવ્યું કે જૈન ધર્મની માન્યતા છે કે જે સિદ્ધો હોય તે લોકાગ્રમાં જ રહે એટલે કે જે મોક્ષમાં જાય તે લોકાગ્રમાં જ રહે, અન્ય મતાવલંબીઓ તેવું માનતા નથી) કર્મથી વિશુદ્ધ તેમને નમસ્કાર. આ વિશેષણવડે જેઓ સકર્મક (કર્મવાળા) xअणिमाद्यष्टविधं प्राप्यैश्वर्यं कृतिनः सदा । मोदन्ते सर्वभावज्ञास्तीर्णाः परमदुस्तरम् ॥ અણિમાદિ વિચિત્ર ઐશ્વર્યવાળાને સિદ્ધ માને છે. તેમનું ખંડન કરવા માટે આ વિશેષણ છે. અન્ય દર્શનીઓ એવું માને છે કે અણિમાદિ આઠ પ્રકારનાં ઐશ્વર્યને પ્રાપ્ત કરીને તે પુણ્યવંત જીવો સર્વ ભાવને જાણતા હોઈને મહાન દુઃખનો ભંડાર તરીને આનંદ પામે છે. એમનું ખંડન કરવા માટે જૈન શાસ્ત્રમાં કર્મ રહિત સિદ્ધ જીવો છે (તે મતવાળાઓ મોક્ષના જીવોની ઓળખાણ કરવાને બદલે તપથી દેવયોનિ પ્રાપ્ત થયેલા દેવ કે વિદ્યાધરને ઈશ્વર તરીકે માનતા જણાય છે. જો કર્મના સંયોગથી મુકિત મનાયતો તેઓને અણિમાદિ રિદ્ધિઓની વાંછા હોવાથી તેઓ નામનાજ સિદ્ધ ગણાય અને તે મુમુક્ષુઓને) ન ઇચ્છવા લાયક છે. સર્વ સિદ્ધોને એ વિશેષણથી સિદ્ધના પંદર ભેદ બતાવીને જેઓ સર્વથા અદ્વૈત પક્ષ સિદ્ધ કરે છે તેઓનું ખંડન થાય છે. તેઓ એમ માને છે કે વ દિ મૂતાત્મા, મૂતે મૂતે વ્યવસ્થિતઃ ઋથા વહુધા વૈવ, દૃશ્યતે ગતવવત્ ો ? છે . ૧. નવતત્ત્વમાં તુલના, x અણિમા વગેરે આઠ છે. તે આ પ્રમાણે (૧)અણિમા, ૨ મહિમા, ૩ ગરિમા, ૪ લધિમા, ૫ પ્રાપ્તિ, ૬ પ્રાકામ્ય, ૭ ઈશિત્વ,અને ૮ વશિત્વ,
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy