________________
श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३
परिशिष्ट - ४
ધુમાડો દ્રવ્ય અને ભાવ - એમ બે પ્રકારે છે. તેમાં અર્ધ બળેલ લાકડાનો ધુમાડો દ્રવ્યધૂમ છે. અને દ્વેષરૂપી “અગ્નિથી ચારિત્રરૂપી ઇંધણને (બળતણ) બાળતો નિંદાત્મક જે લૂષિત ભાવ, તે ભાવપૂમ્ર છે.
જેમ અંગારાપણાને પામ્યા પહેલાનું જે બળતું ઇંધણ તે સધુમ કહેવાય – એમ દ્વેષરૂપી અગ્નિ વડે બળતું ચરણરૂપી ઇંધણ પણ સધુમ કહેવાય. માટે ભોજન સંબંધી ખરાબ રસ, ગંધ અને સ્વાદથી તદ્વિષયક વ્યાકુળ ચિત્તવાળાને – એમ થાય કે અરે! કેવું ખરાબ, કેવું કોહવાય ગયેલું, કાચું છે, મસાલા વગેરે સંસ્કાર વગરનું છે, મીઠા વગરનું છે વગેરે નિંદાનાં વશથી ધુમાડા સહિત જે ચારિત્ર તે સધૂમચારિત્ર કહેવાય છે.
વેદના વગેરે છ કારણોથી ભોજન કરનાર અને આતંક એટલે રોગ વગેરે છે કારણોથી ભોજન ન કરનાર, પષ્ટ કારણ હોવાથી તીર્થકરની આજ્ઞાનો આરાધક છે. નહીં તો રાગ વગેરે ભાવોના કારણે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. (૭૩૬). ભોજનના છ કારણો : ___ वेयण १ वेयावच्चे २ इरियट्ठाए य ३ संजमट्ठाए ४ । तह पाणवतियाए ५ ष्टुं पुण धम्मचिंताए ६ ॥७३॥
(૧) વેદના (૨) વૈયાવચ્ચ, (૩) ઈયસમિતિનું પાલન, (૪) સંયમ, (૫) પ્રાણવૃત્તિ, (૬) ધર્મચિંતા, એ જ કારણે ભોજન કરવું.
(૧) બધી વેદનાઓમાં ભૂખ મુખ્ય હોવાથી ભૂખને સહન કરી ન શકાય. કહ્યું છે કે “ક્ષુધા સમાન વેદના નથી માટે સુધારૂપી વેદનાને સમાવવા ભોજન કરે. | (૨) ભૂખના કારણે ગુરુ વગેરેની વૈયાવચ્ચ ભક્તિ કરી ન શકે માટે તેને વૈયાવચ્ચ કરવા માટે ભોજન કરવું પડે. . (૩) નિર્જરાને ઇચ્છનારા ઇર્યાસમિતિને ઇચ્છે છે, તેથી ઇર્યાસમિતિના પાલન માટે ભોજન કરે. કેમકે ભૂખથી પીડાયેલ આંખે અંધારા આવતા હોવાથી આંખ વડે જોઈ ન શકે તો ઇસમિતિનું પાલન શી રીતે થાય?
(૪) ભૂખથી પીડાયેલ પડિલેહણ, પ્રમાર્જના વગેરે સંયમનું પાલન કરવા સમર્થ ન થાય. આથી સંયમની - વૃદ્ધિ માટે ભોજન કરે.
૫) શ્વાસોશ્વાસ વગેરે દશ પ્રાણોના પાલન માટે એટલે ધારણ કરવા માટે અથવા જીવવા માટે (આયુષ્ય
).ભોજન કરે. કેમકે અવિધિથી પોતાના આત્માના પ્રાણોને પણ નુકશાન કરનારને હિંસા લાગે છે. આથી કહ્યું છે કે, “મમત્વ રહિત, ભાવિત જિન વચનવાળા આત્માને પોતાનો જીવ કે બીજાનો જીવ – એવો કોઈ વિશેષ ભેદ હોતો નથી. માટે પરની અને પોતાની એમ બંનેની પીડાનો ત્યાગ કરે.'
(૬) ધર્મચિંતા એટલે ધર્મધ્યાન ધ્યાવવા માટે અથવા શ્રતધર્મચિંતા એટલે ગ્રંથ પરાવર્તન, વાચન ચિંતન વગેરે રૂ૫ શ્રતચિંતા માટે ભોજન કરે. આ બંને પ્રકારના ધર્મધ્યાન, કે શ્રુતચિંતારૂપ ધ્યાન ભૂખથી વ્યથિત મનવાળો ન કરી શકે. કેમકે ભૂખ્યાને આધ્યાનનો સંભવ હોય છે. (૭૩૭)
હવે ભોજન ન કરવાના આતંક વગેરે છે કારણો કહે છે. आयंके १ उवसग्गे २ तितिक्खया बंभचेरगुत्तीसु ३ । पाणिदया ४ तवहेऊ ५ सरीरयोछेयणट्ठाए ॥७३८॥
(૧) આતંક એટલે રોગ, (૨) ઉપસર્ગની તિતિક્ષા, (૩) બ્રહ્મચર્યની ગુમિનું પાલન, (૪) જીવદયા, (૫) તપ, (૬) શરીરના ત્યાગ આદિના કારણે ભોજનનો ત્યાગ કરે.
ટકાવવા