________________
परिशिष्ट - ४
રસમૃદ્ધિથી પણ સંયોજના કલ્પે છે. (૭૩૪)
कुक्कुडिअंडयमेत्ता कवला बत्तीस भोयणपमाणे । रागेणाऽऽसायंतो संगार करइ सचरितं ॥७३५॥ કુકડીના ઇંડા પ્રમાણ બત્રીસ કોળીયા જેટલું ભોજનનું પ્રમાણ છે. રાગપૂર્વક ખાવાથી પોતાના ચારિત્રને અંગાર સમાન કરે છે.
श्री दशबैकालिकसूत्र भाषांतर - भाग ३
૨. પ્રમાણ ઃ કુકડીના ઇંડાના પ્રમાણે બત્રીસ કોળિયા ભોજનનું પ્રમાણ છે. કુકડીનું પ્રમાણ બે પ્રકારે છે. દ્રવ્યકુકડી
:
અને ભાવકુકડી. તેમાં સાધુનું શરીર જ કુકડી છે અને તેનું મુખ ઇડુ છે. માટે ભોજન કરતી વખતે આંખ, ગાલ, હોઠ, ભ્રમર, જરા પણ વિકૃત ન થાય – એ રીતે કોળિયો મોઢામાં પેસે તેવો કોળિયો, તે કોળિયાનું પ્રમાણ છે. અથવા કુકડી એટલે મરઘી તેના ઇડા પ્રમાણ કોળિયાનું પ્રમાણ.
જેટલા પ્રમાણ આહાર ખાવાથી ન્યૂનતા એટલે ભૂખ પણ ન રહે અને વધારે એટલે પેટ સજ્જડ ન થઈ જાય, તે રીતે પેટ રહે અને સંતોષ રહે, જ્ઞાન-દર્શન-ચારિત્રની વિશિષ્ટ કૃતિ પ્રાપ્ત થાય અને એની વૃદ્ધિ થાય, તેટલા પ્રમાણનો આહાર, તે ભાવકુકડી કહેવાય છે. તેનો જ બત્રીસમો ભાગ તે ઇંડુ. તે ઇંડા પ્રમાણનો કોળિયો. તે બત્રીસ કોળિયા પુરુષનો, અઠ્ઠાવીસ કોળિયા સ્ત્રીનો અને ચોવીસ કોળિયા નપુંસકનો આા૨પ્રમાણ છે.
તંદુલ વૈચારિકમાં કહ્યું છે કે, ‘બત્રીસ કોળિયા પુરુષનો, અઠ્ઠાવીસ કોળિયા સ્ત્રીનો અને નપુંસકનો ચોવીસ કોળિયા પ્રમાણ આહાર છે. અધિક આહાર કરવાથી ન પચે તો રોગ, ઉલ્ટી અને મૃત્યુ થાય છે.’ પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે, અતિ ઘણું, અતિ પ્રમાણ ભોજન ખાધા પછી ન પચવાથી રોગ, ઉલ્ટી અને
મૃત્યુ થાય છે.
૩. અંગાર ઃ રાગપૂર્વક અન્નની અથવા તેના દાતાની પ્રશંસા કરવા વડે નિર્દોષ પ્રાસુક ભોજન વા૫૨વાથી પોતાના ચારિત્રને સાધુ અંગારાવાળુ કરે છે. કેમકે ચરણરૂપી ઇંધણ માટે તે અંગારરૂપ છે.
અંગાર બે પ્રકારે છે. દ્રવ્યાંગાર અને ભાવાંગાર.
દ્રવ્યથી – અગ્નિથી બળેલ ખેર વગેરે વનસ્પતિનાં ટુકડા તે દ્રવ્યઅંગાર. ભાવથી – રાગરૂપી અગ્નિ વડે બળેલું ચરણરૂપી ઇંધણ તે ભાવઅંગાર.
જેમ બળેલ ઇંધણ ધૂમાડો નીકળી ગયા પછી અંગારો કહેવાય. એ પ્રમાણે અહીં પણ ચરણરૂપી ઇંધણને રાગરૂપ અગ્નિ વડે બળેલો અંગરો કહેવાય. તેથી ભોજનમાં રહેલ વિશિષ્ટ ગંધ, સ્વાદ, રસ વગેરેને આધિન થવાથી, તેમાં મૂર્છિત થયેલ સાધુ અહો શું મીઠું છે! અહો શું સુંદર ભરેલ છે! અહો સ્નિગ્ધ છે! સરસ પકાવેલ છે! સરસ રસવાળું છે! વગેરે પ્રશંસાથી જે અંગારાવાળું કરે તે અંગાર કહેવાય. (૭૩૫)
૪. ધૂમ્ર ઃ
भुजतो अमणुन्न- दोसेण सधूमगं कुणइ चरणं । वेयणआयकप्पमुहकारणा छच्च पत्तेयं ॥७३६॥
દ્વેષથી ખરાબ આહાર કરતી વખતે સધુમ એટલે ધુમાડા સહિત ચારિત્રને કરે છે, વેદના, આતંક વગેરે છ કારણો દરેક ભોજનમાં જાણવા.
દ્વેષપૂર્વક અન્નનો અથવા તેના દાતારનો નિંદાકરવાપૂર્વક અમનોજ્ઞ એટલે બેસ્વાદ આહાર વાપરે, તો ચારિત્રને ધુમાડાવાળું કરે છે. કેમકે નિંદાત્મક મલિન ભાવરૂપી ધુમાડા વડે મિશ્રિત હોવાથી.
૧૫૭