________________
શ્રી દ્રાવિસૂત્ર મvic૨ - મારા રૂ
परिशिष्ट -४
( ૨૬. નાના બાળકવાળી – નાના બાળકવાળી બાઈ, બાળકને જમીન પર કે ખાટલા પર મૂકીને જો ભિક્ષા આપે, તો તે બાળકને બિલાડી-કૂતરા વગેરે માંસનો ટૂકડો કે સસલાનું બચ્યું છે – એમ જાણી મારી નાખે તથા આહારથી ખરડાયેલ હાથ સૂકાવાથી કર્કશ થાય, તેથી ભિક્ષા આપીને દાત્રી બાઈ હાથવડે બાળકને લે, તો બાળકને પીડા થાય. જેનો બાળક આહાર કરતો હોય અને જમીન પર મુકતા રડતો ન હોય, તો તેના હાથે સ્થવિર કલ્પીને ભિક્ષા ખપે. કેમકે આહાર ગ્રહણ કરતો બાળક પ્રાય: કરી શરીરે મોટો હોય છે. તેથી બિલાડી વગેરે દ્વારા મરવાનો પ્રસંગ ન થાય.
જિનકલ્પી ભગવંતો, નિરપવાદ સૂત્રવાળા હોવાથી ગર્ભાધાન વગેરે જાણીને પહેલેથી ગર્ભવતી અને બાળકવાળી બાઈના હાથની ભિક્ષા બિલકુલ છોડી દે.
૨૭. છકાયનો સંઘટ્ટો કરતી – પૃથ્વી, અપ, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિ અને ત્રસકાય. આ છે જવનિકાયને હાથ પગ વગેરે શરીરના અવયવથી સંઘો થતો હોય. સચિત્ત મીઠું પાણી, અગ્નિ, પવનથી ભરેલ મશક, બીજોરા વગેરે ફળાદિ હાથમાં રહેલ હોય, સિદ્ધાર્થક (અડદ વગેરેના દાણા) દૂર્વા, ઘાસ, પલ્લવ, માલતી, શતપત્રિકા, કમલીની વગેરે ફૂલો માથા પર રહેલ હોય, માલતી વગેરે ફૂલની માળા છાતી પર પહેરેલ હોય, જાસુદ વગેરે ફૂલોના આભૂષણરૂપે કાનમાં પહેરેલ હોય, પરિધાનની અંદર કમરમાં સારા ડીંટીયાવાળા તાંબૂલ નાગરવેલના પાન રાખેલ હોય. સચિત્ત પાણીના કણીયા વગેરે પગ પર લાગેલ હોય ને જો આપે તો ન ખપે. સંઘટ્ટા વગેરે દોષનો સંભવ હોવાથી.
૨૮. છકાયની હિંસા કરતી – પૃથ્વીકાય વગેરે છજીવનિકાયનો નાશ કરતા આપે, તો ન ખપે.
કોશ (હળ) વગેરે વડે જમીન ખોદવા વડે પૃથ્વીકાયનો નાશ, સ્નાન, કપડા ધોવા, ઝાડને પાણી સિંચવા વડે અપૂકાયનો નાશ. ઉંબાડીયા વગેરે અડવા કે ઘસવા વડે અગ્નિકાયનો નાશ. ચૂલામાં અગ્નિ ફૂંકવા વડે, લાઈટ ચાલુ કરતી હોય, પંખો ચાલુ કરતી હોય, ફ્રીજમાં પદાર્થ મૂકતી હોય, પ્રાયમસ, ગેસ ચાલુ કરતી હોય, વાયુ ભરેલ મશક વગેરેને આમ-તેમ ફેંકવા વડે વાયુકાયનો નાશ. ચિભડા વગેરેને છેદવાથી વનસ્પતિકાયનો નાશ, ખાટલા, માંચા વગેરેમાં માંકડને મારવાથી ત્રસકાયનો નાશ કરતી દાતા બાઈ આપે. તો ન ખપે.
- ૨૯. સપ્રત્યપાય - જેમાં ઉપદ્રવનો સંભવ હોય તે અપાય. તે અપાયો તિચ્છ, ઉપર અને નીચેના એમ ત્રણ પ્રકારે છે. ગાય વગેરે પ્રાણીઓ વડે તિચ્છ અપાય થાય. બારણાની બારશાખનાં લાકડા વગેરે વાગવાથી, ઉર્ધ્વઅપાય. સાપ, કાંટા વગેરેથી અધોઅપાય છે. આ રીતે ત્રણે અપાયોમાંથી કોઈપણ અપાયને બુદ્ધિ વડે કલ્પી (વિચારી) ત્યાંથી ભિક્ષા ન લે.
અહીં છ જવનિકાયને સંઘટ્ટો કરતા કે વિનાશ કરતા આપે તેમાં તથા સપ્રત્યપાયમાં અપવાદ નથી, તેથી તે રીતે આપે, તો બિલકુલ ન જ ખપે. બાકીના દાયકામાં અપવાદ બતાવ્યા જ છે. બીજા પણ દાયક દોષો જાતે શાસ્ત્રાંતરથી વિચારી ત્યાગ કરવા. ૭. ઉન્મિશ્ર સચિત્ત સાથે મિશ્રિત તે ઉન્મિશ્ર. કોઈક ગૃહસ્થ આ વસ્તુ સાધુને આપવા માટે થોડી છે – એમ વિચારીને, શરમથી જુદી જુદી બે વસ્તુ મેળવવામાં સમય લાગશે – એમ ઉત્સુકતાથી વિચારીને, બે વસ્તુ મેળવવાથી મીઠી થશે એમ વિચારીને ભક્તિથી, આમનો સચિત્ત ભક્ષણનો નિયમ ભાંગો – એમ વિચારીને શત્રુતાથી અથવા અનુપયોગથી સાધુઓને કલ્પનીય રૂપ પૂરણ વગેરે અથવા સાધુઓને અકલ્પનીય અનુચિત , કરમદા-દાડમના દાણા વગેરે વડે મિશ્રિત કરીને જે આપે, તે ઉત્મિશ્ર.
૧૫૨