________________
परिशिष्ट -४
-
સ્થાતિવનૂત્ર મvic૨ - માગ 3
થાય તે વખતે તલ વગેરેના સચિત્ત નખીયા હાથ વગેરે પર લાગ્યા હોય છે. તેને ભિક્ષા આપવા માટે ઝાટકતા અથવા ભિક્ષા આપતી વખતે તેના સંપર્કથી તેની વિરાધના થાય છે અને ભિક્ષા આપ્યા પછી ખરડાયેલ બંને હાથ પાણીથી ધોતા અપકાયની વિરાધના થાય છે.
વાટવાનું પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત વસ્તુ વાટતી હોય અને આપે તો ખપે.
૧૭. ભુંજતી – ચૂલા પર કઢાઈ વગેરેમાં ચણા વગેરે ભુંજતી વખતે ભિક્ષા આપતા વાર લાગે તો તે વખતે ચણા વગેરે બળી જાય તો શ્વેષ થાય છે.
આમાં જે સચિત્ત ઘઉં વગેરે કઢાઈમાં નાંખેલ હોય તે ફૂટી ગયા પછી ઉતારી લીધા હોય અને બીજા દાણા નાખવા માટે હાથમાં હજુ લીધા ન હોય, તે વખતે સાધુ ગોચરી માટે આવી ગયા હોય અને ઉઠીને આપે તો ખપે.
૧૮-૨૧ કાંતતી-પીંજતી-કપાસીયા કાઢતી અને રૂ છૂટું કરતી – કાંતતી, પીંજતી, કપાસીયા કાઢતી અને રૂ છૂટું કરતી દાત્રી આપે તો ન ખપે.
રેટીયા વડે રૂની પૂણીને સૂતર રૂપે કરતી હોય તે કાંતતી કહેવાય.
લોઢી પર એટલે લોખંડની પાટલી પર કપાસમાંથી ઠણકવડે એટલે લોખંડના સળીયા વડે કપાસીઓને છૂટા કરી રૂ બનાવે તે લોઢતી કહેવાય.
બે હાથ વડે રૂને વારંવાર છૂટું કરે તે. પિંજવા વડે રૂને છૂટું કરે તે પીંજતી.
દેય વસ્તુથી ખરડાયેલ હાથ ધોવારૂપ પુરકર્મ, પશ્ચાતુકર્મ વગેરે દોષોના સંભવ છે અને કપાસીયા વગેરે સચિત્ત સંઘટ્ટાનો સંભવ છે.
આમાં કાંતતી વખતે જો સુતરને અતિ સફેદાઈ લાવવા માટે શંખ ચૂર્ણ વડે હાથ ખરડ્યા ન હોય અથવા હાથ ખરડેલા હોય તેને પાણીથી ન ધુએ, તો ખપે. રૂ છૂટું કરતા કે રૂ પીંજતા જો પશ્ચાતુકર્મ ન થતું હોય તો ખપે.
૨૨. દળતી – ઘંટીમાં ઘઉં વગેરે દળતી હોય તે વખતે આપે, તો ઘંટીમાં નાંખેલ બીજનો સંઘટ્ટો થાય અને હાથ ધએ તો પાણીની વિરાધના થાય.
સચિત્ત ભાગ વગેરે દળાઈ ગયા હોય અને ઘંટી છોડી દીધી હોય, તે વખતે સાધુ આવી જાય અથવા અચિત્ત મગ વગેરેની દાળ દળતી હોય, તો તેના હાથે ખપે.
૨૩. વલોણું કરતી – દહિંને મથતી આપે તો દહિં વગેરે સંસક્ત એટલે જીવવાનું હોય તેને મંથન કરતી હોય તે વખતે સચિત્ત પાણી આદિથી સંસક્ત દહિં જીવોનો વધ થાય છે. અહીં જો અસંસક્ત દહિં વગેરે મંથન કરતા હોય, તો તે ખપે.
* ૨૪. ખાતી – દાતાર બાઈ ખાતા-ખાતી ભિક્ષાદાન માટે ઉભી થાય એટલે હાથ ધુએ અને હાથ ધોવાથી પાણીના જીવોની વિરાધના થાય છે. હવે હાથ ન ધુએ તો લોકોમાં જુગુપ્સા થાય. કહ્યું છે કે “છકાયની દયાવાળા સાધુ પણ જો આહાર નિહાર અને ગોચરી વહોરવામાં દુર્ગછનીય કરે તો બોધિ દુર્લભ કરે છે.'
૨૫. ગર્ભવતી – ગર્ભવતી બાઈ પાસે ભિક્ષા ન લેવી. કેમકે તેને ભિક્ષા માટે ઉભા થતા કે ભિક્ષા આપીને બેસતા ગર્ભને પીડા થાય. સ્થવિર કલ્પીને, આઠ મહિના સુધીના ગર્ભવાળીના હાથે ખપે, પ્રસવ થયાના મહિનામાં ન ખપે. ઉઠ-બેસ કર્યા વગર જે પ્રમાણે હોય તે પ્રમાણે રહીને ભિક્ષા આપે તો પ્રસવ થવાના મહિનામાં પણ ખપે.
૧૫૧